અક્કલકોટ-કાંતિલાલ રૂપાભાઈ પરમાર 


   મારા માટે દરેક દિવસની શરૂઆત પ્રવાસથી જ થાતી હોય છે.ક્યારેક તો એ પ્રવાસ એટેલો ટૂંકો હોય છે કે ખાટલાથી ફક્ત ન્હાવાના પાટલા  સુધી, જો કે મારી આ વાત તમે માસો નહીં.  જાન હે તો જહાન હે અને જીવ્યા કરતાં જોયું ભલું  એવા સુવાક્યો મારા માટે ગમતાં થઈ ગયા છે.
       4 થી ઓક્ટોબર 2018 થી 8 ઓક્ટોબર 2018 સૌથી મહારાષ્ટ્ર અક્કલકોટના પ્રવાસે જવાનું થયું. એના પછી તરત હજી તો ઊંઘ પણ પૂરી થઈ ના હતીને તરત જ 11 થી 13 ઓક્ટોબર 2018 સુધી કચ્છ નો પ્રવાસ સેલ્ફ ડ્રાઈવ કરીને કર્યો,નવ દિવસમાં  લગભગ 3000 કિમી  નો પ્રવાસ કર્યો. જેમાં 973 કિમી સેલ્ફ ડ્રાઈવ.જ્યાં સુધી શરીરમાં જોમ અને જુસ્સો હોય ત્યાં સુધી ફર્યો એમ કહો તો ચાલે.અને હું તો એમ જ માનું છુ કે પળે પળ નો આ પૃથ્વી પર સદ્પ્યોગ કરવો જોઈએ.
        4થી તારીખે ચોથરનેસડા શાળામાં હતો. અઢીની  રિશેષ પૂરી થઈ એટેલે પગતળી ઉપડી હોય એમ લાગ્યું. આયોજન થાવા લાગ્યા.ગાડીની આસપાસ ચાર વાગતા સુધીમાં તો ચાર આંટા મારી દીધા , છેવટે સાંજે 9 વાગ્યે પાલનપુર આવી ગયો .ગાડીના ડ્રાઇવિંગ વખતે જ અશ્વિનસિંહ સોલંકી જેનાલ , પ્રહલાદભાઈ ગજ્જર  બાવળા , દિગ્વિજય સિંહ ડાભી બોટાદ , અરવિંદ ભાઈ સાચપરા  ગોરજીયા પાલીતાણા ,મહા કવિ પરમ પાલનપુરી ના ફોન આવી ગયા હતા. આ બધા જ મિત્રો મારી સાથે પ્રવાસમાં જોડાવાના હતા અને એ બધા સ્ટેન્ડ બાય હતા, કેટલે આવ્યા અને ક્યારે આવશો એવા ફોન છેક રાત્રે એક વાગ્યા સુધી ચાલુ રહ્યા.
     હવે રાત્રે દસ વાગ્યે  મારા બાળકો પાસેથી વિદાય લીધી, બાળકો જ્યારે નાના હતા ને હું પ્રવાસમાં જતો તો પપ્પા તું આવે ત્યારે મારા માટે એક ખટારો  લેતો આવજે એવિ માગણી કરતા , ણ હવે સાગર-નિલેષ મોટા થઈ એટેલે ફક્ત એટલુ જ પૂછે પપ્પા તું હવે ક્યારે આવીશ? 2009 માં હું ને ભદ્રસિંહ જયપુર ગયેલા રોજ  સાંજે ફોન આવે અને સાગર પૂછે પપ્પા મારે ખટારો લીધો ? હજી જ્યારે પણ ભદ્રસિંહ નો ફોન આવે એટેલે પૂછે ખટારો લાવી દીધો?   ઠીક છે સમય તો સડસડાટ ચાલતો જ રહે છે  આપણે એના પ્રમાણે ચાલીયા એ છીએ કે નહી એ જોવાનું   રહ્યું.
