જોરડિયાળી શાળા ને અભિનંદન
                                by: કાંતિલાલ રૂપાભાઈ પરમાર
                 



                          આ બ્લોગમાં પખવાડિયા પહેલાં  ‘’માવસરીની મોજ’’ નામે એક લેખ મુક્યો હતો, જેમાં મેં જોરડિયાળી શાળા વિશે થોડી વાતો લખેલી. એ વાતોમાં આજે એક નવું છોગું ઉમેરાયું.
આજે સાડા ચાર વાગ્યા આસપાસ સમાચાર મળ્યા કે જોરડિયાળી શાળાને વાવ તાલુકાની  શ્રેષ્ઠ સ્વચ્છ  શાળા તરીકે પસંદગી થઈ છે.
 જોરડિયાળી શાળા રાજસ્થાન બોર્ડર થી અંદાજિત ચાર સો મીટર ગુજરાતમાં આવેલી છે.જોરડિયાળી લુણી નદીના કિનારે વસેલું ગામ એમ કહીએ તો ચાલે,મીઠાનું બીજુ નામ થાય લુણ અને લુણ ઉપરથી નદીનું નામ પડ્યું હશે લુણી.
સામાન્ય કરતાં વિશાળ મેદાન અને સુંદર બગીચો શાળા ની શોભામાં વધારો કરે છે.પહેલે થી જ સ્થાનિક શિક્ષકો અને બહાર  ના મહેનતુ શિક્ષકો ધરાવતી શાળા એ આ વખતે એક વિશિષ્ટ સિધ્ધિ મેળવી ને એક નવો જ માઈલ સ્ટોન સર કર્યો છે.
 શાળામાં વ્ય્વસ્થિત આયોજન કરીને બનાવેલો બગીચો, પૈસા ખર્ચીને વાવેલી ધ્રો,મેદાનમાં ગોઠવેલા બાળકોંને બેસવાના બાંકડા,અંતરની બાળકોને સમજ પડે એ માટે બનાવેલા માઈલ સ્ટોન... આ બધુ અને વિશેષ જોવું હોય તો આપે જોરડિયાળી શાળાની અચૂક મુલાકાતલેવી જોઈએ.  આપ જે બ્લોગ વાંચી રહ્યા છો એનો મઈન ફોટો જોરડિયાળી શાળાનો છે.
 શાળાના દરેક બિલ્ડીંગને  શિક્ષણ જગતના મહાનુભાવોનાં નામ આપેલા છે, એ આ શાળાની એક વિશેષતા છે,ડૉ. આંબેડકર ભવન, ગીજુભાઈ બધેકા ભવન......
આજ્ઞાંકિત અને સુશીલ બાળકોના ધડતર માં અહીંના શિક્ષક મિત્રો એ કોઈ કસર છોડી નથી.શૈક્ષણિક સિધ્ધિ ઓ માં પણ અહીં ના બાળકો અગ્રેસર રહ્યાં છે.
 શાળાના HTAT  આચાર્યશ્રી જીવરામભાઈ ચૌહાણ, અનુભવી અને વડિલ શ્રી શંકરલાલ  ચૌહાણ,ઘર નજીક હોવાનો ફાયદો શાળાને આપતા ચેલાભાઇ પઢીયાર,હરહમેશાં ખડે પગે રહેતા પ્રભુભાઈ સોઢા,અંગ્રેજીના ખાં સાહેબ અર્જુનભાઇ ખાણમા, નવી નવી પાટા પર ગાડી ચડાવી છે એવા ગોવિંદભાઈ... આ બધાની સાથે-સાથે પ્રવાસી શિક્ષકમિત્રોએ પણ સ્ટાફના રંગે રંગાઇને શાળાને શ્રેષ્ઠ બનાવવામાં પોતાનું ભરપૂર યોગદાન આપેલ છે,
.
આ શુભ પ્રસંગે જોરડિયાળી શાળા પરિવારને અભિનંદન આપતાં ખુશી અને ગર્વ નો અહેસાસ થાય છે. શાળાની ઊતરોતર પ્રગતિ  થાય એવી શુભકામનાઓ.આવી ઉત્કૃષ્ટ શાળા ધરવતા ઝુમખાના  સંયોજક [CRC.CO]રહેવાનો ગર્વ છે.[જોરડિયાળી શાળાના વિશેષ ફોટોગ્રાફ જોવા માટે આપે મારી fb જોવી પડશે.]
જોરડિયાળી શાળાને અભિનંદન આપવાની ઇચ્છા હોય તો ૯૯૨૫૮૨૫૯૩૦ જીવરામ ભાઈ નો નંબર.
                             અભિનંદન આપનાર
                     કાંતિલાલ રૂપાભાઈ પરમાર
                   લખ્યા તારીખ:મંગળવાર, 24 જાન્યુઆરી 2017
                   સમય: સાજે ૬.૨૦

Comments