હરીપુરા શાળા માં પ્રજાસત્તાક દિનની ઉજવણી
આજ રોજ હરીપુરા શાળા માં અડસઠમાં પ્રજાસત્તાક્દિનની ઉજવણી શાનદાર રીતે કરવામાં આવી. હરીપુરા શાળાની સ્થાપના ૧૯૫૫ માં કરવામાં આવી છે એ પછી શાળા એ ઘણા પ્રજાસત્તાકદિન જોયા હશે પણ આજનો દિન બહુ નીરળો હતો.
આજ રોજ હરીપુરા શાળા માં અડસઠમાં પ્રજાસત્તાક્દિનની ઉજવણી શાનદાર રીતે કરવામાં આવી. હરીપુરા શાળાની સ્થાપના ૧૯૫૫ માં કરવામાં આવી છે એ પછી શાળા એ ઘણા પ્રજાસત્તાકદિન જોયા હશે પણ આજનો દિન બહુ નીરળો હતો.
આજે
ગામની દિકરી સંતોકબેન તળસાજી ચૌધરીના હસ્તે ધ્વજવંદન વિધિ કરવામાં આવી સાથે એસ.એમ.સી.ના
અધ્ય્ક્ષ શ્રી જોગાભાઇ લાધાજી રહ્યા. સર્વે ગ્રામજનોએ
ઉત્સાહ અને ઉમંગથી આ કાર્યક્રમમાં ભાગ લીધો.
બાળકો વહેલી સવારે જાગીને ગામના જાહેર રસ્તાઓ
પર સુત્રોચાર સાથે પ્રભાતફેરી કાઢી. આચાર્યશ્રી
કિરણભાઇ અને સ્ટાફમિત્રો પણ જોડાયા.
છેલ્લા
પાંચ વર્ષથી શાળા ગુનોત્સવમાં A ગ્રેડ લાવે છે, ખેલમહાકુમ્ભમાં રાજ્ય લેવલ
સુધી બાળકો ભાગ લે છે. જે ગૌરવની બાબત છે.
આ શાળાના વિદ્યાર્થી સાગરભાઇ અને નિલેશભાઇ ચેસમાં અને મમતાબેન યોગમાં ભાગ લે છે.
જિતુભાઇ ચોથરનેસડા વાળા ઉત્સાહી શિક્ષક શ્રી ખો-ખો-ની રમતમાં બાળકો ને તૈયાર કરે છે અને જિલ્લા સુધી બાળકો ને ભાગ લેતાં
કર્યા છે જે બદલ આજે એમનું શાલ થી સન્માન કરવામાં આવ્યું.
આ શાળાના શિક્ષિકા ભુમિકાબેન ને બાળિકાઓને
રાશ નો દ્રેસ લાવી દીધો. જે બદલ એમનું પણ સન્માન કરવામાં આવ્યું.અંકિતબેન,ગીતબેન
અને અનુભવી શિક્ષક રઘુભાઈ પણ આ શાળાને પ્રગતિના પંથે લઈ જવા માટે પોતાના થી થતા ભરપૂર
પ્રયાસ કરે છે.
શાળાની ઉત્સાહી એસ.એમ.સી. અને ગ્રામજનો
પણ અભિનંદનના અધિકારી છે.આજે શાળા માં આવનાર મહત્તમ લોકો એ પોતાને યથા શક્તિ દાન આપ્યું.
ઠાકરભાઈ ઉદાજી એ બાળકોને એક પ્રવાસ પોતાના ખર્ચે કરી આપવાની જાહેરાત કરી.શાળા પરિવાર ની પ્રગતિ થાય એવી શુભકામનાઓ.
૧૯૮૦ ની આસપાસ હું પહેલા ધોરણમાં ભણતો
હતો ત્યારે અને આ સમયે શાળા વાતવરણ જમીન આસમાનનો ફર્ક છે. એવા સમયે પણ જો અમારી પ્રગતિ
થઈ હોય તો આતો સોનેરે સમય છે... પ્રગતિ કેમ ના થાય??
ગ્રામજનો
ની શુભલાગણીઓ બની રહે એવી શુભકમનાઓ સાથે..
જય જય ગરવી ગુજરાત
જય ભારત
લેખક: કાંતિલાલ રૂપાભાઈ પરમાર
લખ્યા
તારીખ:ગુરુવાર, 26 જાન્યુઆરી 2017
સમય:
બપોરે ૧૨.૫૮
એસ.એમ.સી. અધ્યક્ષ જોગાભાઇ સાથે
ગ્રામજનો
સ્વાગતગીત રજુકરતી શાળાની બાલિકાઓ
ઇંગ્લીશ માં સ્પીચ આપતો હરેશ હેમાણી
સાગર /નીલેશ અને સંજય સાથે એના મિત્રો નો ડાંસ
સિંહ અને સસલું
મોળો મંગળવાર
જય હો















Comments
Post a Comment