  રાત્રે દસ વાગ્યે આરામ થી એરોમા સર્કલ પહોચ્યા , મારી  સાથે પાલનપુરી અને સોલંકી પાલનપુરથી સાથે હતા , લાંબા પ્રવાસ જૂના મિત્રો સાથે હોય ને એટેલે જરાય એકલું ન  લાગે.એરોમા સર્કલ પર પરમ પાલનપુરીની સ્વરચિત કાવ્ય રચનાઓ માણવાનું ચાલુ કરી દીધું.પરમ પાલનપુરી અને હું અલપઝલપ મળેલા પણ સોલંકી સાથે અઢાર કરતા વધારે સમય નો ઘરોબો. સોલાપુર નામનું વોટ્સ ગ્રૂપ બનાવેલું જેના લીધે એક સાથે બધા જ મિત્રોને જાન કરી શકાય , અમે પાલનપુરથી બહાર નિકયા એવો સંદેશ મૂક્યો એટલે બાકીના મિત્રો એ પણ એમના લોકેશન જણાવ્યા. એ ગમ્યું.અમારી કાવ્ય સાંભળવાની તપસ્યા ફળી થોડીવાર માં જ એક ફોચ્યુનર ગાડી સુરત જવા નીકળી અમે એમાં અમદાવાદ એરપોર્ટ  સુધી લિફ્ટ લઈ લીધી.
 મોટી ઉંમરના ડ્રાઈવર ભાઈ સારા માણસ હતા, એમનું ડ્રાઇવિંગ  સેફ છે એવું દસ જ મિનિટ માં  લાગ્યું.ફોર્ચ્યુનર જેવી દમદાર ગાડીમાં અને એપણ  સસ્તા ભાડે અમે સિદ્ધપુર પાર કરી ને અમદાવાદ પહોચ્યા.
    એરપોર્ટ થી ત્રણ કિમી દૂર ફોર્ચ્યુનરે અમને ઉતાર્યા, હવે મળ્યો અમને કિશોરકુમારના ગીતવાળો રિક્ષાવાળો.બધા રીક્ષા વાળા સો રૂપિયા કહેતા હતા પણ આ ભાઈ ની રીક્ષા બહુ અવાજ કટાઈ હતી એટેલે એ એંસી રૂપિયા માં  એરપોર્ટ આવવા તૈયાર થઈ ગયો  જો કે થોડી રકઝક કરીને અમારે એને મનાવવો પડ્યો.રિક્ષાના ભારી અવાજ અને અમારા ભારી આનંદ સાથે અમે વલ્લભભાઈ પટેલ ઇન્ટર નેશનલ  એરપોર્ટ ના ડોમેસ્ટિક વિભાગ માં પહોચ્યા.
  શરૂઆત સેલ્ફિ  પાડવાથી અને  એજ સેલ્ફિ  વોટ્સ એપ  સ્ટેટ્સ માં  મૂકવાથી કરી.પછી ક્યાં ત્રણ મિત્રો કેટલે પહોચ્યા એના ફોન કરવા ના ચાલુ કર્યા.પ્રહલાદભાઈ તો અમારાય પહેલાં આવીને એરપોર્ટના ગાર્ડનમાં આરામ કરતા હતા.દિગ્વિજય સિંહ એમાં એક  સબંધીના ઘેર ઊંઘ  લેવાના મૂડમાં હતા પણ મે આગ્રહ કરીને બોલાવી લીધા. આવો આવો અહી પરસ કરસું.  એક માત્ર અરવિંદભાઇ સાચપરા ને લકઝરી બસ વાળો આજે સાચા પાડવા નહોતો માગતો, એ છેક એરપોર્ટમાં પ્રેષવાની દસ મિનિટની વાર હતી ત્યારે રીક્ષા વાળા ને આખા દિવસની કમાણી આપીને આવ્યા. પણ  આવ્યા ખરા હો.
       બોર્ડિંગ પાસ કાઢતી વકતે ખૂબ યાદ આવ્યા રામજીભાઇ રોટાતરઅમારા આ પ્રવાસના વડીલ મિત્ર હતા પણ એમને એક ઘેર કામ આવી જવાથી એમની ટિકિટ હોવા છતાં એ વિમાન ની સીટ છેક પૂના સુધી ખાલી રહી.ઘણાય કેતા હોય તમારા વગર શું ખૂણો ખાલી રહેશે? પણ અહી તો છેક પૂના સુધી ખૂણો અને દિલ રામજીભાઇ વિના ખાલી જ રહ્યું. દરેક ફોટા વખતે અને દરેક સારા સ્થળે રામજીભાઇ યાદ આવ્યા.
