માનવ જીવનનો પોષક- ખેડૂત
લેખક: કાંતિલાલ રૂપાભાઇ પરમાર
આજે ઘણા દિવસે ખેતર તરફ જવાનો વિચાર આવ્યો, અને થોડીવાર માં એને અમલ માં પણ મુકી દીધો.ત્રણ વર્ષ પહેલાંનાં અને આજના ખેતરોનાં દ્ર્શ્યોમાં જમીન આસમાનનો ફર્ક જોવા મળે છે.છે.[ખાસ કરીને મારા વિસ્તાર વાવ ની વાત છે હો]
લેખક: કાંતિલાલ રૂપાભાઇ પરમાર
આજે ઘણા દિવસે ખેતર તરફ જવાનો વિચાર આવ્યો, અને થોડીવાર માં એને અમલ માં પણ મુકી દીધો.ત્રણ વર્ષ પહેલાંનાં અને આજના ખેતરોનાં દ્ર્શ્યોમાં જમીન આસમાનનો ફર્ક જોવા મળે છે.છે.[ખાસ કરીને મારા વિસ્તાર વાવ ની વાત છે હો]
ચોમાસા સિવાયના દિવસોમાં ખેતરો સુકાં ભઠ્ઠ
હોતાં, એટલે ગમેતે ખેતર માં ગમે તે દિશામાં
જઈ શકાતું, ખેતરો માં માણસ તો ભાગ્યેજ જોવા મળતું. શિયાળા માં દશ માં થી એકાદ ખેતરમાં જીરા નો પાક ઢેકુડે નાખી ને કરવા
માં આવતો. આ ઢેકુડી શબ્દ આપના માટે શબ્દકોષ બહાર નો હશે. આર્કિમીડીઝ પહેલાં જો આ વિસ્તાર માં ઢેકુડી થતી હોય તો
ઉચ્ચાલના સિધ્ધાંત નો જશ યુરોપ વાળા ખોટો ખાટે છે.
ઢેકુડીનું શબ્દચિત્ર આલેખવામાં મને કદાચ થોડી તકલીફ પડી શકે પણ મને વિશ્વાસ છે
કે આપ સમજી શક્શો.જે જમીનમાંપાણીના તળ બહુ ઊંડા ના હોય
ત્યાં ઢેકુડી સક્શેશ.અંદાજીત દશ ફૂટ કરતાં કમ ઊંડાઈ નો કુવો
ખોદવામાં આવે, એને અમારા વિસ્તારમાં ‘વેરી’ કહેવામાં આવે. વેરીના કિનારે અધી-ત્રણ ફૂટના અંતરે બે ફૂટ –ફૂટના
ખાડા ખોદવામાં આવે,તેમાં પાંચેક ફૂટના બે લકડાં ઊભાં ફીટ
કરવામાં આવે. લકડાંના ઊપરના ભાગ માં ખાંચા રાખવામાં આવે Ψ .
આ બંને લકડાં ની વચ્ચે દશેક ફૂટ લામ્બો લાકડાનો ડંગૂરો ઊભો ગોઠવવામાં આવે,જે એકસોએંશી અંશના ખુણે હલન-ચલન કરી શકે.ડંગૂરાના નીચેના
છેડે છાણ- માટી ચોટાડીને વજનદાર બનાવવા માં આવે.
આ થઈ ગઈ ઢેકુડી તૈયાર,ડંગૂરાને આગળની બાજુ
નમાવી એ એટ્લે એ વેરીમાં નમે અને એના આગળના છેડે બે એક ફૂટની દોરી થી બાંધેલા
ડ્ડ્બ્બામાં પાણી ભરાય. છાણ-માટીના વજનના લીધે પાણી ભરેલો ડ્ડ્બ્બો ઓછી શક્તિએ
બહાર આવે.
આમ
એક જ વ્યક્તિ જાતે મહેનત કરીને અડધો કિલ્લા જીરા માથી ચાર મહિના માં પંદર કિલ્લો જીરા
નું ઊત્પાદન કરી શક્તો.
ગામડા માં બળદની જોડી ધરાવનાર વ્યક્તિ કોષથી જીરાનું વાવેતર કરતો આમાં કોષ
ખેચવા માટે બળદ નો ઊપયોગ થતો. હું જ્યારે છ્ઠ્ઠા ધોરણ માં ભણતો હતો ત્યારે મારા
મામા ના ગામ ચોટીલમાં અમે કોષથી જીરૂ કરેલું. સાંજે પાંચ વાગ્યે હું ટડાવ થી ચાલીને
ચોટીલ પહોચતો ત્યારે મારા પિતાજી કોષ જોડીને તૈયાર રાખતા,હું સિધો પાણત કરવા માટે જીરાના ક્યારામાં ચાલ્યો જતો.
શિયાળાની રાત વહેલી પડી જતી. રોઝ[નીલ ગાય] ન આવે એ માટે જાગવું પડતું એ
જાગવાનો સદ્પ્યોગ મારા લેશન અને વાંચન માં થતો.મારા પિતાજી ની સાથે સતત ચાર મહિના રહેવાનો સમય મારા માટે
ઉત્કૃષ્ટ હતો.
ચોટીલ
થી મારી સાથે ચાલીને ટડાવ અભ્યાસ અર્થે આવવા વાળા માં ઠાકરશી દેસાઈ, કુંવરશી પટેલ,જોરા ઠાકોર, વશરામ,છગન પથ્થર વાળા રસ્તા પર અમે બધા સાથે ચાલતા.
હવે
તો જુની વાતો લોકોના માનસમાં રહી ગઈ છે, નર્મદાના નીરે વાવ ની તસ્વીર બદલી નાખી છે. બારેમાસ લીલાછમ ખેતરો, જુદા-જુદા પાક,ખેતરો માં રાત્રે પણ સુર્ય પ્રકાશ થી
થતી લાઈટ.એ લાઈટનો વિવિધ ઊપયોગ કરી ને મેમરી ભરીને આખી રાત વગતાં ચાર બંગડી વાળી ગાડીનાં
ગીત.
ખેડૂતો
માટે હજી સરકારે ઘણું બધું કરવા જેવા કામ બાકી છે. સરકારી કર્મચારીઓને તો જરાક વાંકુ
પડે એટલે તરત બાંયો ચડાવે પણ ખેડૂતની વ્યવ્સ્થિત વાત સરકારના કાને પહોચી શક્તી નથી.
બે દિવસ પહેલા થરાદ તાલુકાના ઊંદરાણા ગામે
જવાનું થયું હતું,ત્યાં ના ખેડૂત ચેલાભાઈએઘણી બધી
વાતો કરી એમણેકહ્યુંકે આવી ઠંડી માં પાણીના બોર ની લાઈટ સાંજે પાંચથી સવારના પાંચ આવે
છે, મતલબ કે આખી શિયાળાની રાત પાણત કરવાનું......!!!!ખેડૂત માટે
ઘણી સારી- સારી યોજનાઓ ચાલે છે પણ દરેક સુધી એ પહોચે છે?? જગત નો તાત ગૌરવભેર જીવી શકે એવી શુભકામનાઓ.
લેખક: કાંતિલાલ રૂપાભાઇ
પરમાર
મો. ૯૫૮૬૫૩૭૫૬૫/૯૪૨૯૧૨૦૨૯૪
લખ્યા તારીખ:શુક્રવાર, 20 જાન્યુઆરી 2017


Comments
Post a Comment