ધીણોધરનો પ્રવાસ  ભાગ ૩
                                      લેખક: કાંતિલાલ રૂપાભાઈ પરમાર



                            હેલ્લો ફ્રેંડ... જલ્સા માં છો ને. .. તૈયાર છો ધીણોધર આવવા માટે.. ચાલો થઈ  જાઓ સાબદા..
ગઈ કાલે આપણે ખૂબ થાકેલા હતા અને એક ખેતર માં હતા બરાબર ને. કચ્છના ખેડૂ ની દિલાવરી મારા મન માં કાયમી અંકિત થઈ ગઈ ખેડૂએ બીજો મોટો ઊપકાર એ કર્યો કે એમના એક માણસને અમારી સાથે મુક્યો અને કહ્યું કે આછેરો  ધીણોધર દેખાય ત્યાં સુધી મુકી આવ. અમારી સાથે વળાવિયા તરીકે આવનાર વ્યક્તિ ક્યારેય વાહન માં બેઠી ન હતી,એ માણસ લગભગ અઢાર થી બાવીસ કિમિ સુધી અમને મુકવા માટે આવ્યો... એ ત્યારે જ પાછો વળ્યો જ્યારે અમને ધીણોધર દેખાવા લાગ્યો.
હવે અમને ધીણોધર દેખાવા લાગ્યો હતો, સુરજ ધીણોધરની  પાછળ જવાથી પહાડ અમને બહુ મોટો દેખાતો હતો. ઓહો તને પગે ચાલીને જોવાના કેટલા અભરખા  હતા જે આજે પૂરા થયા.હજી એસ્કોટ વિના ચાલવાનું હતું હો.. અને અમે પુરી તાકાત સાથે ધીણોધર તરફ પગ ઊપાડયા..
        દિવસ આથમી ગયા ને થોડા સમય પછી અમે તળેટીમાં પહોચ્યા. અહીં એક્માત્ર ધર્મશાળા આવેલી હતી.એના સંચાલક ને અમે વિનંતી કરી એમણે કહ્યું અહીં જમવાની વ્યવસ્થા નથી આપ રાતભર સુઇ શકો.આખા દિવસ નો થાક છતાં પણ ધીણોધર મેળવવાના આનંદ ના લીધે અમે ભુખ્યા પેટે ઘસઘસાટ સુઈ ગયા.ઊંઘ તો આવી પણ મને અત્યાર સુધીમાં ક્યારેય ન કરડ્યા એટલા માંકડ અને ચાંચડ કરડ્યાં, એ શરીરનો ચચરાટ હું આજ સુધી ભુલી શક્યો નથી.
વહેલા નહી તો મોડા પણ નહી એ સમયે અમે જાગ્યા.નિત્યક્રમ પતાવી ને અમે સંચાલક ને વાત કરી કે અમારે  ધીણોધર ઉપર ચડ્વું છે....... એમણે અમને બે રસ્તાની વાત કરી કે આપ અત્યારે પહાડની પૂર્વ દિશા એ છો, તો સામે ની સાઈડ મતલબ કે પશ્ચિમ બાજુ પાકા સિમેંન્ટ ના પગથિયાં બનાવેલાં છે, જે આપ ને સરળ રહેશે અને આ બાજુ રસ્તા વગર ઊજ્જ્ડ અને સિધ્ધુ ચઢાણ. અમે તરત જ જહેરાત કરી કે સરળ રસ્તો તો અમે પહેલે થી પસંદ કર્યો જ નથી, એટલે અમારો એકમાત્ર વિકલ્પ સિધ્ધુ ચઢાણ જ હતો.
અમે ધીણોધર ને પ્રણામ કરીને ઊપર ચઢવાનું ચાલુ કર્યું. પર્વત મને બીજ આકારનો લાગ્યો. ચોમાસાના દિવસોમાં અહીં પાણી વહેતું હશે એવુ લાગતું હતું. વૃક્ષો નું પ્રમાણ બહુ ઓછુ હતું પણ અમારા રસ્તા વાળા ભાગમાં થોડાં વૃક્ષો હતાં.
અગિયાર વાગ્યા આસપાસ અમે ધીણોધર ને સર કર્યો.આજે સત્યાવીસ વર્ષે પણ આટલા સંસ્મરણો તાજા એટલે આપ સમજી શકો છો કે એ દિવસે ખુશી કેટલી હશે???
હજી ખુશી ની એક પળ ઓર બાકી હતી, અમને મંદિરની નજીક આવતા જોઈને પુજારી એ બાવા  હિંદી માં પુછ્યુ કે બચ્ચાઓ પગથિયાં ચડીને આવ્યા, અમે કહ્યું ના બાપુ. એમણે કહ્યું હાશ.. સારુ થયું હો નહિતર ગજબ થઈ જાત... પછી એમણે વિગતે વાત કરી કે આજે સવારથીજ એક દીપડી ગુસ્સે થઈ ને પગથિયાં પર બેઠી છે, કેમકે એનું બચ્ચું  પગથિયાં પાસેના કુવામાં પડી ગયું છે, એ બહુ ગુસ્સામાં છે જો તમે એ બાજુ આવ્યા હોત તો જરૂર તમારા પર એ હુમલો કરી  નાખ્યો હોત.
અમે મનોમન પરમત્ત્વ નો આભાર માન્યો.મહાન સંત ધોરમનાથ જીની તપોભૂમીને નમન કરીને અમે ધન્યતા અનુભવી.આ બે વર્ષના સમય ગાળાને ખૂબ માણયો.હું મારી જાત ને આ શુભ અનુભવો મેળવવા બદલ ખુશ  નસીબ માનુ છું.આપ આટલો સમય મારી સાથે સાથે ચાલ્યા એ બદલ આપ્નો આભાર, અભિપ્રાય આપશો તો ખુબ ગમશે.આપના માં રહેલા પરમ તત્વ ને મારા નમસ્કાર. ફિર મિલેંગે.
               લેખક: કાંતિલાલ રૂપાભાઈ  પરમાર
મ.   ૯૫૮૬૫૩૭૫૬૫     .૯૪૨૯૧૨૦૨૯૪
લખ્યા તારીખ:ગુરુવાર, 19 જાન્યુઆરી 2017

Comments