       સુરક્ષા જવાનો એ અમારા બોર્ડિંગ પાસ અને અમારા ઓળખપત્રો ની ચકાસણી કરી ને અંદર જવા દીધા.બધા જ મિત્રો ની ટિકિટો મે કઢાવી હતી પણ કોઈ કોમ્યુનિકેશન ગેપ ન થવા ના લીધે  બધુ જ સમું સૂતરું પાર પડ્યું.
     એરપોર્ટના બીજા માળે થી સીધા જ વિમાનમાં બેઠા,અમારા છ મિત્રોમાં  મે અગાઉ બે વિમાન પ્રવાસ કરેલા બાકીના પાંચ મિત્રો માટે આ પ્રથમ હવાઈ મુસાફરી હતી.અમે વિમાનમાં પ્રવેશ કર્યો ત્યારે મોટાભાગના મુસાફરો પોતાની જ્ગ્યા લઈ ચૂક્યા હતા. સત્તર નંબર ની આખી લાઇન અમારા માટે ખાલી હતી.
       સીટ પર પહોચીને આખા વિમાન ને મનભરીને જોયું.સામાન મૂકવાની ઉપરની જ્ગ્યા ઉઘાડી હતી એ કોઈ મગરે પોતાનું ડાચું ખૂલું મૂક્યું હોય એવું બિહામણું લાગતું હતું, અધુરામાં પૂરું એ ખુલા મોમાંથી ઠંડા સફેદ ધૂમાડા બહાર આવી રહ્યા અને એ એક અલગ જ પ્રકારનું દ્રશ્ય ખડું થાતું હતું.
  બેસીને તરત સીટ બેલ્ટ ને બાંધ્યો ને પાછો છોડયો, મિત્રોને પણ બાંધ – છોડ બતાવી.કેટલીક સૂચનાઓ વાંચી અને કેટલીક સૂચનાઓ પરિચારિકાઓ એ ઈસારા અને  ઇંગ્લિશ ભાષામાં આપી. એર હોસ્ટેસનું બોલવાનું છૂટું માઇક મજાનું હતું.વિમાન ઊપડતાં પહેલે એને બંને પાઇલોટનો પરિચય આપ્યો.પંચાવન મિનિટ ના આખા પ્રવાસમાં એર હોસ્ટેસો એમના કામમાં ખૂબ વ્યસ્ત રહી.અમારી આ પંચાવન મિનિટમાંથી વિમાન હવા માં તો ફક્ત ત્રીસ- બત્રીસ મિનિટ જ રહ્યું.હવાના પાતળા દબાણના લીધે થોડી કાન ને મુશ્કેલી રહી બાકી પ્રવાસ મજાનો રહ્યો.
 ચાર ને ચાલીસે ઉપડેલું વિમાન પૂના એરપોર્ટ  પર પાંચને ચાલીસ પહેલાં ઉતારી ગયું.વિમાન માંથી ઉતરતાં પહેલાં એર હૉસ્ટેસ સ્પેશિયલ નમસ્તે કહ્યું અને મે પાઇલોટ સાથે શેક હેન્ડ કર્યા.
        નીચે ઉતરીને સૌ પ્રથમ ઐતિહાસિક ભૂમિને નમન કર્યા, પછી મોબાઈલ કાઢી ને લેવરાય એટલી વિમાન સાથે સેલ્ફિઓ લીધી.અરાઈવાલ વિંગ પૂરી થયા પછી મિત્રો એ પોતાનો સામાન પટ્ટા પરથી લીધો બધા બહાર આવ્યા.પોતપોતાના સગા-વ્હાલનાં ને ફોન જા કરી .... પહોચ્યા પૂના
  એરપોર્ટ માંથી બહાર નીકળીને અઢીસો મીટર ચાલ્યા, આ મારો અનુભવ હતો, વાહનો માટે દુનિયાનો મોઘામાં મોઘો વિસ્તાર એટલે એરપોર્ટની બહાર પડેલી ટેકસીઓ , તમે સાચવે ના રહો તો  વિમાન ની ટિકિટ કરતાં આ ટેક્સી વાળા તમારી પાસે થી વધારે રકમ લઈ જાય.ત્રણ –ચાર વર્ષ પહેલાં હું, કેડી અને લગધીર ભાઈ સાહેબ ચેન્નઈ ગયેલા ત્યારનો અનુભવ કામ આવ્યો.
