Haidarabad BHAG 3

                   હૈદરાબાદ ભાગ-3
                                  લેખક: કાંતિલાલ રૂપાભાઈ પરમાર



                             અમદાવાદ છોડ્યું, ટ્રેનમાં તાજી હવા અને નવા વિચારો પણ આવ્યા,ગુલબર્ગા ઉતરવાવાળી ત્રણ સવારીઓના ચહેરા પર હવે થોડું સ્મિત આવ્યું, આસુંઓ લુંછાઈ ગયા અને બુરખાનો ચહેરો ઢાંકવાનો છેડો મહાન દેશ ગ્રીસના લડવૈયાઓના શિરકવચ જેવો થઈ ગયો.
        પહેલું બોલવાનું અમે ત્રણે ચાલુ કર્યું કે એમણે એ યાદ નથી પણ એટલું યાદ છે કે બોલવાનું ચાલુ થયા પછી ગુલબર્ગા ના સ્ટેશન સુધી વાતો બંધ નથી રહી.
     આ ત્રણ બાનુઓ માં પહેલી તેત્રીસ થી પાંત્રીસ વર્ષની હશે, ત્રણેયમાં એ શરીરે થોડી ભરાવદાર હતી.એની બોલવાની ભાષા વિવેકી હતી.એના બોલવાના લઢણ પરથી લગતું હતું કે એ દક્ષિણ ભારતમાં વધારે સમય રહી હશે, એ નાસ્તો એટલો બધો લઈને આવી હતી એના પરથી કહીએ તો ચાલે કે એનું શરીર ભરવદાર હતું એ લાજમી હતું.
 એના ઉર્દુ છાંટના શબ્દો સાંભળવાના લીધે એના નેપ્થ્ય ને સમજવાની મજા આવી.એ એટલી બધી ધાર્મિક હતી કે બારીમાંથી નદી દેખાય એટલે એ તરત એનો બટવો ખોલવા લાગે અને એમાં થી જે એક , બે કે પાંચનો સિક્કો મળે એટલ્ર ત્વરાથી  એનો નદીમાં ઘા કરે.કેટલીક વાર તો સિક્કા બારી માંથી અથડાઇ ને પાછા અમારા ખોળામાં પડે.ક્યારેક પૂલની રોલિંગને અથડાઈને રસ્તા પર પડે, આટલી નિષ્ફળતાઓ છતાં પણ એ સન્નારીએ સિક્કા નદીમાં નાખવાના બંધ ના કર્યા.
ઘણી બધી વાતો કર્યા પછી એ બોલી હતી તું  ગુજરાતી લગતા તો નહી હે...તેરા બોલને કા સ્ટાઈલ.............અને મેં હસીને કહ્યું હતું કે તો શું હું તને બિદર નો લાગુ?? એને ઉતરવાનું હતું  ગુલબર્ગા પણ  એનું રહેઠાણ બિદરમાં હતું.બિદર દક્ષિણ ભારતમાં તાંબા-પિત્તળનાં વાસણો બનાવવા માટે પ્રાચીન સમય થી જાણીતું શહેર છે.
 શરૂઆત માં એણે અમને નાસ્તો કરવાનો વિવેક કર્યો હતો, અમે પણ વિવેકથી ના પાડ્યો હતો પણ સ્ત્રી હઠના જેમ એણે જ્યારે હઠ પકડી એટલે અમે નાસ્તો કરવા નો ચાલુ કર્યો.મેં એને કહ્યુ હતું કે અમે વેજેટેરિયન છીએ, એ ખડખડાટ હસીને બોલી હતી એ  મુસાફરીમેં થોડા મટન બનાકે લે આતી??   બોલને કે બગેરે ખાને કા ચાલુ રખ... એ નાસ્તાની મીઠાસ...........
એક વખત હું ઉભો થઈ થોડું ચાલ્યો પછી વિચાર આવ્યો કે ચલો રેલ્વેના સ્વચ્છતા સંકુલની મુલાકાત લઉ.થ્રી ટાયર કરતાં જનરલ ડબ્બો હલે ઘણો..... આપણને સાલુ ના ફાવે હો.....ટાળે દિનો નાથ.
હૈદરાબાદમાં હિંદી જ બોલવાની હતી જે સુવિદ્યા અત્યારથી જ આ બાનુઓએ પુરી પાડી  હતી.અમારે નાસ્તાના વડાં માથી આખી ભલકુદણીયાં નોઢ ગુજરાતી વાર્તા હિંદીમાં આ બાનુઓને સંભળાવવી પડી હતી.અમારા મનમાં આનંદ હતો કે અમે હિંદી પાકુ કરીને જઈ છીએ પણ હૈદરાબાદે અમારી બીજી પરીક્ષા લીધી હતી.
રાત્રે અઢી વાગ્યા પછી ગુલબર્ગા સ્ટેશન આવ્યું અહીં ગાડી લગભગ અડધો કલાક ઊભી રહી.અમે ત્રેણય મિત્રો નીચે ઊતરીને બાનુઓ ને વિદાય આપી આવ્યા, એમની સ્નેહભરી મીઠાશ જીંદગીભર  યાદ રહેશે.
જનરલ ડબ્બાની લકડાની સીટો લાગે છે એ હવે ખબર પડી.હવે આખા ડબ્બામાંથી ગીર્દી  પણ ઓછી થઈ ગઈ હતી.સુરત,દમણગંગા,વલસાડ,ઉદવાડા, મુંબઈ આવું ઘણું બધુ પસાર થઈ ગયું હતું. હવે અમે કર્ણાટક માંથી આંધ્ર પ્રવેશ કરી ચુક્યા હતા.......સવાર થઈ ગયું હતું આટલે દૂર પહેલી વાર આવવાનું થયું હતું.રતાશ પડતો જમીન નો રંગ હતો. વૃક્ષો બહુ ઓછાં હતાં......
ચલો ફીર મિલેંગે  શુભ રાત્રી.....આવજો મારી સાથે કેવુ લાગે હૈદરાબાદ જોવા...
                        લેખક: કાંતિલાલ રૂપાભાઈ  પરમાર
                      લખ્યા તારીખ:મંગળવાર, 24 જાન્યુઆરી 2017
                      સમય: રાત્રે ૧૦.૩૪ 

Comments

Post a Comment