lokaniketan
શિક્ષણ અને લોકનિકેતન ભાગ-૩[પુર્ણ]
લેખક: કાંતિલાલ રૂપાભાઈ પરમાર
ચાલો મિત્રો....
લેખક: કાંતિલાલ રૂપાભાઈ પરમાર
ચાલો મિત્રો....
ટડાવ શાળાના મારા ક્લાસમેટ માંથી ઘણા બધા હાલ સીધા પરિચય છે અને
વાર- તહેવારે મળવાનું પણ થાય છે, જેમાં જોધાભાઈ દેસાઇ હાલ ‘ચંદનગઢ’ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે, વાસુદેવભાઇ અને મેં તો ટડાવ શાળા માં
દશ વર્ષ સુધી સાથે રહીને શિક્ષણ કાર્ય
કરાવ્યું છે.એક ચંદ્રપ્રકાશ ભાઇ કુંડાળિયા નો મિત્ર
હતો,એમને
મળ્યાને બહુ લાંબો સમય થઈ ગયો છે.કેયણાભાઇ અને પથુભાઇ ઉમેદપુરાવાળા પણ ક્યારેક મળી
જાય છે. કરસનભાઇ દેસાઇ હાલ મારા ‘CRC’ ની શાળા તખતપુરામાં મુખ્ય
શિક્ષક તરીકે ફરજ બજાવે છે.
આવા
ઘણા બધા મિત્રોનો સાથ છોડીને મેં ‘લોકનિકેતન’ નો રસ્તો અપનાવ્યો. અમે પાંચ ભાઇ સાંજના સમયે ‘લોકનિકેતન’ મુખ્ય સંસ્થામાં પ્રવેશ કર્યો.પાંચ ભાઇઓ માંથી ત્રણ અમે ભણવા વાળા હતા
જ્યારે બે ભાઇ અમને અહીં મુકવા માટે આવ્યા હતા.એ સમય ટડાવના બેચરભાઇ પટેલ ત્યાં
હતા એમણે અમારી આગતા- સાગતા કરી. પ્રથમ
દ્રષ્ટીએ સંસ્થાનું વાતાવરણ મને ખુબ જ
ગમી ગયું.
ઊંચા ઘટાદાર વૃક્ષો, રંગબેરંગી ફુલો,આંબાવાડી,
ચીકુડીનાં ઝાડ, હારબંધ વાવેલા આસોપાલવ,સ્વચ્છ
ભોજનાલય,ગૌશાળા અને બોરસલીની નીચેનો ઠંડા પાણી નો
નળ.............. બધું જ મનભાવન....
બીજા દિવસે સાંજે અમારા માટે અણધાર્યા
સમાચાર હતા, કે આપ ‘લોકનિકેતન’ રતનપુરમાં અભ્યાસ કરી શકશો નહી. એના માટેનું કારણ એવું આપવામાં આવ્યું કે
તમારા ગામની બાજુમાં ટડાવ ખાતે ‘ઉત્તર બુનીયાદી હાઇસ્કુલ’ ચાલુ થયેલ છે, ત્યાંનાં બાળકો અહીં ભણવા આવી જાય તો
ત્યાં અપુરતી સંખ્યાના લીધે શાળા ચાલી શકે નહી માટે આપને અહીં લોકનિકેતનમાં પ્રવેશ
આપવામાં આવતો નથી...!!!
ભારે
કરી ભાઈ ભણવાની ઈચ્છાને પ્રવેશ મળે
નહી, હવે શું કરવું.એવામાં મારા મોટાભાઈ નરસિંહભાઇને કોઈએ સલાહ આપી કે તમે
લોકનિકેતનની બીજી શાખા જે પાલડી[મીઠી] ખાતે આવેલી છે ત્યાં છાત્રાલય સગવડ પણ સારી
છે, આપ ત્યાં જાઓ તો ત્યાં તમને પ્રવેશ મળી જાશે.
લોકનિકેતન
રતનપુરથી ‘ડેરા ડંગા’ ઉઠાવીને અમે આવ્યા દિયોદર તાલુકાના પાલડી[મીઠી] ગામે.