   ગુજરાતનું  પાડોશી રાજ્ય હોવા છતાં પણ મરાઠી માનુષ ને પોતાની  માતૃભાષા ખૂબ વહાલી , બને ત્યાં સુધી એ તમારી સાથે પણ મરાઠીમાં જ  વાત કરે.હિંદીમાં વાત કરે તો પણ એ રીતે વાત કરે કે છાશ ઉપરથી જાણે આશ ઉતારતો હોય!!!
    ત્રણ – ચાર ટેક્સી વાળાઓ સાથે લગ- અલગ  મિત્રો પોત-પોતાની રીતે વાતો કરી, છેવટે ઓનલાઈન એક સાત સીટ વાળી ગાડી મંગાવી.આજ  ગાડીમાં બપોરે બાર વાગ્યા સુધી પૂનાનાં જોવાલાયક સ્થળો જોઈ લેવા એવું નક્કી બધા ગોઠવાયા ગાડીમાં, પરમેશ્વર નામનો યુવાન ચાલક બહુ સારો   માણસ હતો પણ એનેય ક્યારેક – ક્યારેક ચાલાકી કરવાનો જીવ થાતો પણ ગૂગલ ગુરુ એની ભૂલો અમને બતાવી દેતું....વાહ ગૂગલ!!!
              સૌ પ્રથમ અમારી ગાડી પહોચી હલવાઇ દગડું શેઠના ગણપતિજીના મંદિરે.આખા ભારતનાં ગણપતિ મંદિરમાં આ મંદિરનો નંબર આવે.અદભુત બાંધણી અને સુંદર મુર્તિ, ભક્તિમય વાતાવરણ,આ સમયે અમારા મિત્ર દિગ્વિજય સિંહ નો જન્મ દિવસ  બધાયે અહી હેપ્પી બડે  કહ્યો. યેવલા વાળાની મજાની પ્રથમ મરાઠી ચા પીધી, અહી મુંબઈ સમાચાર અને ગુજરાત સમાચાર એવા બે  ગૌજરતી સમાચાર પત્રો સ્ટોલ પર જાઓઈને સુખદ આશ્ચર્ય થયું, પાલનપુરમાં સમાચાર પત્રો વેચતા બૂક સ્ટોલ બંધ થઈ ગયા  એટલે હો!
        પૂના એ પેશ્વાઓ ની રાજધાની અને બાજીરાવ- મસ્તાની ફિલ્મ જોયેલી એટલે નીકળી પડ્યા મસ્તાની મહેલ જોવા, શનિવાર વાડા ની ભવ્યતા જોઈને પેશ્વાઓની  શક્તિનો ખ્યાલ આવતો હતો.  ભારતના સૌથી બહાદુર લડવૈયાઓમાં બાજીરાવનું નામ આવે પાણીપતનું ત્રીજું યુદ્ધ જો પેશ્વાઓ જીતી ગયા હોત  તો અંગ્રેજોએ ભારતમાં રાજ કરવાનાં  સપના જોવા પડોત. આ યુદ્ધ હારતાં પેશ્વાઓએ પાણી પણ ગુમાવ્યું અને પત પણ ગઈ!!
  આજે એકલા પૂના શહેરમાં સાત યુનિવર્સિટીઓ આવેલી છે ,જોતાં પૂના વિદ્યા ધામ કહેવાય.બીજી પૂના ની વિશેષતા મને એ ગમી એ આખું શહેર હરિયાળું, એમાય મોટાભાગનાં  વૃક્ષો સો વર્ષ કરતાં વધુ સમયનાં , શનિવાર વાડા જોઈને અમારી ગાડી ચાલી પાતાળેસ્વર મહાદેવ .... જ્યારથી વિમાનનું બુકિંગ કરાવ્યુ ને ત્યારથી પૂના વિષે વાંચવાનું ચાલુ કરી દીધું હતું. એટલે એટલી  તો ખબર જ હતી કે પૂના માં શું જોવા જેવુ છે. ઈસવીસન ની આઠમી સદીમાં એક ટેકરીને કોતરીને આ મંદિર બનાવવામાં આવ્યું છે.બારસો વર્ષ પહેલાની હાથે કોતરીને બનાવેલી જગ્યા જોવાનો લ્હાવો અનેરો હતો.
