માથેરાન
ઘરથી વાવ જવાનું
મહિનામાં ઘણી વખત થાય, સત્તર-અઢાર કિમિ નો રસ્તો કપાય
એટલે રસ્તાની જમણી બાજુ એક બોર્ડ આવે-રાનવાડી. બોર્ડ્ની નીચે આછા લાલ કલર નો પટ્ટો ... એ વિશિષ્ટા દર્શક. આ બોર્ડ વાંચુ એટલે મને માથેરાન યાદ
આવે.
માથેરાન
મુમ્બઇથી નેવુએક કિમિ દૂર,આંખોને
આનંદ, ચહેરાને ખુશી,શરીરને તાજગી અને મન ને નવા વિચારો
આપે એવું રળીયામણું સ્થળ.
હું જ્યારે સાતમા ધોરણમાં ભણતો હતો ત્યારે અમારે ભૂગોળમાં ‘એક રાજ્ય એક પાઠ’ અભ્યાસક્રમમાં આવતો એમાં મહારાષ્ટ્ર
પાઠ માં એક લીટી આજે પણ યાદ કે....
માથેરાનમાં ‘ટોય ટ્રેન’ આવેલી છે, ત્યારે’ ઇંગ્લીશ’ શબ્દો નો
ઊપયોગ નહિવત થતો અને આપણે પણ એ વાતમાં બહુ ઊંડા ન ઊતરેલા.હા યાર હમણાં માથેરાન
રૂબરૂ સગી આંખે જોયા પછી એ સાતમા ધોરણનો આનંદ ઓર આવ્યો.
સરકાર !! અનુભવેલું ગમે ત્યારે કામ આવી શકે હો... હ્મ્મ તો
ચાલો મારી સાથે માથેરાન................!
કાલુપુર રેલ્વે સ્ટેશને ૯ વાગ્યે પહોચવાનું હતું પણ ઉત્સાહ
એટલો કે ૮ વાગતાં પહેલા હું પહોચી ગયો.
રેલ્વેના પાટાઓને હું ભારતની ‘ધોરી નસ’ માનું છું, ભારતને એ એક તાંતણે જોડે છે. આખું
રેલ્વે સ્ટેશન ભારતની વિવિધતાનાં આપને દર્શન કરાવી દે.પાંચ ડગલાં ચાલો એટલે તમને
બીજી ભાષા કાને પડે.પહેરવેશની વિવિધતા તો ઊડીને આંખે વળગે.
કેટલાક થાકેલા
લોકો ફર્શ પર એટલા આરામથી ઊંઘ ખેંચતા હોય જાણે વીસ મણની રજાઇ અને એ. સી
ચાલુ કરીને પોતાના ઘરના ઘરમાં સુતા હોય. થાક ન જાણે ટુટી ખાટ.... અહીં તો ખાટ ની
વાત જ નથી.
ફેરીયાઓનો વિશિષ્ટ લહેકા સાથે નો અવાજ,ઉકળતી ચા ની સુગંધ,રેલ્વે એનાઊંસર નો મીઠાસ સભર અવાજ,પ્રવાસન વિભાગનું તુટેલુ બોર્ડ, હમણાં જ આવેલી
ટ્રેનમાંથી સામાન અને બાળકોથી લથબથ ઉતરતા પ્રવાસી. આવા દ્રશ્યો આપનો કુદરતે આપેલો
કેમેરો-- આંખ કંડારી શકે અને પરમ તત્વની કૃપા વાળુ માનસ એ ઝીલી શકે.
આટલું વિચારતાં- વિચારતાં હું પ્લેટફોર્મ ચાર તરફ ચાલ્યો, ખરી મુશ્કેલી હવે ઉભી થઈ. મારે જે ગૃપ સાથે જવાનું હતું એ લીડરજી નો નંબર
લાગતો બંધ થઈ ગયો.માણસો ની ગીચતા અને ખરાખરીના સમયે ઉપયોગમાં ન આવવાની ફોન ની ટેવ
! આજે પણ કામ કરી ગઈ. આખા પ્લેટફોર્મ પર બે-ત્રણ રાઉંડ લગાવી દિધા પણ જેની જરૂરએ ન
મળે....!માણસો હજાર પણ ‘વીર માંગડા’ની વાર્તાની
જેમ આંટા વાળી પાઘડી ન મળે....!