થરાદથી ડીસા રોડ પર જેતડા આવે,અહીં થી દિયોદર જવાના રોડ પર પંદર કિમિ મુસાફરી કરો એટલે આવે પાલડી
[મીઠી]ગામ. ઊંચાણ વાળા ભાગ પર હારબંધ હાઇસ્કુલના રૂમ આવેલા છે.આગળના ભાગમાં વિશાળ
ખેતર છે. બાજુમાં મોટું પાણીનું ટાંકુ. હજી હમણાં એકાદવર્ષ પહેલાં વાવેલી લીમડીઓ..
આ હતું પાલડી[મીઠી]નું પહેલું દ્રશ્ય.
પાલડી[મીઠી]માં બુનિયાદી શાળા હતી, બુનિયાદી એટલે કે જેના અભ્યાસક્રમમાં
ખેતી અને કાંતણ હોય.[ગાંધીજીની નઈ તાલીમ આધારીત] અમારે અઠવાડિયામાં બે દિવસ
પ્રાર્થના પછી પાંત્રીસ મીનીટ યરાવડા ચક્ર લઈને કાંતવા બેસવાનું થતું.[આ યરાવડા ચક્ર
પી.ટી.સી. મં બહુ કામ આવેલ] શરૂઆતમાં થોડી તકલીફ પડેલી પછી તો જોરદાર સ્પીડ વધી
ગયેલી.કૃષિ વિષય હતો પણ ખેતરમાં ક્યારેય તનતોડ મહેનત મહેંદ્રભાઇ કે પ્રધાનજી ભાઇ સાહેબો
એ કરાવી ના હતી, હા પણ લાઇનસર એંરંડા વાવ્યાનું યાદ.
અમારા આચાર્યશ્રી હતા ભગવાનભાઇ જો. પટેલ.
મોટી ઊંમરના હતા. ગાંધીવાદી રંગેરંગાયેલા હતા. ક્યારેક-ક્યારેક વર્ગમાં આવતા પણ આવતા ત્યારે જે તે વિષયમાં તરબોળ કરી
દેતા.એક વખત એમણે પ્રશ્ન કરેલો... લોકનિકેતન એટલે શું? કોઈને જવાબ ના આવડેલો. મને પણ
આશ્ચર્ય થાય છે કે ત્યારે આખા વર્ગમાં સોપો પડેલો. સાહેબે એની સરસ સમજણ આપેલી કે નિકેતન એટલે ઘર થાય,
છેલ્લે એમ પણ કહેલું કે જેમ આજે તમને આ નો જવાબ નથી આવડ્યો એમ એક દિવસ અમને પણ એનો
જવાબ નહોતો આવડ્યો.
એમને મનોજ અને મુકેશ
નામના બે દીકરા હતા.જ્યારે કોલેજમં રજા હોતી ત્યારે એ પાલડી[મીઠી] આવતા અને શાળા
માં વોલીબોલ રમવા આવતા ત્યારે જોયેલા.એવી વાત આવેલી કે સાહેબ એમના પગારની મહત્તમ
રકમ એમના શિક્ષણ પાછળ ખર્ચતા. આજે તો એ બન્ને ભાઇ લગભગ વિદેશ માં સેટ થઈ ગયા છે.
વોલીબોલ અમારી શાળાની પ્રિય રમત હતી.સાંજે
પાંચ વાગ્યા પછી ગામના યુવાન મિત્રો અને અમારા સાહેબો વોલીબોલ રમતા.જોરથી સોટ વાગે
અને બોલ દૂર જાય ત્યારે અમારે લેવા જવાનું થતું.વોલીબોલ હાથમાં લેવાનો રોમાંચ થતો, ઘણીવાર તો રાહ જોવી પડતી. ક્યારે બોલ દૂર જાય અને ક્યારે લેવા જઇ એ.એક
ટીમને એક પોઇંટ હોય અને પ્રતિસ્પર્ધી ટીમને ત્રણ પોઇંટ હોય ત્યારે વન થ્રી ના બદલે
વંથલી શબ્દ બોલીને હાસ્ય ની છોળો સાથે રમત આગળ
વધતી.