       પૂનાનું  છેલ્લું  અમારા માટેનું જોવા લાયક સ્થળ આગાખાન પેલેસ આ મહેલ જોતાં ખ્યાલ આવ્યો કે મકાનના બાંધકામ કરતાં બગીચા માટે વધારે ધ્યાન આપવામાં આવ્યું હતું. મહેલ ની મુખ્ય વિશેષતા એ હતી એમાં મહાત્મા ગાંધીજી ને નજરકેદ રાખવામાં આવ્યા હતા, બીજી વિશેષતા એ હતી કે આ મહેલમાં બે મહાન વ્યક્તિઓ અવસાન પામી હતી, મની  સમાધિઓ મહેલના પાછળના ભાગમાં આવેલી છે .એમાં એક હતાં મહાત્મા ગાંધીજીનાં  ધર્મપત્ની કસ્તુરબા અને બીજા હતા ગાંધીજીના પડછાયા મહાદેવ ભાઈ દેસાઇ.
    મારી દ્રષ્ટિ એ આ મહેલ ની સૌથી અગત્ય ની વિશેષતાતો  બાકી છે......  મોહનદાસ કરમચંદ ગાંધી  મહેલમાં  ઉપવાસ કરેલા , ઉપવાસ ડૉ. બાબા સાહેબ આંબેડકર ને સમજાવવા માટેના હતા , ભારત રત્ન બાબા સાહેબ ને દલિતો ની ચિંતા કે જો આઝાદી મળ્યા જો આટલી ને આટલી  દલિતો પ્રત્યે ભેદભાવની ભાવના રહી તો એમના માટે આ દેશમાં રહેવું દુષ્કર થઈ જાશે , માટે બાબા સાહેબ આંબેડકર જી એ ગોળમેજી પરિષદમાં કેટલીક સ્પેશિયલ માગણીઓ કરી.પૂજ્ય ગાંધીજી ને એમ લાગ્યું કે જો આ વિશેષ માગણીઓ અંગ્રેજો સ્વીકારી લેશે તો હિન્દુ ધર્મનો નો એક મોટો ભાગ  જુદો પડી જાશે અને બંને વચ્ચેની ખાઈ વધતી જાશે.ગાંધીજીએ સામાજિક સમાનતા લાવવા માટે જીવન ભર પ્રયાસ કર્યા.એમના સાબરમતી આશ્રમમાં એમણે   સૌ પ્રથમ એક અનુસુચિત જાતિના બઢીયા ભાઈને રેંટિયા કાંતતા શીખવા માટે લાવ્યા , સો વર્ષ પહેલાં એટલેકે 1919 આસપાસ  , વાત ની ખબર આશ્રમને ભંડોળ પૂરું પાડનારાઓને પડી. આશ્રમ માટે દાન આવતું બંધ થઈ ગયું. ગાંધીજી એ કહ્યું કે દાન આપવું હોય તો આપો બાકી  બઢીયા ભાઈ તો અહીં જ રહેશે.સામાજિક સમાનતા નાં આ પ્રયાસ માટે ગાંધી આશ્રમ અને ગાંધીજી એ ઘણું સહન કરવું પડ્યું હતું.
     ગાંધીજી એ આગાખન પેલેસ માં ઉપવાસ એટલા માટે નહોતા કર્યા  કે દલિતોને વધારે  મળી રહ્યું  છે ? પણ ભારત માં આવતીકાલે પણ  એકતા જળવાઈ રહે એ માટે એમણે  આમરણાંત  ઉપવાસ કર્યા હતા.આ ઉપવાસ ની વાત સાંભળીને ડૉ. આંબેડકર જી ગાંધીજીને આગાખન પેલેસમાં મળવા ગયા , ત્યાં પૂના કરાર થયો.ગાંધીજી અને આંબેડકરજી બંને મહાનુભાવોને નમન,એમણે  દેશની આવતીકાલને એમની આંખો થી જોઈ હતી.આજે જે દેશ ની એકતા દેખાઈ રહી છે, જેનાં મીઠાં ફળ આપણે ચાખી રહ્યા છીએ એ એમના શુભ પ્ર્યાસોના લીધે.
