प्रजस्ताक दिन कि शुभकामनाए




વહાલા દેશવાસીઓ,
       લોકશાહીના  શ્રેષ્ઠ દિવસે આપને નમસ્કાર કરતાં આનંદની લાગણી અનુભવુ છું. બ્લોગના માધ્યમથી થોડી હર્ષો-ઊર્મીઓ આપના શુધી પહોચાડું છુ.
        આજના શુભ દિન થી આપણે  સ્વતંત્રતાનો ખરા અર્થમાં અનુભવ કરતા થયા. પ્રજાના હાથ માં સત્તા.એકવીસમી સદી  સુધીની માનવ સભ્યતાની સફરમાં લોકશાહી શાસન વ્યવસ્થાએ શ્રેષ્ઠ  શાસન પ્રણાલી છે.ખામીઓ છે પણ એની સામે ખુબીઓ વધી જાય છે અથવા તો એમ કહી શકાય કે એની અવેજી બીજી કોઈ પ્રણાલી નથી.
       મારી દ્રષ્ટીએ દેશની મુશ્કેલી એ છે કે દેશ-ભક્તિ  પાઠ્યપુસ્તકોમાં રહી ગઈ અને શિક્ષણ પાઠ્યપુસ્તકોની બહાર ન નિકળી શક્યું.આ બન્ને કામ સુપેરે પાર પદ્યાં હોત તો દેશની પ્રગતિ છે એનાથી વિશેષ હોત.
     આવનારા દિવસોમાં લોકશાહી ખુબ ફળે-ફુલે, આપની શુભભાવનાઓ નવી ઊંચાઈએ સર કરે..
                                 જય ભારત
                      જય જય ગરવી ગુજરાત
                   રાષ્ટ્રને નમન: કાંતિલાલ રૂપાભાઈ પરમાર
    

Comments