થાકી ને પ્લેટફોર્મ ચાર ના એક બાક્ડા પર બેઠક જમાવી તો સામે
જ ગૃપના સભ્યો ‘લીડરજી’ ની સાથે બેઠા
હતા. હાશ કરીને મિત્રો સાથે હાથ મીલાવ્યા. [ અમદાવાદ થી પાછા ફર્યા હોત તો ઘર થી મોટી- મોટી માથેરાન ની વાતો કરીને નિકળ્યા
એનું શુ થાત??... આ હાશકારો એનો હતો]
દુરાંતો[બે શહેરો વચ્ચે દોડતી નોન સ્ટોપ ટ્રેન ] આવી,મિત્રો થી અલગ ડબ્બામાં સીટ મળી.નીચેની બર્થમળી પણ મારી બાજુમાં છ મિત્રો ‘મરાઠી’ ગૃપ હતું એમની વિનંતી ને માન આપીને હું ઉપર ની
સીટ પર સુવા માટે ચાલ્યો ગયો,છ મિત્રો એક સ્ત્રી મિત્ર હતી, એ બધા મરાઠીમાં વાતો કરતા હતા, પણ એક બીજાની ભરપૂર ઠેકડી
ઊડાડતા હતા એમ લાગ્યું. એમની સ્ત્રી મિત્રે ટુંકાં વસ્ત્રો પહેર્યા હતાં. એમણે થોડીવાર
માં પાનાની રમત રમવાનું શરૂ કર્યું. મને પણ આમંત્રણ આપ્યું. મેં સહર્ષ ના પાડી અજાણ્યાઓ સાથે સહર્ષ વર્તવુ એમાય
રેલ્વેમાં તો ખાસ.....! નહીતર મરાઠાઓ નાનાપાટેકરનાં પિક્ચર જોઇ ને મોટા થયા હોય....
મુસાફરીમાં સચેત રહેવું જોઇ એ. એમાં હું આ ડબ્બામાં ગૃપ થી
દૂર હતો,સેંટ્રલ ઉતરવુ કે પાર્લે ઉતરવુ એ બાબત માં મારું મન સ્પષ્ટ ન હતું, એની પણ ચિંતા હતી.
એટલી ચિંતા માં પણ તંદ્રા આવી ગઈ,’નીંદર ન આવે સખી ત્રણ જણા’ એમાં આજે મારી પણ ગણત્રી થતી
હતી.
બધું સમેસુતરૂ પાર
પડ્યું,પાર્લે આવ્યું ગૃપ સાથે નીચે ઉતરીને થોડી કુલીઓની સાથે રકઝક કરીને ઘણા બધા સામાન સાથે લક્ઝરી[તુટેલી સીટ વાળી
પણ હોય તોય લક્ઝરી, અમારે બસ ઘણી સારી હતી.] બસમાં બારી પાસે
બેઠક લીધી.એક પ્રવાસી તરીકે બારી જ્ઞાન મેળવવા માટે અતિ આવશ્યક. ચંદ્રકાંત બક્ષી બારીને વાતાયન નામ આપતા. એમની વાતાયન
કટાર બહુ વાંચી.
વહેલી સવારનું મુમ્બઈ હજી સુતુ હતું. વરસાદી માહોલમાં બારીના
વિશાળ કાચમાંથી મુમ્બઈના વિવિધ રંગ ઉપસતા હતા.શાંત રસ્તાઓના કારણે અમે થોડીવાર માં
જ શહેરની બહાર આવી ગયા.વૃક્ષોથી ઢંકાયેલા ડુંગર, ઝરમર
વરસતો વરસાદ... પથ્થર હ્રદયવાળાને પણ કાલીદાસ બનાવી દે એવું વાતાવરણ..... વધુ આવતા
અંકે
લક્ઝરી બસ માંથી વિલેપાર્લે સ્ટેશન ની તસ્વીર
વરસાદી માહોલ..હાઇ-વે પરની હોટલ-કુબેર સાથે
જે લક્ઝરી ના બહુ વખાણ કર્યા તે
માથેરાન માં આવતીકાલે પહોચીશુંં..... રહેજો સાથે....






Very Good sir...
ReplyDeleteVery Good sir...
ReplyDeleteDhnyvad KD...
ReplyDeleteVerry good kantilal
ReplyDeleteHarjibhai sir AEK bar padan aavavu chhe
ReplyDelete