  કસ્તુરબા અને મહાદેવભાઇ ની સમાધિઓને નમન કરીને બહાર નીકળ્યા. બગીચામાં ભરપૂર ફોટા પાડ્યા. અહીં અમે અમારી ગાડી છોડી દીધી ને brts  નાં હવાલે થયા, આખીરાત નો ઉજાગરો અને તરત  આવતી બસ અને જે બસ આવતી હતી તે ચિક્કાર ભરેલી , એટલો બધો થાક લાગ્યો ને કે બસ સ્ટેન્ડ માં જ ઊંઘના જોકા આવતાં હતાં, માંડ કરીને સ્વાર ગેટ પહોચ્યા, ત્યાં એક ગુજરાતી હોટલ શોધીને ભરપેટ જમ્યા, પાછી ગુજરાતી થાળી.
   ત્યાથી એક વાગ્યે બસમાં બેસીને સોલાપુર પાસે આવેલા અક્કલકોટ માં રાત્રે નવ વાગ્યે પહોચ્યા.  વટવૃક્ષ સ્વામીજી  મંદિરની સામે છત્રપતિ શિવાજી મહારાજ નું ભવ્ય સ્ટેચ્યું જોઈને બધો થાક ઉતરી ગયો.રંગ- બેરંગી ફુવારા અને તોપની નજીક જાણે સાચા સૈનિક ઊભા હોય એવું દ્રશ્ય દેખાતું હતું.એની સામેના ભાગે તામ્ર પત્રો પર દોરેલા ચિત્રો નું મ્યૂજિયમ  જોવાની મજા આવી ગઈ.એટલા માં ત્યાં ડો. ભાવેશ ભાઈ અને ચેતન ભાઈ પણ પરિવાર સાથે દેખાયા. અમારે ઉતારે પહોચી ને આરામથી આરામ કર્યો.
    સવારે એટલેકે 6 ઓકટોબરે  નેશનલ લેવલ અજયુકેસન ઇનોવેશન કોન્ફરન્સ  નું ધમાકેદાર ઉદ્ધાટન થયું.સૌથી પ્રથમ ભાષણ માં ડૉ. ભાવેશ ભાઈ પંડ્યા છવાઈ ગયા ખૂબ શાબાશી અને તાળીઓ મેળવી.ચેતનભાઈ અને સાવલિયા સંકેતજી એ પણ ગુજરાતના રૂતબાને અનુરૂપ ભાષણ કર્યા
    વટવૃક્ષ સ્વામી સંસ્થાનના વહીવટદાર નાં હાથે દીપ પ્રાગટ્ય થયું પછી ડૉ. ભાવેશભાઈ પંડ્યા ને સર એવોર્ડ[સ્ટેટ ઇનોવેશન અને રિસર્ચ ફાઉન્ડેશન સોલાપુર – મહારાષ્ટ્ર ] થી નવાજવામાં આવ્યા, ક્ષણ આખા ગુજરાત માટે ગૌરવ અપાવે એટલી ભવ્ય હતી.અમને પણ  હર્ષ અને આનંદ ની લાગણીઓ થઈ .
  શનિવારે સાંજે ડૉ.ભાવેશભાઈ અને ચેતન ભાઈ પરિવાર સાથે વિમાન માર્ગે અમદાવાદ પરત ફર્યા અને એ લોકો જે નવી નક્કોર જેસ્ટ ગાડી અને ડ્રાઈવર અમારા માટે મૂકીને ગયાં  જે રવિવારે સાજે અમારે ઘેર  પરત ફરવા માટે કામ આવવાની હતી
  રવિવારના દિવસે અમારું છ મિત્રોનું શિલ્ડ અને પ્રમાણપત્ર સાથે સ્ટેજ પર સન્માન થયું, સ્ટેજ પર જેટલા મહેમાન હતાં એ બધા ઊભા થઈને અમને સ્ટેન્ડિંગ સન્માન આપ્યું.બાળા સાહેબ વાઘ અને સિદ્ધરામ મસાલે સાહેબે અમારી બહુ કેર લીધી.અમારું સનું સતત એબીપી અસ્મિતા ચેનલ પર જીવંત પ્રસારણ થાતું હતું.હોલમાં  પણ વિશાળ પડદા પર પ્રસારણ થાતું હતું.બે દિવસમાં ઘણું જોવા અને શીખવા મળ્યું.નવી ભાષાને નજીક થી આત્મશાત કરવાનો મોકો મળ્યો.
