Haidrabad 2
હૈદરાબાદ ભાગ ૨
લેખક: કાંતિલાલ રૂપાભાઈ પરમાર
લેખક: કાંતિલાલ રૂપાભાઈ પરમાર
હેલ્લો મિત્રો મજા માં,
આપણે અમદવાદ સુધી પહોચ્યા હતા. મારી સ્મૃતિ સારી રહેવાનું રહસ્ય આપને કહી દઉ પછી આગળની વાત કરું........અનુભવો તો દરેકને થાતા જા હોય છે પણ મારા ટોટલ
માં સારા અનુભવોની સંખ્યા વધી જાય છે જેને લીધે,સ્મૃતિ અકબંધ રહે છે.[ખરાબ અનુભવોને ભુલવા માટે પણ ઘણી શક્તિ કામે લગાડવી પડે છે હો]
વહેલી સવારે જાગીને નિત્યક્રમ પતાવીને
અમે ત્રણેય મિત્રો અમદાવાદનો રીક્ષાવાળો
કિશોરકુમારના ગીતને ગુનગુનાવીને, અમદાવાદજોવાની તાલાવેલી
કરતાં હૈદરાબાદની ઉતાવળ સાથે રીક્ષામાં
બેઠા. પરિચિત શહેરના અજાણ્યા રેલ્વે સ્ટેશને આવ્યા હોઈએ એવું લાગતું હતું. આમેય
બેહજાર છ પહેલા રેલ્વેની મુસાફરીઓ બહુ ઓછી હતી એમ કહી એ તો ચાલે., એમાંય કાલુપુર રેલ્વે સ્ટેશને થી તો આ મારી પહેલી મુસાફરી હતી.
રેલ્વે સ્ટેશને પહોચીને પહેલું કામ જનરલ
ડબ્બાની સિકંદરાબાદ સુધીની ત્રણ ટિકિટ લેવાનું કર્યું.તામમ ખર્ચ હાલ પુરતો રાઠોડ કરવો હૈદરાબાદ પહોચીને કુલ
ભાગ્યા ત્રણ કરી દેવા એવું અમે પહેલે થી નક્કી કરી નાખેલું.ભદ્રસિંહે એક એટલાસ અને
રેલ્વેની ટાઈમ ટેબલવાળી બૂક ખરીદેલી,જે અમને
પ્રવાસમાં બહુ ઊપયોગી થયેલી.રેલ્વે બૂક માં તો ગાડી નંબર, કયા-કયા
સ્ટોપેઝ, સમય સારણી બધું જ હતું. હવે તો સ્માર્ટ ફોન આવી જતાં
આવી પુસ્તિકાઓની ઉપયોગીતા રહી નથી.એક જ એપ.. બધી જ માહિતી.
આ બધા
કામમાં આઠ કરતાં વધુ વાગી ગયેલા અમે અમારા કામમાં હતા એ સમયે સરતાણભાઈ એ એમના એક પોલિસ મિત્રને બોલાવી લાવ્યા.મેં
સરતાણ ભાઈને કહ્યું કે નવ વાગ્યે તો ટ્રેન આવવાની છે તો ભાઇ ને કેમ બોલાવ્યા, મને કે ટ્રેન આવવાની છે ને એટલે જ બોલાવ્યા છે.
આટલી વાતો કરતા હતા ત્યાં તો રાજકોટ-
સિકંદરાબાદે પ્રવેશ કર્યો,ટ્રેનની એંટ્રી સાથે જ પ્લેટફોર્મ પર ચહલ- પહલની
જગ્યાએ દોડાદોડી શરૂ થઈ ગઈ.મારા માવસરી ગામમાં સાંજના ચાર વાગ્યા પછી ન આવવાનું
હોય અને અચાનક પાણીનું ટેંકર આવી જાય અને કેવા લોકોના હાકલા ચાલુ થઈ જાય એવી
પરિસ્થિતિ સરજાણી.