વોલીબોલના
ખેલાડીઓમાં ઉદેસિંહ,ગણપતસિંહ,નારણભાઇ સાહેબ, પ્રધાનજી સાહેબ,નયનભાઇ વોરા, પ્રવિણસિંહ કુંપાવત,મહેંદ્રભાઇ રોહિત સાહેબ, પ્રવિણભાઇ પટેલ સાહેબ, રણમલસિંહ,તેજસિંહ સિસોદિયા વગેરે.... કયારેક
વોલીબોલ રમીને ગરમ-ગરમ હીરાભાઈ મહારાજના હાથના ગોટા ખાવા પણ મળતા.
છાત્રાલય અને શાળા બંને એક જ સંકુલમાં ચાલતાં
એટલે અમારે મુસાફરીનો કોઈ સવાલ જ નહતો. સવારે છ વાગ્યે ઉઠીને નિત્યક્રમ
પતાવીને પ્રથમ પ્રાર્થના થતી. પછી સફાઇ
અને સાડા નવ વાગ્યે જમવાનો બેલ પડતો.
હીરાભાઇ મહારાજ ભડવેલ ના હતા તેમના હાથના મજબૂત રોટલા ખાઈને અમારી મજબૂતાઇ પણ
વધેલી.
સાડા દશ વાગ્યે શાળાની પ્રાર્થના માં ગોઠવાઇ
જતા. અમારી પ્રાર્થનાએ જીવન ઘડતર માં વિશેષ યોગદાન આપ્યું છે એમ કહી તો એમાં કોઈ અતિસ્યોક્તિ નથી. આચાર્ય સાહેબ દરરોજ
એક પ્રેરક પ્રસંગ પ્રાર્થનામાં વાંચતા પછી એના વિશે થોડી વાત પણ કરતા.
આઠમા ધોરણમાં પહેલો તાસ ગુજરાતીનો નયનભાઈ
વોરા સાહેબનો હોતો.’ચકમ-ચકા’ લાડુ વાળા પાઠમાં કાઇમી કહેતા. વાજીંત્રો
વગાડવામાં અને ગાવામાં ‘માહેર’ હતા. એક
વખત અમે સૌરાષ્ટ્રના પ્રવાસે ગયેલા ત્યારે
એમના ઘેર માંગરોળ ગયેલા, એક સારા સંગીતકાર હોવાના લીધે એમની
માંગ સંસ્થાના ‘હેડકવાટર’ ખાતે ઉભી થઈ.એટલે
હરિસિંહજી ચાવડા સાહેબે એમની બદલી રતનપુર ખાતે કરી નાખી. આ બદલીના લીધે આખો શાળા
પરિવાર રડેલો, એમાં
પ્રધાનજી ભાઇ સાહેબ ખુબ રડેલા.
એમના પછી ગુજરાતી ભણાવવા માટે એમના લઘુબંધુ ભાસ્કર
ભાઈ વોરા આવેલા. થોડા સમય પછી એમના સસરાની હાઇસ્કુલમાં આચાર્ય તરીકે પરત ‘કાઠીયાવાડ’ ચાલ્યા ગયેલા.
અમારી શાળાની પ્રિય રમતોમાં એક ઓર ઉમેરાતી
હતી એ હતી ‘નાગોચિયું’. આ
નાગોચિયાની રમતમાં અમારા સાહેબો પણ જોડાતા. એક દિવસ રમત બરાબર જામી હતી. દડો સાત
માળને પાડવા માટે નાખતી વખતે વિરોધી ટીમ તેને ‘કેચ’ કરી શકે, આવી રીતે દડો કેચ કરવા જતાં ભાસ્કર ભાઈ નો પેંટ પાછળ થી ફાટી ગયેલો.જોકે
એમનો અંડર્વેયર સારો હતો એટલે આબરૂ બચી ગઈ.
ભાસ્કર ભાઈનાં મોટી ઊંમર સુધી લગ્ન ન
થયેલાં એટલે અમે ત્રણ- ચાર મિત્રો શનિ-રવિ રૂમ સાફ કરવા જતા,સાહેબને કહ્યા વિના જ દ્રાક્ષ ખાઇ લેતા.... વાહ સ્વાદ...
