એક દિવસ થરાદ નો

 તા ૩૦/૧૨/૨૦૨૩ 

“એક દિવસ થરાદ નો”

 આજે શનિવાર હતો, કાયમ કરતા થોડો વહેલો ઉઠીને ભેંસ દોવરાવી . ભેંસ પાસે ખાલી ઉભું રહેવાનું , જેમ  લશ્કરમાં તોપ ફોડતી વખતે એક સૈનિક ખાલી  સાવધાન પોઝીશન  માં ઉભો રહે એમ મારી ડ્યુટી ભેંસ દોતી વખતે ફક્ત હાજર રહેવાનું એટલે એક લીટર દૂધ વધારે આપે.

  આવી રીતે મારા દિવસની શરૂઆત થાય. નવી બ્રેઝ્ઝા  ગાડીને પાંચ હજાર કિમી થઇ ગયા હતા માટે એને આજે શર્વીસ  મુકવાની હતી અને બૌધિક વર્ગમાં નાગલા પ્રાથમિક શાળામાં હાજરી આપવાની હતી. આવી તૈયારી સાથે હું શાળા એ જઈને પછી બાર વાગ્યે થરાદ પહોચ્યો.

  ઘણાં કામ હોય એટલે અને ઉતાવળ હોય એર દિવસે આપો આપ  ગાડી  ઉતાવળી જ ચાલે. એ નિયમ મુજબ ગાડી થરાદ પહોચી. અરેના સુઝુકીમાં ગાડી સર્વીશમાં મુકીને બહાર આવ્યો ત્યારે અંદર કામ કરનાર વ્યક્તિને કહ્યું કે ફોન કેમ ઉપાડતા  નથી. ........!!!

  આવી વાતો કરીને એક વર્ષથી શાળામાં નવો રંગ કરવામાં આવ્યો હતો પણ એનું આઠ હજાર રૂપિયા બીલ બાકી હતું એ આપીને એમની બે વખત ચા પીધી  હિસાબ ચૂકતે કરીને  શાળાના પાંચ નવા સિક્કા રજવાડી ઓફસેટ માં બનાવા મુક્યા હતા એ  લેવા ગયો, ફોન માં   કે, બે મીનીટમાં બની જાશે પણ  દસ મિનીટ પછી અશ્વિનના બાઈક પર ત્યાં ગયો તો  સિક્કા તૈયાર ન હતા, પણ પંદરસો રૂપિયાનો ચેક આપીને  લક્ષમણ ભાઈ પટેલના ઘેર વિનાયક સોસાયટીમાં જમવા ગયો. જમીને મિત્રો સાથે તાતા  મોટર્સ માં જઈને   ૧૨:૩૯  વાગ્યે લક્ષ્મણભાઈ માટે નવી પંચ ગાડી બહાર આવી.

  મારો કોઇપણ મિત્ર નવી ગાડી લે એટલે મારી ખાસ લીટી કે  “ગાડી તમને સુખ આપે તમે ગાડીને સુખ આપો એવી શુભકામનાઓ” એ હોય જ. એવી શુભકામનાઓ સાથે ભરપુર મીઠાઈ ખાઈને ઈન્દ્રવદનભાઈ ની નેક્ષન  ગાડીમાં  થરાદની બાજુમાં આવેલા  નાગલા ગામની પ્રાથમિક શાળામાં પહોચ્યા. આ સ્થાનમાં આજે જીલ્લાનો બૌધ્દિક  વર્ગ હતો. ‘પુણ્ય ભૂમિ  ભારત’  પર ચિંતન મનન થયું. 

વિશ્રાન્તીના સમયે શ્રી સ્વપનીલભાઈ સોની સાથે  પરિચય થયો. તેઓ શ્રી ઇડર પાસેના બોડેલી ગામના નિવાસી અને  રાધનપુર જીલ્લો હતો ત્યારે એના પ્રચારક રહી ચુક્યા છે. હાલ તેઓ ‘સાધના’ સામાયિક નું કામ જુએ છે , મને લેખન માટેની ખાસ ટીપ આપીને ગયા. સાધનામાં મારો રણછોડ દાસ પગી બાપુ વાળો લેખ છપાઈ ચુક્યો છે એની વાત પણ કરી.

 પાંચ વાગ્યે વર્ગ પૂરો થયા પછી બધી જ ગાડીઓ પહોચી થરાદ, અમારી ગાડી માં હું,  ઈન્દ્રવદનભાઈ , દશરથભાઈ  અને માનનીય સંઘ ચાલક શ્રી શંકરભાઈ હતા.  થરાદ પહોચતાં સાથે યોજના બની કે  થરાદ નગરમાં સજ્જન શક્તિ નો સંપર્ક કરવો.

સાંજના ભોજનમાં પ્રથમ અમારે જમવા જવાની વાત  દિનેશ ગીરી ગોસ્વામીના ઘેર હતી પણ વિનોદભાઈ ઠક્કર નો ખુબ આગ્રહ હતો કે  મારે ઘેર જમો. એ રીતે બંને સ્નેહીઓને  સાંજના ભોજન નો લાભ આપ્યો. હું અને ઈન્દ્રવદનભાઈ  વિનોદભાઈ ના ઘેર અને દશરથભાઈ દિનેશગીરીના ઘેર જમશે એવું નક્કી થયું.

