lokaniketan
શિક્ષણ અને લોકનિકેતન ભાગ-૨
[શીતળા માતા અને પાલનપુર]
લેખક; કાંતિલાલ રૂપાભાઈ પરમાર
[શીતળા માતા અને પાલનપુર]
લેખક; કાંતિલાલ રૂપાભાઈ પરમાર
ટડાવની શાળા અને એના વાતાવરણને આગળના પ્રકરણમાં આપણે
સમજવાનો પ્રયાસ કર્યો.
ટડાવમાં સાતમું ધોરણ એક થી ત્રણ નંબરમાં આવીને
પાસ કર્યું.હવે સમય થઈ ગયો ધોરણ આઠ એટલે કે હાઈસ્કુલમાં ભણવા જવાનો, અમારા આટલા વિસ્તારમાં એકમાત્ર હાઇસ્કુલ ટડાવ શીતળા
માતાએ જ હતી અને નવાણું ટકા ભણવાની ઇચ્છા શક્તિવાળા
વિદ્યાર્થીઓ અહીં જ આવતા.
ટડાવમાં હાઇસ્કુલ છે એનું સંચાલન ભણસાલી ટ્રસ્ટ- રાધનપુર કરે છે.ભણસાલી
ટ્રસ્ટ ખુબ જ સેવાભાવી સંસ્થા છે,એ ગુજરાત બહાર બિહારમાં
પણ સેવાનાં કાર્યો કરે છે.ટડાવથી ચોથરનેસડા
રોડ પર આવેલી આ હાઇસ્કુલનું વાતાવરણ ખુબ શાંત અને રમણિય છે. બાજુમાં શીતળા માતાજીનું
મંદિર અને વિશાળ તળાવ છે. તળાવની અંદર અને બહાર પીલુડીનાં મોટા પ્રમાણમાં વૃક્ષો આવેલાં
છે,પીલુડીને સ્થાનિક ભાષામાં ઝાળ કહે છે. બોરડી,ખીજડો અને થોડા પ્રમાણમાં લીમડા પણ આસપાસની જમીનમાં
છે.
શીતળા માતાની જમીનમાં ખેતી કરવામાં
આવતી નથી.લોકો વૃક્ષોને કાપતા પણ નથી.માતાજીના વડલા પર ઘણા બધા મધ બેઠેલાં છે.આવી સુંદર
શાળામાં આઠમું ધોરણ ભણવા માટેનો મારો દાખલો મને પુછ્યા સિવાય આપી દીધો, પછી મને જાણ કરી કે આવતીકાલ થી તમારે શીતળામાતાએ
ભણવા જવાનું છે.......!!
આ સમાચાર જાણીને આછેરી વીજળી પડી હોય એવો અહેસાસ થયો, પહેલી પ્રતિક્રિયા અપાય એટલી જોરદાર વિરોધ સાથે આપી
અને પ્રચંડ જાહેરાત કરી કે આપણે માતાએ ભણવા જવાના નથી.બપોરના ભોજનનો ત્યાગ કરીને બીજો
જોરદાર વિરોધ નોધાવ્યો.
મારા વિરોધનાં મુખ્ય કારણો આવાં
હતાં. શાળા ઘરથી અંદાજીત આઠ કિમિ દૂર થાતી હતી. આવવા કે જવા માટે કોઇ ગાડી, મોટર એવું કોઇ સાધન ન હતું. અરે હરીપુરા થી ટડાવ
સુધી તો રોડ જ ન હતો, પછી પરિવહનના સાધનની વાત જ કયાં કરવી.
શીતળા માતાએ છાત્રાલયની સગવડ ના હતી, અને છેલ્લુ
કારણ કોઇ સારી જગ્યાએ જઈને સારી રીતે અભ્યાસ કરવાની તીવ્ર ઇચ્છા........................આ
ઇચ્છા જ આ બધું કામ કરી ગઈ.
છેવટે મારા અસહકાર આંદોલનનો સુખદ
અંત આવ્યો, મારી સાથે મારા બે પિતરાઇ ભાઇઓને પણ બહારની કોઇ સારી
શાળામાં અભ્યાસ અર્થે મોકલવાનું નક્કિ થયું.
સૌ પ્રથમ અમે પાંચ ભાઇ પાલનપુર
પાસેના લોકનિકેતન રતનપુર પહોચ્યા.જિંદગીમાં પ્રથમ વખત પાલનપુર જોયું.....................
શુભ રાત્રી... કલ જરૂર મિલતે હે..જય
જય
લેખક: કાંતિલાલ રૂપાભાઈ પરમાર
લખ્યા તારીખ:૨૯/૦૧/૨૦૧૭
સમય: રાત્રે ૧૦.૫૧


Vachava ni maja aave chhe. .thodu vadhare lakho to saru...
ReplyDeleteVachava ni maja aave chhe. .thodu vadhare lakho to saru...
ReplyDeleteJi
ReplyDeleteLakho sir.nice.amari school pan tadav hti.std.6th tme bhnavyu.&7th Rvisankar sir.
ReplyDeleteદશરથભાઈ તમે તો અમારુ ગૌરવ છો,
ReplyDelete