પ્રવિણભાઇ પટેલ સાહેબ લણવાના હતા, મસ્ત ગણિત ભણાવતા.એમનો
પગનો ‘અંગુઠો’ કયારેય મટ્યો નહી, થોડો મટે ને વળી ક્રિકેટ રમતા એટલે એજ
નખ પર દડો વાગતો.[અહીં એક્લવ્ય નો અંગુઠો યાદ કરવો નહી] પછી એમની બદલી
થાતાં સઘન ક્ષેત્ર ‘ચિત્રાસણી’ ગયેલા.
પ્રધાનજી ભાઇ સાહેબ બહુ લાંબો સમય આ
સંસ્થામાં રહ્યા. તેઓ કૃષિ ભણાવતા.તેમને તબલા અને ઢોલક વગાડવાની મજા આવતી.
નારાણભાઇ સાહેબ હિંદી અને ઇંગ્લીસના તાસ લેતા.લાઇબ્રેરી
એમના હસ્તક હતી.’ચાંદામામા’ બાળવાર્તાઓનું સામાયિક એ જમાનામાં
મદ્રાસ હાલ ચેન્નઈ થી આવતું રેપર ખોલી શાળાનો
ગોળ સિક્કો લગાવી ને સર્વ પ્રથમ મને વાંચવા માટે આપતા.’લેટેસ્ટ
ફેક્ટ્સ ઈન જનરલ નોલેજ’ આવતું, એ સમય માં
મારી સમજશક્તિથી ઉપરના વિષયો પણ હું ધ્યાનથી વાંચતો. સ્વંયમ શિક્ષકદિનના દિવસે નારાણભાઇ સાહેબે મને ખાસ અંગ્રેજી
નો તાસ લેવરાવેલો.એક વિદ્યાર્થીને સજ્જ કરવા માટે થઈ શકે એવા બધા જ પ્રયાસ નારણભાઇ
સાહેબે મારા માટે કરેલા. હું એસ.એસ.સી માં હતો એ સમયે એમણે જાહેરાત
કરેલી કે આપણી શાળાનો જે વિદ્યાર્થી પંચોતેર કરતાં વધુ ટકા લાવશે એને એક હાથે બાંધવાની
ઘડિયાળ ભેટ મળશે,......અને એ ઘડિયાળ કોઈને મળી શકી ન હતી કારણકે
સૌથી વધુ ટકા શાળા માં મારે ચુમોતેર આવ્યા હતા.
છાત્રાલયમાં રહી ને અભ્યાસમાં ભરપૂર મહેનત
કરેલી. મારી વાંચવા બેસવાની જગ્યાઓમાં બારીના છજા પર બેસીને વાંચવુ મને ગમતું, કયારેક વર્તમાનપત્ર ડીસપ્લે કરવાના ઘોડા પર બેસીને પણ વાંચતો. વાંચવા માટે
છાત્રાલયમાં નીરવ શાંતિ રહેતી.
છાત્રાલયમાં
વર્ષ બે –ત્રણ વખત હરિસિંહજી ચાવડા સાહેબ આવતા.એક વખત તો અમારા જમવાના સમયે આવી ગયેલા
તરત હાથ ધોઇને વિદ્યાર્થીઓની સાથે લાઈનમાં
મારી બાજુમાં જમવા બેસી ગયેલા. ખોરાકનો જરા
પણ બગાડ ના કરવો એ એમની ટેવ હતી અને એને રૂબરૂ એ દિવસે જોઈ હતી. કોઠાર પહોચાડવા માટે
દર મહિને એમની ટ્રક આવતી. ભોજનની ઊંચી ગુણવત્તામાં
એમણે ક્યારેય બાંધછોડ ન કરેલી.એક વખત મારે એમની સમક્ષ ભાષણ{?} કરવાનો સુમધૂર સમય આવેલો ત્યારે મે કહેલું સર અમારે નસો આપનું અન્ન અને વિદ્યા
વહી રહ્યા છે, એમણે મારી પીઠ થાબડ્યા નું યાદ.
છાત્રાલયના ગૃહપતિ તરીકે તેજસિંહ ભાઇ સિસોદિયા
સાહેબ હતા. ખુબ જ કડક સ્વભાવના હતા.
