શૂન્યની સુરાહી

 

નમસ્કાર મિત્રો

બ્લોગના માધ્યમથી થોડા થોડા સમયનાં અંતરે  આપને મળતા રહીએ છીએ  આજના દિવસે મળવાનું ખાસ પ્રયોજાન આજે મારા ભત્રીજા શ્રીમાન ધેન્ગાભાઈ સરહદી દ્વારા  “શૂન્યની સુરાહી”[શૂન્ય પાલનપુરીના ૧૦૧ શેરનું સંકલન ],  ભત્રીજાના સહયોગમાં મારા પરમ મિત્ર શ્રીમાન પરબતભાઈ નાયી પણ છે.

શૂન્ય પાલનપુરી એ પાલનપુરી કવિત્વનું સાચું હીર છે  એમના શેર ને માણવા માટે ખાસ પ્રકારનું દિલ જોઈએ એવું હું માનું છું,  આવા કવિઓના હીરને પારખનાર લોકોનાં દર્દ ઓછાં કરનાર ડોકટર શ્રી સુરેન્દ્ર ભાઈ ગુપ્તા એ ખાસ આ પુસ્તકના પ્રાયોજાક છે. મારું મન તો ઘણીવાર કહે છે કી પાલનપુરની હવામાં  જ એક પ્રકાર કેફ  જે કવિતા થી ચડેલું હોય છે એ ફેલાયેલું રહે છે, કવિત્વ હૃદયના મર્મિ  એને માણી શકે છે , શ્રી ધેન્ગાભાઈ  ઘણા વર્ષોથી બનાસકાંઠા નાં સ્થાનિક અખબાર રખેવાળ માં પોતાની કોલમ મધુવન  ચલાવે છે ૯૦૦ કરતાં વધારે લેખ લખવાનો બહોળો અનુભવ ધરાવે છે , એમની પાસે પોતાની નાનકડી લાઈબ્રેરી છે [આ પુસ્તકાલયમાંથી  મેં જેટલાં પુસ્તકો વાંચવા માટે લીધા  તે પરત આપી દીધાં છે !!!] આ બન્ને મિત્રો વાવની માટીની મહેક છે  એમની વિશેષ પ્રગતી થાય એવી શુભેચ્છાઓ.

પાલનપુર શહેરે આપણને પાલનપુરી છોગા વાળા ઘણા કવિઓ આપ્યા છે જેમાં શૂન્ય પાલનપુરી અનમોલ છે , મુસાફિર પાલાન્પુરીને ઘણીવાર રૂબરૂ  સાંભળ્યા છે, પરમ પાલનપુરી સાથે અક્કલકોટ- મહારાષ્ટ્ર  સુધી મુસાફરી કરી છે , આવા પાલનપુરીઓ સાથે એક બક્ષી સાહેબ પણ આપ્યા છે.

શૂન્ય પાલનપુરી સાહેબનું આખું નામ અલીખાન ઉસ્માનખાન  બલોચ હતું.એમનો જન્મ ૧૯ ડીસેમ્બર ૧૯૨૨ નાં રોજ અમદાવાદ જીલ્લાના  લીલાપુર ગામે થયો હતો એમનો ઉછેર  મોસાળ પાલનપુરમાં થયો હતો.

*શૂન્યની સુરાહી પુસ્તક મેળવવા માટે આપ ધેન્ગાભાઈ અને પરબતભાઈ નો સંપર્ક કરી શકો છે .

લેખન

 કાંતિલાલ હેમાણી

હરીપુરા

૧૬/૧૦/૨૦૨૨ 

Comments