RUSHA
વાર્તા :૧ રૂશા
લેખક: કાંંતિલાલ રૂપાભાઈ પરમાર
લેખક: કાંંતિલાલ રૂપાભાઈ પરમાર
ધીરજ ખુબ જ હતી પણ એ
દિવસે ના રહી છેવટે એ ને કહી જ નાખ્યું, બોલ હું તને ક્યારે મળી શકું? એ થોડા આશ્ચર્ય
સાથે બોલી, આટલી ઉતાવળ. સચીન જેટલા ઝડપથી બ્રેટલીના બોલને ફટકારે
એમ મેં વળતો જવાબ આપ્યો.હા
મારું ફોઈ બા એ પાડેલું નામ કૌશલ હતું, પણ ઘરમાં બધા કુશ કહીને બોલાવતાં.સહપાઠીઓ નારાજ થઈ
જતા ત્યારે કૌશલ્યા પણ કેહેતા,મિત્રોને તો એમના અનુરૂપ
જવાબ આપતાં મને આવડતા એટલે એનો વાંધો ન આવતો.પણ આ રૂશા જ્યારથી મારી એફ્બી ફ્રેન્ડ
બની અને જરાક નજીક આવી ત્યારથી એનો ત્રાસ હતો.
રૂશા
નમણી-નાજુક વેલ,સોસ્યલ મીડિયા પર કયારેય એનો ઓરીજનલ ફોટો મુક્યો
ન હતો, સિવાય કે મારા ચેટ બોક્ષમાં...!! એ મને ગુજરાતના
ગામડિયાં નામ કહે એ તો હું ચલાવી લેતો પણ જ્યારે એ મારા પહેલા અક્ષરને અનુરૂપ દક્ષિણ ભારતનાં નામ કહેવા
લાગતી ને ત્યારે તો બાપુ ત્રાસ, સાથે-સાથે ફોઇ બાને
મારું નામ પાડવા બદલ શું કહેવું એવું ઘણું બધું મનમાં થઈ આવતું.
રૂશાડી નમણી-નાજુક
વેલ ખરી પણ ક્યારેક તો એને પણ ફાફડા થોરના જેવા કાંટા ફૂટી નીકળતા.કાંટા પણ એવા કે એફ્બી ની લાઇકમાં ચળકે, કોમેંટમાં તો આરપાર નીકળી જાય અને જો વોટ્સએપ્પ પર
હો તો છુટાં તીર ફેંકે. આ રૂશાને નમણી નાજુક રાખવા માટે મારે ઘણા મેસેજ કોપી પેસ્ટ
કરવા પડતા.એ હોય એ ગૃપમાં રહેવાતું નહી.એનો કોલ ક્યારેય વઈટીંગ માં રાખી શકાતો નહી.
જો એનો કોલ આવે અને રીસીવ ન કરું તો તો
એ અણુ બોમ્બ બની જાતી,ફક્ત
મારા સેવ નંબર પરથી ફોન જાય તો જ વાત કરતી, આવી રૂશા
પાસેથી મળવાનો ટાઇમ લીધો.
ત્રણ દિવસ પછી મળવા આવવા કહ્યું.સુરત મુખ્ય
બસ સ્ટેંન્ડમાં આવી જવું, પ્લેટ્ફોર્મ નંબર આઠ પર, દશ થી બાર મીનીટ મળી શકાસે,બપોરે
બાર થી એકનો સમય આપેલો, એવો એનો
લાસ્ટ વોટ્સએપ્પ મસેજ હતો.
નવા કપડાં ખરીદવામાં બે કલાક વધુ થયા, દર વખતે આ કલર એને પસંદ આવશે કે નહી એવા ખ્યાલે કાપડની
અડધી દુકાન યુધ્ધ પછીના દ્રશ્ય જેવી કરી નાખી.નવી ઘડિયાળ પણ લેવી પડી. દશ દિવસ પહેલાં
જ વાળને ડાઈ કરાવી હતી તો પણ ફરી વાર હેરસલૂનને બસો રૂપિયા આપી આવ્યો.બહુ લાંબા સમયે
અત્તરના સ્ટોલમાં જઈ આવ્યો, અલગ- અલગ સ્પ્રેના લીધે મારું નાક ભારી પ્રમાણમાં
નારાજ થઈ ગયું.એમ
પણ વિચાર આવ્યો કે બે દિવસ સુધી માં સુધારો આવશે કે આંખો આવી જ લાલ રહેશે.
રૂશાના
વિચારોમાં રાત્રે આપવાના થતા મેસેજ ના રિપ્લાય
પણ લોકો ને આપી ના શક્યો. ચાર-પાંચ ગૃપ મારા વગર બિલકુલ રખડી પડ્યાં... અરે સન્નાટો
છવાયેલો રહ્યો.
છેવટે
રૂશાને મળવાનો સમય આવી ગયો.દરરોજ કરતાં સાબુ અને શેમ્પુનો યુઝ વધુ થયો અને બાથરૂમ માં
વધારે સમય ગાળવા ના લીધે ભાભીની ડાંટ પણ ખાવી
પડી...... એવું તે શું સાક્ષી તંવર ને મળવા જવાનું છે તે આટલો સમય નાવામાં લો છો કુશ
ભૈયા....!!
નવાં
કપડાં અને મજબૂત બેલ્ટ બાંધી ને ખભા પાછળ ડીઝલની બેગ ભરાવી.કોઈ વસ્તુ લેવાની ન હતી
તો પણ બેગ લીધી, પહોચ્યો વડોદરા ના મુખ્ય બસ સ્ટેંન્ડ.
બસમાં
બેસીને પ્રથમ કામ ફોન માંથી વધારાના ફોટા ડીલીટ કરવાનું કર્યું. કારણકે જો રૂશા ફોન
હાથમાં લે અને ચકાશે તો પ્રોબ થાય એના કરતાં ચેતતા નર સદા સુખી...
ત્રણ દિવસ નો થાક અને ઉજાગરા બસની ઠંડી હવામાં ક્યારે નીંદ્રા આવી ગઈ.સપનું
પણ સુંદર આવ્યું, હોટલના આછા પ્રકાશ વાળા રૂમમાં
નજીક બેઠા અને ધીમુ સંગીત વાગતું હતું એવું લાગ્યું......... ઓહો રૂશા સાથેની વાતોમાં
આઇસ્ક્રીમ ઓગળી ગયો,એટલામાં
તો હું જબકીને જાગી ગયો.સુરતનું બસ સ્ટેંન્ડ આવી ગયું હતું અને સાડા અગિયાર વાગી ગયા
હતા.
ફટાફટ નીચે ઉતરી ને રૂશાને મળતાં જરા ચહેરો ચમકે એના માટે હું મોઢું ધોવા ગયો, મોઢું ધોઈને સફેદ હાથ રૂમાલ લેવા જેવો ખિસ્સામાં હાથ નાખ્યો એટલે ખ્યાલ આવ્યો
કે મોબાઈલની બાબતમાં પણ આપણે મોઢું ધોઇ ચુકયા
હતા.
લેખક: કાંતિલાલ
રૂપાભાઈ પરમાર
લખ્યા
તારીખ:૩૧/૦૧/૨૦૧૭
સમય:
રાત્રે ૧૧.૨૪


Nice
ReplyDeleteNice
ReplyDelete