શનિ-રવિની રજાઓ પછી નો દિવસ હતો, અમારી હોસ્ટેલ નો એક મિત્ર આજે જ ઘેર થી આવ્યો હતો,રાત્રે
મોડે સુધી અમે બે- ચાર મિત્રો વાંચતા હતા તપાસ કરતાં માલુમ પડ્યું કે મિત્ર ઘેરથી દેશી
ઘી નો મોહનથાળ બનાવી ને લઈને આવ્યા છે જે અમારી નજીક ની પેટીમાં પડ્યો હતો. એક મિત્ર ધીરેક રહીને ચાવી લઈ આવ્યો.....
ફીર ક્યા ચાર- પાંચ મિત્રો એ ધીબો બોલાવ્યો. હવે યાદ આવ્યું,
મોહનથાળ ખાધો એ બરાબર પણ સવારે તેજસિંહ ભાઈ ના હાથનો માર કોણ ખાસે... બીજો આઈડિયા
કર્યો... થોડો નાસ્તો વધ્યો હતો એ લઈને બીજા ચાર મિત્રો ને જગાડ્યા અને એમને જરા- જરા ચખાડ્યો....ઓર ફીર સવારે માર તો બધાને
સરખો પડ્યો.....
આટલા સમયમાં બે મોટા રાજકિય પ્રસંગ બન્યા. એ સમયના આપણા વડાપ્રધાન રાજીવ ગાંધી ગુજરાતની મુલાકાતે
આવેલા, ત્યારે તેઓ પાલડી પણ આવેલા. એમને બિલકુલ નજીક થી જોવાનો મોકો મળેલો.તેમણે તળાવની મુલાકાત લીધેલી અને માટીનું ખોદકામ કરનારા
લોકો સાથે વાતો પણ કરેલી. તેઓ એક જીપમાં હત, મારા ખ્યાલ પ્રમાણે
તેઓ સેલ્ફ દ્રાઇવ કરી રહ્યા હતા.
રાજીવજી ને મેં બીજી વાર ભૂજમાં જ્યુબિલી ગ્રાઉંડ
માં પણ નજીક થી જોયેલા,વીસ – પચ્ચીસ ફૂટ ઉંચા મંચ પર તવ્રરીત
ગતિ થી પગથિયાં ચડી ગયેલા. બીજા દિવસના ‘કચ્છમિત્ર દૈનિક’પત્રેએમને સવાઈ વડાપ્રધાન કહીને સંબોધ્યા હતા.એપ્રિલ ૧૯૯૧માં જોયા હતા અને
મે મહિના માં એમણે આ ફાની દુનિયા છોડી દીધી.
ઓહ્હ ચલો
થોડા દૂર ચાલ્યા ગયા નહી..... બેક તો હોમ....
બીજો પ્રસંગ પાલડીમાં માર્કેટયાર્ડના ઉદ્ધાટનનો હતો. ત્યારે ગુજરાત રાજ્યના કેબિનેટ[?] પ્રધાન દોલતભાઈ પરમાર આવ્યા હતા.એ સમય બહુ મોટો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો.વિદ્યાર્થી
ગૃપે ત્રીસ મીટર સુધી એમના સ્વાગતમાં નાચતાં-નાચતાં મંચ સુધી જવાનું હતું, એ ગૃપનો એક સભ્ય હું પણ હતો.
એ દિવસોમાં
ગામમાં પાંચ કરતાં વધુ ટેલીવિઝન ન હતાં, એમાં રંગીન તો
માત્ર એક જ. દર રવિવારે મહાભારત સિરિયલ આવે.એટલી બધી ઉત્કંઠા કે રવિવાર કયારે આવે?? રવિવારે દાળ-ઢોકળી જમ્યા વિના જ ગામમાં ટી.વી. જોવા જતા રહેતા.હપ્તો જોઈને
આવ્યા પછી આખો દિવસ એ જ હપ્તા ના અલગ – અલગ દ્ર્શ્યો ની ચર્ચા થતી.
લોકનિકેતનનો એક નિયમ હતો વર્ષમાં એક વખત ગાંધીમેળો
યોજાતો. આ મેળામાં લોકનિકેતનની દરેક પેટા સંસ્થા
બધા જ બાળકો સાથે ભાગ લેતી.એવા ગાંધીમેળામાં અમે બધા રતનપુર ગયેલા,એક સાથે લગભગ ત્રણ જેટલા વિદ્યાર્થીઓ એક જ જ્ગ્યા એ ભેગા થાતા.