એ દિવસનું મસ્ત કામ અમારા પોલિસ મિત્રે
કર્યું, એમણે પુરી ચપળતા થી ટ્રેનમાં ચડીને ત્રણ જણ ની બેસવાની સીટમાં પોતાનો પોલિસ ડંડો મુકી દીધો, પછી પોતે આરામથી બાજુમાં ઉભા રહ્યા.લોકોની ધક્ક-મુક્કી તો ખુબ જ હતી પણ
પોતાના ગણવેશના લીધે આરામથી ઉભા હતા એમ કહી શકાય.આ પરિસ્થિતિ જોયા પછી હું મનોમન
એસ.પી.[સરતાણભાઈ પીરાભાઈ]નો આભાર માન્યો,જો પોલીસમિત્ર ને
લાવ્યા ન હોત તો અમને બેસવાનીતો ઠીક આ જનરલ ડબ્બામાં પ્રવેશ પણ ન મળત.
થોડીવાર પછી પરિસ્થિતિ શાંત થઈ.કેટલાક
ઊપરની સીટ પરા ગોઠવાઈ ગયા. કેટલાક ઊભા રહી
ગયા. કેટલાક દરવાજામાં લટકી પણ રહ્યા હતા.હું બારી પાસે બેઠો. બારી એ
અવલોકન-અને પ્રવાસ આનંદ નો દરવાજો છે, જીજ્ઞાસુઓએ
ખાસ બારી પાસે જ બેસવું જોઈએ એમ હું માનું છું.
મારું મન શાંત થતાં મારી નજર એકઝ્ટ સામેની સીટ પર
પડી, જ્યાં ત્રણ સ્ત્રીઓ
બુરખો પહેરીને બેઠી હતી.એમને વળાવવા માટે ઘણા બધા માણસો આવ્યા હતા, જેમા
સ્ત્રીઓનુ પ્રમાણ વિશેષ હતું. એમાંના દાઢીધારી પુરુષે મને પુછ્યું શું વ્યવસાય કરો
છો, જયારે એને એમ સમજાયું કે અમે ત્રણે શિક્ષક છીએ,ત્યારે એના ચહેરા પર હાશકારાની લાગણી સંતોષ સાથે પસાર થઈ હોય એમ મને દેખાઈ.એણે
અમને ભલામણ કરી કે સામે બેઠેલી સ્ત્રીઓ ને ગુલબર્ગા સ્ટેશને ઉતારજો.
અમારી સામે બેઠેલી ત્રણે સ્ત્રીઓ અને બારી પાસેના
ટોળા ના ચહેરા પર આસું વહેતાં હતાં એ પરથી સ્પષ્ટ થાતું હતુંકે બને પક્ષે વિદાય વસમી
હતી.સ્ત્રીઓ એટલું રડતી હતી કે મને મન માં વિચાર આવતા હતા કે આ લોકો ગુલબર્ગા સુધી
રડવાનું બંધ કરશે કે નહીં.
આટલા વૈચારિક ગડમથલ પછી ટ્રેનની ઝ્ડપ સાથે અમારા
વિચારો પણ બીજા પાટે ચડી ગયા.ડીસાથી વલસાડ સુધી નો વિસ્તાર જોઈએ તો હાઈ-વે અને રેલ્વેની
બંને ઔદ્યોગિક વિકાસને આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ.ગુજરાત વિશે વિચારતાં વિચારતાં અમદાવાદ માંથી અમે બહાર નીકળી ગયા.................
કલ મિલતે હે કૈસી રહી
હમારી હિંદી શીખને કિ તૈયારી.. બુરખાધારીઓસાથેકેવી રહી અમારી મુલાકાત......વાંચતા રહેજો
આ બ્લોગ.
લેખક:કાંતિલાલ રૂપાભાઈ પરમાર
લખ્યા તારીખ:સોમવાર, 23 જાન્યુઆરી 2017
સમય:રાત્રે ૯.૩૪


Wah...nice. ..tamara lekh vachava nu bandhan thai gayu...emay pachhu..next....t.v.ni.serial jevu..
ReplyDeleteઆપ નો આભાર કે,ડી.
DeleteWah...nice. ..tamara lekh vachava nu bandhan thai gayu...emay pachhu..next....t.v.ni.serial jevu..
ReplyDeleteVery nice
ReplyDeleteસ્મરણો ની સાથે ચાલવા બદલ આભાર
Deleteઅદભૂત
ReplyDelete