સૌ પ્રથમ સધસ્નાતા[ હમણા જ સર્વિસ થયેલી બ્રેઝ્ઝા] ગાડીને  અરેના માંથી વિનાયક સોસાયટીમાં મુકીને અમે  શ્રી રમેશભાઈ રાજપૂતને મળવા  માટે સવાઈ બાપુની લાટી  એ ગયા.  આમ તો અમારો નિયમ હોય છે કે  કોઈને પણ મળવા  જઈએ ત્યારે એમને ફોન  કરીને  જઈએ  છીએ પણ અહી અમે સીધા જ પહોચ્યા, અમારી આગતા સ્વાગતા થયું.  ત્રણ ખાટલા ઉપર બેઠક  વીસ મિનીટ મળવું એવું આયોજન હતું પણ મૈયા નર્મદાની એવી બધી વાતો થઇ કે પૂરો એક કલાક  સુધી સ્વામીજી, ધર્મ, યાત્રા, પરિક્રમા, આધાત્મ,સંતનિવાસ, નડાબેટ  વિષે મન ભરીને વાતો થઇ. એક જ થાળીમાં  ભરપુર ડ્રાયફ્રુટ વાળું ખાચોરીયું ખાતા રહ્યા અને  વાતો પણ થતી રહી.  હિન્દુ ધર્મમાં  સમાનતા, સદભાવ,  અને સમરસતા નું ઉદાહરણ અમારી આ બેઠક હતી કે અહી અમે હિન્દુ ધર્મની છ  જ્ઞાતિ નાં લોકો એક  જ  થાળી માં તલના તેલ માંથી બનેલું તસતસતું કાચોરીયું   જમી રહ્યા હતાં. ... જય શ્રી રામ !

 અહીંથી અમે થરાદમાં આવેલા વિષ્ણુ ભગવાનના મંદિરે દર્શન કરવા પહોચ્યા, ચેતનનાથ  બાપુના આશીર્વાદ લઈને અમે  હિતેશભાઈ  વાણીયા નાં ઘેર  ચા-પાણી અને   સંપર્ક કર્યો.  ત્યાર બાદ  પુનમભાઈ વાણિયાના ઘેર  મોહનભાઈ અને લવજીભાઈ જેવા વડીલો સાથે સામાજિક અને ધાર્મિક  ચર્ચા વિચારણાઓ કરી.

 હવે અમારો ભોજનનો સમય થવા આવ્યો હતો એટલે અમે વિનોદભાઈ  ઠક્કર નાં ઘેર તરફ પ્રયાણ કર્યું અને દશરથભાઈ ને  હળકાઈ માતાજીના મંદિર પાસે  સાંજ ની શાખામાં જવા માં  ગાડીમાંથી ઉતારીને  અમે પહોચ્યા વિનોદ્ભૈના ઘેર. બહેનનો મીઠો આવકાર મળ્યો અને  આમાંનાત્રણ પણ મળ્યું કે ગમે ત્યારે આવીને જમી જાવું  તમારે પહેલે થી કહેવાની કોઈ જરૂર નથી તમારું ઘર સમજો.  ભરપેટ ભોજન કરીને  સાંચોર માં જમ્મેશ્વર ટ્રાવેલ્સ માં  આવનાર  ધ્વજ પતાકાની ઉતારવાની ફોન થી વ્યવસ્થા કરી આપી.

 હવે અમારી ઈચ્છા  થરાદ નગરના સદભાવ સંયોજક શ્રી હરેશભાઈ  સોનીના ઘેર જવાની હતી પણ અનુકુળતા  ન થાતાં અમે રામભાઈ   રાજપુતના ઘેર પહોચ્યા. મહેમાન ખંડના  શોફા પર બેઠક લીધી અને અને એમના મુખે જીવનની તડકી છાંયડી ની અનુભવ સિદ્ધ વાતો સાંભળી. ભગવાન શ્રી રામ અને ગંગામૈયાની કૃપાની વાતો  તો સંત રોહીદાસ જી ની નજીકની લાગી.

 શ્રી રામભાઈ એ ભગવાન શ્રી રામ નાં અયોધ્યા ખાતે  નવનિર્મિત  મંદિરમાં  સૌથી વિશેષ નિધિ આપી હતી નિધિ આપ્યા પછી લોકોએ એમણે કેવી વાતો કરી હતી એ વાત પણ રામભાઈ એ કરી. એમની સામાન્ય સ્થિતિ માંથી આજે  થરાદના અગ્રણી બિલ્ડરો માં એમની ગણના થાય છે ત્યાં સુધીના સફરની વાતો  અદ્ભુત રહી, વાતો ની પુર્નાહુતીમાં અમારી સાથે દશરથભાઈભાઈ અને દીનેશભારથી પણ જોડ્યા અને એ રીતે રાત્રે ૧૧.૩૯  વયે મારી આજની   એક દિવસીય યાત્રા પૂર્ણ થઇ 

જય શ્રી રામ  

 લેખન :કાંતિલાલ હેમાણી 

તા.૩૧\૧૨\૨૦૨૩ 


 

Comments