માથેરાન ભાગ ૨
લેખન: કાંતિલાલ હેમાણી
આપ સર્વે વાચક મિત્રોની ધીરજ ને ધન્યવાદ..
ચલો આગે ચલતે હે... ચલના હી તો જિદંગી હે , હાઇ-વે હોટેલ પરની કુબેર ની મુર્તિ પાસે સેલ્ફી લઇને વરસાદી ઠંડીમાં બહુ વખાણેલી લક્ઝરીમાં બેસીને માથેરાન તરફ પ્રયાણ કર્યું. વાતાવરણની અસરના લીધે
રસ્તાઓ પર વાહનોની અવર-જવર ઓછી હતી. ધારણા પ્રમાણે પહાડના શરૂઆતના ભાગમાં બસ માંથી અમે નીચે ઊતર્યા.
અહીંથી પહાડનો ઢોળાવ ચાલુ થતો હતો,હવે અમારો પ્રવાસ પાંચ-છ ના જૂથમાં સી.એન.જી. ટેક્ષીઓ માં થવાનો હતો. આપણે
વાવ વાળાઓ પાછા તો પડી એ નહી.લગભગ પ્રથમ ગાડીમાં આગળની સીટ માં બેઠક લીધી. વિશાળ વિન્ડ
સ્ક્રીન માંથી પર્વતોના ઢોળાવનું સૌંદર્ય માણવાનું શરૂ થયુ.
મારા એક સાથી મિત્રે મરાઠી ચાલક સાથે બિહામણી વાતો ચાલુ કરી...
મરાઠી આવડે નહી અને હિન્દી ફાવે નહી એવી એમની
હાલત.’ બાપુ આજતક કિતને એક્સિડંટ કિયે..?? ચાલકનો જવાબ હતો આપ શાંતિસર બેસો,આપ બોલો છો એનાથી સારુ ગુજરાતી મને આવડે..... સોપો.....
વહેતાં ઝરણા, સડ્સડાટ સામેથી આવતાં સાધન આ બધા માં મારું મન તો માવસરીની પેલી બાજુ આવેલ
મંડાલી- રાજસ્થાનના રણનાં દ્રશ્યો સાથે સતત સરખામણી કરતાં હતા.
આટલા વિચારો કરતા-કરતાં અમારું ઉતરવાનું સ્થળ આવી ગયું. ઘણી
બધી ગાડીઓ મોટાભાગની મારુતીની ઓમની હતી.એક ગાડી માથે અશોક ચક્ર્ના સિમ્બોલ સાથે મોટા
અક્ષર થી જય ભીમ લખેલું હતુ. એના ચાલક સાથે
હાથ મિલાવી ને જય ભીમ કહી આવ્યો. જય ભીમ સાંભળતાં
જ એના ચહેરા ગર્વ સાથે ઉષ્માપૂર્ણ હાસ્ય ફેલાયુ.
અહીં પ્રવાસીઓ પાસેથી વેરો ઊઘરાવવા માટે નું કેંદ્ર હતું. અમારા
લીડરજી એ આખા ગૃપનો વેરો ભર્યો. અહીંથી ધૂમાડા[વાહનો માટે પ્રતિબંધિત વિસ્તાર] વિહિનવિસ્તાર ચાલુ થતો હતો, એટલે કે અમારે ચાર કિમિ ચાલીને અમારી હોટલ પર પહોચવાનું હતું. અમારો સામાન
ત્યાં ના સ્થાનિક માણસો જે કુલીનું કામ કરતા હતા તે ઊપાડીને આવવાના હતા.
અહીં થી અમે ચાલવાનું ચાલુ કર્યું. ઊંચા- ઊંચા વૃક્ષો,ઝરમર વરસતો વરસાદ,ઘોડાના ડાબલાઓ નો અવાજ..... આટલું ચાલતા
તો ટોય ટ્રેન નું પ્રથમ સ્ટેશન આવી ગયું. અમને ટોય ટ્રેન માં બેસવાનો મોકો ન મળ્યો કેમકે ચોમાસાના ચાર મહિના આ સેવા બંધ રહે
છે. કુદરતી સૌંદર્ય્ ને માણતાં માણતાં ભુખ્યા પેટે હોટલ તરફ પ્રયાણ ચાલુ રાખ્યું. ‘’ભુખ્યો ગુજરાતી ઊંઘે અને ભુખ્યો મારવાડી ગીત ગાય’’... હું રહ્યો ફિફ્ટી- ફીફ્ટી...[ગુજરાત
અને રાજસ્થાન ની બોર્ડર પર રહું છું અને મારા ગામ ની એંશી ટકા વસ્તી મારવાડી બોલે]
ઊંઘવાની શક્યતા ન હતી પણ ગીત ગાવાનો વાંધો ન હતો.
ગુગલ ના સ્લોગનની જેમ અહીં પણ મારા નસીબ જોર કરતાં હતાં,કેમકે અમારીહોટલ ના માલિક મારવાડી હતા,માલિક મારવાડી
હોય એટલે રસોયા તો મારવાડી હોવાના જ,મારી ધારણા પ્રમાણે સ્વાદિષ્ટ
રસોઇ બનાવવામાં મારવાડીઓ અવ્વલ.
અમારી હોટલ માં વિશાળ સ્વીમીંગ પૂલ હતો.જમવા ને થોડી વાર હતી..
સૌ પ્રથમ જ ધૂબાકા માર્યા પૂલ માં.. બાદ મે ખાણા..
