Haidrabad-1

                                            હૈદરાબાદ ભાગ ૧
                                         લેખક: કાંતિલાલ રૂપાભાઈ પરમાર


                 કેમ છો? મિત્રો મજા માં.... હમણાં થી પ્રવાસ     વર્ણનો તરફ આપણે છીએ, ચાલો એક ઓર છોગું ઊમેરી એ.
        બેહજાર છનું વર્ષ, ટડાવ શાળામાં  પ્રાર્થના, પહેલાનો સમય છે. બાળકો સફાઈ કરવામાં મસ્ત છે.લામ્બા સાવરણાઓ,સાવરણાથી જે વધારે ધૂળની ડમરી ઓ ઉડાડે એ સારી સફાઈ કરે છે, એવું બતાવવા બાળકો પોતાની મસ્તી માં સફાઈ કરી રહ્યા છે.
         આવા સમયે મારા હાથમાં એક ખાખી કવર આવે છે,કવર ને આગળ-પાછળ ફેરવીને જોતા એટલું માલુમ પડ્યું કે અમારી જિલ્લાની મુખ્ય ઓફિસ પાલનપુરમાંથી આ પત્ર રવાના થયેલો હતો,રવાનગીનો સિક્કો એમ કહેતો હતો.આચાર્ય સાહેબ અને મારા ગુરુના ટેબલ પર કવર ખોલતાં આછેરો આનંદ મારા ચહેરા પર છવાઈ ગયો.આનંદની છોળો ઉડે એવા એમાં સમાચાર હતા કે હૈદરાબાદ ખાતે  પંદર દિવસ માટે સી.સી.આર.ટી.ની તાલીમમાં જવાનું હતું.
       ઝપાટાભેર અમારી શાળામાં તૈયાર કરવાના કાગળ તૈયાર થઈ ગયા. એ જ દિવસે તાલુકામાં કરવાની કાર્યવાહી પણ પુર્ણ કરી.રાજ્ય બહાર તાલીમમાં જવાનું  હોય એટલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબની મંજુરી લેવી પડે.એ માટે બીજા દિવસે ઘરથી વહેલી મુસાફરી ચાલુ કરી દિધી, પંદર દિવસના પ્રવાસની તૈયારી સાથે.
  રસ્તામાં જીપમાં હતો એ સમયે જ ભદ્રસિંહ અમરસિંહ રાઠોડ નો ફોન આવી ગયો, મને કે હું જિલ્લા પંચાયત પાલનપુર પહોચી ગયો છું તમે આવી જાઓ.
રાઠોડ મારા મિત્ર હતા અમે બંને રાજ્ય શંસાધન જૂથ[ સ્ટેટ રીસોર્સ ગૃપ]માં સાથે હતા,તેઓ અંગ્રેજી માં હતા હું સામાજિક વિજ્ઞાનમાં એટલે મળવાનું ઘણી વાર થાતું.સ્ટેટ રીસોર્સ ગૃપ ની જવાબદારી એ હતી કે એક થી આઠ ધોરણનાં પાઠ્યપુસ્તકોનું નિર્માણ કરવું.
 હૈદરાબાદ તાલીમમાં બનાસકાંઠા માંથી ત્રણ મિત્રોએ જવાનું હતું.ત્રીજા હતા સરતાણભાઈ પીરાભાઈ દેસાઇ. ત્રણેય મિત્રો જિલ્લા પંચાયતમાં મળ્યા, બપોર પછીના ત્રણ વાગી ગયા પણ રાજ્ય બહાર જવાના કાગળ પર સહી-સિક્કા થયા નહી. હૈદરાબાદના ચાર  મીનાર હવે ધૂધળા દેખાવા લાગ્યા, જો આજ સાંજ સુધીમાં સહી –સિક્કા ન થાય તો કદાચ દેખાય પણ નહી એવા વિચારો આવવા લાગ્યા.
ઓફિસ આગળની પાટલી અને ખુલ્લા ટેરેસ માં અમે આંટા મારી રહ્યા હતા.એમાં મને તો બિલકુલ જપ ન થાય.જેમ – જેમ દિવસ જતો હતો એમ એમ હૈદરાબાદ યા હરીપુરા એમ સતત વિચારો આવતારહેતા હતા. એવા વિચારોની વચ્ચે ભદ્રા એવી બૂમ પડી, મેં એ બાજુ જોયું ત્યાં સુધી માં તો ભદ્રસિંહ સાથે અલપ-ઝલપ વાત કરીને  એ વ્યક્તિ નીકળી  ગઈ.થોડીવાર  પછી રાઠોડે મારી સાથે વાત કરતાં કહ્યુ કે ઓળખ્યાતા એ હતા ચમનલાલ વાઘેલા.
 બહુ ઇંતઝાર પછી સાંજે છ પછી અમારા કાગળ ઓ.કે. થઈ ને બહાર આવ્યાં.એટલાં ઝડપી પગથિયાં અમે નીચે ઊતર્યા કે ના પૂછો વાત.
 દ્રોણ બિલ્ડીંગની બાજુમાં ઊભા રહીને ચા-નાસ્તો કરતાં કરતાં અમે  આગળના પ્રવાસનું આયોજન કર્યું.રાત્રે સાડાદશ પછી અમદાવાદ બસ સ્ટેંડે ઊતરીને સીધા કાલુપુર રેલ્વે સ્ટેશને પહોચ્યા.એ  રાત્રે હૈદરાબાદ જવા માટે એક પણ  સીધી ટ્રેન ના હતી,સવારે નવ વાગ્યે રાજકોટ-સિકંદરાબાદ હતી.મતલબ કે અમદાવાદમાં રાત્રી  રોકાણ ફરજીયાત  હતું.અહીં સગું અને વહાલું કહી શકાય એવું એક પરીવાર હતું ત્યાં જઈ અમે ત્રણેય મિત્રો આરામથી સુઈ ગયા..............સુવાની વાત આવી એટલે મારે પણ હવે આરામ કરવો જરૂરી છે હો આવતીકાલે  ભાભર ખાતે ઓડીટ હોઈ........ ચાલો ફીર મિલેંગે.
                 લેખક: કાંતિલાલ રૂપાભાઈ પરમાર
               લખ્યા તારીખ:રવિવાર, 22 જાન્યુઆરી 2017
               સમય: રાત્રે ૧૦.૫૨

Comments

  1. સરસ.શુભરાત્રી.

    ReplyDelete
  2. Very nice...jivan na yadgar sambharana ne lekhit swarup aapyu...so..good

    ReplyDelete
  3. Very nice...jivan na yadgar sambharana ne lekhit swarup aapyu...so..good

    ReplyDelete
  4. જુગ જુગ જીવો ,ખુશ રહો .

    ReplyDelete

Post a Comment