વહેલી સવારે પ્રાર્થના પછી સ્વામી સચ્ચીદાનંદજી દંતાલી વાળા બાપુનું પ્રવચન હતું.એમણે
એ દિવસે સમજાવેલું કે સુર્ય, પૃથ્વી અને ચંદ્ર ની અવકાશીય ગોઠવણી કેટલી સુયોગ્ય રીતે થયેલી જેના લીધે પૃથ્વી પર માનવજીવન
શક્ય બન્યું છે. એમના પહેલા પ્રવચને એટલી અસર કરી કે એમના મોટા ભાગનાં પુસ્તકો મેં વાંચી નાખેલાં.એમનું પ્રસિધ્ધ
પુસ્તક ‘મારા અનુભવો’ની અસર આજે પણ આપ જોઈ શકો છો.....!!!
પુજય
બાપુને મારા વિસ્તાર અને મારા પરિવાર પ્રત્યે ખાસ લગાવ છે.બાપુ જ્યારે દર રામનવમી એ નડાબેટ નડેશ્વ્રરી
માતાજી આવે અને સવારનું એમનુ પ્રવચન હર હમેશાં આમ જનતાનું પથ –દર્શક રહ્યું છે.
લોકનિકેતન
રતનપુર નું ગુલાબી વાતાવરણ અને સ્વામી જી ના ત્રણ દિવસના પ્રવચનો એ મારા જીવનને પણ
સુમધૂર કરી નાખ્યું.
હમણાં
થોડા સમય પહેલાં પુજ્ય દાદા હરિસિંહજીની સમાધી પર જવાનું થયું, એમની સાથેનાં બધાં સંસસ્મર્ણો ઘેરી વળ્યાં જાણે એમની સાથે વાતો કરતો હતો એવો
અહેસાસ થયો.દાદા આજ આપ આ સંસારમાં નથી પણ મારા જેવા લાખો વિદ્યાર્થીઓ અને લોકોના દિલમાં
આપનું સ્થાન કાયમી છે અને રહેશે.પુજ્ય દાદા આપ કલમ, કડછી અને
બરછી ચલાવવાની વાત કરતા હતા, આપની વાતોથી હર હમેશાં મેં નજીક
જવાની કોશિશ કરી છે. આપના શ્રેષ્ઠતમ વિચારો એ જ આપનું આ પૃથ્વી પર સૌથી મોટું પ્રદાન
છે.
મારી જીવન નૈયા નો માર્ગ બનાવી આપનાર લોકનિકેતન, મારા ગુરૂજી ઓ અને હરિસિંહજી ચાવડા સાહેબને દિલથી વંદન કરું છે. મને ગર્વ
છે કે હું લોકનિકેતનનો વિદ્યાર્થી છું.
હું ઇચ્છું કે મારો આ લેખ ‘લોકનિકેતન સામાયિક’માં દર માસે થોડો-થોડો પ્રકાશિત થાય.
ભુલચુક રહી ગઈ હોય તો ક્ષમા ચાહું છું, મારુ ધ્યાન દોરશો તો ગમશે.[
સમય ગાળો જૂન ૧૯૮૭ થી એપ્રિલ ૧૯૯૦]
લેખક: કાંતિલાલ રૂપાભાઇ પરમાર
૯૫૮૬૫ ૩૭૫૬૫/૯૪૨૯૧૨૦૨૯૪
લખ્યા તારીખ:૩૦/૦૧/૨૦૧૭
[ગાંધી નિર્વાણ દિન]
સમય: રાત્રે ૭.૩૧


Very Good sir...vidhyarthi kal na sansmarno yad avi gaya...buniyadi sixan ni aaje jarur chhe. ..samaj vayvastha takavi rakhava naitik mulyo na vikas mate gandhi vadi sanstha ni aaje khas jarur chhe
ReplyDeleteVery Good sir...vidhyarthi kal na sansmarno yad avi gaya...buniyadi sixan ni aaje jarur chhe. ..samaj vayvastha takavi rakhava naitik mulyo na vikas mate gandhi vadi sanstha ni aaje khas jarur chhe
ReplyDeleteAbhar
ReplyDeleteAbhar
ReplyDelete