..

અકાલકોટ સોલાપુરથી ચાલીસ કિમી દૂર આવેલું છે.શહેરની ની વચ્ચે જૂનો રાજ વડો આવેલો છે . રવિવારે સવારે વહેલો જાગીને પરમ અને સોલંકી સાથે ફરવા નીકળી ગયો. જૂનો રાજવાડો જોઈને ઘણા બધા ફોટા લીધા પછી  દિગ્વિજય જી અને સંકેત ભાઈ તથા પ્રહલાદભાઈ યાદ આવ્યા કે આટલું સુંદર  સ્થળ એ લોકો જોયા વગર રહી જાશે,એમાંને ફોન કરીને બોલાવ્યા અને અમે રીક્ષા કરીને નવા રાજવાડા એ પહોચ્યા.આખા પ્રવાસનો થાક ઉતારી જાણે એવો મસ્ત મહેલ હતો, હથિયારો , રાજાઓ એ શિકાર કરેલ પ્રાણીઓના સાચવી રાખેલા શરીર , પ્રાચીન ફળ, મોતી  વગેરે જોવાની ખૂબ મજા આવી, અક્કલકોટનો મહેલ ન જોયો હોટને તો આ પ્રવાસ અધૂરો રહી જાત, 

  લોકેશ ચૌરાવાર જેવા વૈજ્ઞાનિક ક્ક્ષાના મિત્રો મળ્યા , બહુ આનંદ અને ખુશી સાથે ડૉ. ભાવેશભાઈ ની ગાડીમાં ઘેર આવવા માટે મુસાફરી ચાલુ કરી.દિગ્વિજય સિંહ અને પ્રહલાદભાઈને બસમાં બેસાડયા અને હું,અરવિંદભાઇ, પરમ પાલનપુરી, અશ્વિનસિંહ અને અમારો સારથિ, લાડકો ડ્રાઈવર ધવલ રાયકા નીકળી પડ્યા ગુજરાત તરફ.
  સોલાપુર અને પૂના ક્યારેય નીકળી ગયા ખબર પણ નાં પડી.શેરડીના ખેતરો અને ઉડતા પંખીઓ, ડુંગર અને ખડકો એટલુ પાર કરતાં તો આવી ગયો સિક્સ લેન ,સવારે સાડા નવ વાગ્યે આખી રાત નોન સ્ટોપ ડ્રાઈવ કરીને પહોચ્યા અમદાવાદ .
  અમદાવાદ માં આવીને એરપોર્ટ પાસેથી ગાડી નીકળી એટેલે એક વિમાન ઊતરવાની તૈયારીમાં હતો એનો ફોટો પાડ્યો............ જય ભારત.........
                                          લેખન : કાંતિલાલ રૂપાભાઈ પરમાર
                                                       9429120294         


Comments

  1. વાહ કાન્તિભાઈ,ફરીથી સોલાપુરનો પ્રવાસ કરાવ્યો.અદ્ભુત..🙏🙏

    ReplyDelete
    Replies
    1. આપના જેવા મિત્રો હોય તો લખવામાં શું બાકી રહે.. આભાર

      Delete
  2. રામજી ભાઈ તમારી ગેરહાજરીમાં અમને તમે બહુ યાદ આવ્યા...

    ReplyDelete
  3. અમે જાણે સાથે પ્રવાસ કરતા હોઈએ એવું લાગ્યું...મજા આવી...અદ્ભૂત પ્રવાસ વર્ણન

    ReplyDelete
    Replies
    1. લેખક ની મૂડી વાચકો, આપ તો લાગણી વાળા મિત્ર....

      Delete
  4. bhai ..bhai.
    ખૂબ ખૂબ અભિનંદન
    સરસ કામ કર્યૂ તમે.....

    ReplyDelete

Post a Comment