હોટલના વેઇટીંગ હોલ
થી મારો રૂમ બસો ડગલા દૂર હતો.બેઠા ઘાટ ના સુંદર મકાનો, ઊપર લળીને રહેલાં વૃક્ષો એમાંથી ગળાઇ ને આવતો ધીમો- ધીમો ઠંડો પવન.....ઓહ્હ્હ્ માવસરીથી જોરડિયાળી જતો હોઉ અને ઉનાળા ના દિવસો
હોય .... ભાઇ .. ભાઇ
માથેરાન માં ઘણા જોવાલાયક પોઇંન્ટ છે જેમાં મંકી અને ખંડાલા મને બહુ ગમ્યા.
માથેરાનમાં માણસો કરતાં પણ વધુ વાંદરા અને ઘોડા. અહીં મુસાફરી માટે અહીં વાહનો હોતા નથી , પગે ચાલીને ફરો યા તો ઘોડા પર મુસાફરી કરો. અને હા વાંદરા....... જો રૂમ નો
દરવાજો ખુલ્લો મુકીને નીકળી ગયા તો રૂમનો કબજો વાંદરા તરત જ લઇ લે.
માથેરાને ડૉ.ભીમરાવ આમ્બેડ્કર જી અને છત્રપતિ શિવાજી મહારાજ
ને ભરપૂર માન આપ્યુ છે, નૌરોજી બગીચા માં એમના સુંદર સ્ટેચ્યુ
મુક્યા છે, ભારતીય સંવિધાન ને પણ સલામ કરી છે.ગીરીસ્થાન માથેરાને
એક રસ્તાનું નામ ડૉ. બી. આર. આમ્બેડકર આપીને
એમની યાદગીરી કાયમી કરી છે.
રસ્તામાં એક પ્રાથમિક શાળા આવતી,બે ત્રણ વખત ઇચ્છા થઈ પણ અંદર જઈ ન શક્યાનો રંજ આજે પણ છે.બી.એલ.ઓ. માટેનું
મતદાર સુધારણા બોર્ડ જે આખું મરાઠી માં હતું તો પણ એને વાંચનવા નો ભરપૂર પ્રયાસ કર્યો.
એ શામ મસ્તાની એ ગીત સાથે સાંજ ઢળી, ગીત ગાવા માટે મુંબઈ થી ગાયક લાવવામાં આવ્યો હતો.મુળ રાજ્કોટના ગાયકે કિશોર કુમાર ને જાણે અમારા ભોજન ખંડમાં લાવી ને બેસાડી દીધો હતો.ચાલુ ભોજન ના સમયે મધૂર અને
હળવુ સંગીત વાગ્યું, અને ભોજન પુરૂ થતા મણી રાજ ના તાલે બધા નાચ્યા.
ડીસ્કો થેક્નો અનુભવ પહેલો હતો.આચીરો રંગબેરંગી પ્રકાશ અને ધમાલીયું સંગીત.. જલ્સા
પડી ગયા હો જી.
સવાર મારા માટે ઘર કરતાં વહેલી પડી, નિત્યક્રમ પતાવી ને માથેરાન ની ગલીઓમાં ત્રણેક કિમિ પગે ચાલી આવ્યો, સુમશામ ગલીઓ અને સવારનું આલ્હાદ્ક વાતાવરણ. આનંદ ના ચાર દિવસ બહુ ઝડપી પસાર
થયા... જિંદગી યુહી ચલતી રહે....
માથેરાન ના પ્રવાસે જાઓ તો મને યાદ કરજો, સંદર્ભ તરીકે આ વાતો આપને ઊપયોગી
થાસે.
લેખન:કાંતિલાલ હેમાણી
તા.૧૪/૦૧/૨૦૧૭
માથેરાન ની યાદગાર પળો કેમેરાની સાક્ષી એ.........
જેના સ્નાનનો આનંદ આજે પણ અનુભવી રહ્યો છુ.
રાજ્સ્થાની લોકસંગીત નો અનેરો અને અજોડ સાથી
યૂ ટ્યૂબ નો ઉપયોગ કરીને કાલબેલિયા ડાંસ જોવાનુ ચુકતા નહી.
મારા ચાર દિવસના રહેઠાણ ની ઝલક
માથેરાન અને જંગલ
ઘોડાના તાજા ડાબલા પડેલા રસ્તા...
અજાણી હોટલ નાં શિલ્પો.. સેલ્ફી નો મોકો ગુમાવ્યો નથી
શિવાજી નું હાલરડું સાભળ્યાનો આન્ન્દ
ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા...
સંવિધાન ને સલામ
નૌરોજી ગાર્ડન
ફોન ના કેમેરા એ આપેલો સાથ...
સેલ્ફી માટે નો પ્રતિબંધિત વિસ્તાર
હોટલ નો વૈભવ
માથેરાન નો જિલ્લો રાયગઢ..... તો તોપ કેમ ન હોય??
જે પોષતુ તે મારતુ...
વાંદરાઓ એ દુકાન જાતે ઊઘાડી ને ચલાવી લુંટ
ઊઘાડી લુંટ નો પુરાવો.
બ્લોગ ની મુલાકાત લેવા બદલ ખુબ ખૂબ આભાર..
જય ભીમ
જય ભારત.
ઓલ્ ફોટો: કલિક બાય- કાંતિલાલ હેમાણી




























Comments
Post a Comment