ભૂજનાં સંભારણાં
લેખન: કાંંતિલાલ રૂપાભાઇ પરમાર
[જુન ૧૯૯૦ થી એપ્રિલ ૧૯૯૨]
કોના કોના હાથમાં પાર્લે જી
હું ચશ્મા માય સ્ટાઇલ, સાથે ગીરીશ ભાઈ, નરેંદ્ર સિંહ ગઢા વાળા, ભેમજી ઠાકોર ધીણોધર ના એક માત્ર પપૈયા સાથે
સલામ
લેખન: કાંંતિલાલ રૂપાભાઇ પરમાર
[જુન ૧૯૯૦ થી એપ્રિલ ૧૯૯૨]
હજી હમણા જ ચડ્ડીમાંથી પેંટ પહેરવાની શરૂઆત કરી
છે, એવા સમયે ભૂજ માં પી.ટી.સી. કરવા જવાનું થયુ.
મોટા ભાઈ સાથે સવારના સમયે બસ સ્ટેશન માં ઊતર્યા, બસ
સ્ટેશનની સામે જ મિડલ સ્કુલ, આમ જનતા કોઈ પી.ટી.સી. કોલેજ તરીકે ન ઓળખે....
બે પાંચ ને કહ્યું પણ બમ્ફર.....પછે એક જણે કહ્યુ કે ભાઈ મિડલ સ્કુલ કહો એ આ સામે
જ રહી.
રાજાશાહીના સમય નું બાંધકામ, પ્લાસ્ટર વગર નું લાલ પથ્થર માં થી બનાવેલ મકાન, વિશાળ મેદાન..... માથું નમાવી ને ડોકાબારી માંથી
પ્રવેશ કર્યો. વચ્ચે ખખડ્ધજ એક માત્ર લીમડો, જમણી
બાજુ જિલ્લા પુસ્તકાલયનું નવુ મકાન. આ બધું જોતાં- જોતાં મિડલ સ્કુલમાં પ્રવેશ
કર્યો.
ઇંગ્લીશ આઇ આકારનું બહુ મોટું કહી શકાય એવું
બિલ્ડીગ, વિશાળ સેંટર હોલ પાર કરીને દક્ષિણ દિશામાં જમણી બાજુ એ આચાર્ય શ્રીની ઓફિસ, આપો આપ ઊઘાડ બંધ થાય એવા અડ્ધીયા બારણા માં
પ્રથમ મોટા ભાઈ અને પછી મે પ્રવેશ કર્યો.
ધીરુભાઇ અંબાણી ચેર માં શરીરે સુકલકડી પણ
તેજસ્વી ચહેરા વાળી વ્યક્તિ બેઠી હતી, કુદરતી
રંગ વાળા પ્રમાણ માં લામ્બા કહી શકાય એવા વાળ,કમર બહુ
પાતળી,સફારી ની સ્ટાઈલ નું શર્ટ,લાંબી મોરી વાળું પેંટ..... આ હતા અમારા આચાર્ય
શ્રી ભોગીલાલ હ. વાયડા સાહેબ.
વાયડા સર ની મારા જીવનપથ પર ઘણી અસર રહી.તેઓ
ઇતિહાસવિદ હતા,સારા
વક્તા હતા. સારા વક્તા એટલે અમારી પ્રાર્થના સભા અગિયાર વાગ્યા થી બે વાગ્યા
સુધી એક જ બેઠકે નોન સ્ટોપ કેટલીય વખત
ચાલેલી.
વાયડા સર એ મને પ્રવેશ આપ્યો.... અહીંથી
ચાલુ થયો જિંદગીનો નવો અધ્યાય.
અહીં
સરકારી હોસ્ટેલ ન હોવાથી અમે શોધખોળ ચાલુ કરી રહેવા માટેની પ્રથમ ભૂજ સીટીમાં પછી
સમાચાર મલ્યા કે અહીં ના વિદ્યાર્થીઓ કાં તો માધાપર રહેવા જાય યા તો મિરજાપર રહેવા જાય.
મેં મારા સિવાય બીજા બે મિત્રોનું ગૃપ
બનાવ્યું એક પ્રેમચંદ ભાઈ બાસ્પા વાળા અને બીજા પંચાસર ના વતની અને જેના સબંધી ઓ
દિલ્હી માં રહેતાં હતાં એવા સોમાભાઈ ઉર્ફે સુમન.
મિરજાપર માં લાલજી રામજી પીંડારીયા
ના ઘર ની આગાળ ની એક ઓરડી દોઢસો રૂપિયામાં અમારા ગૃપે ભાડે રાખી,અમારા મકાન માલિક ના ભાઈ વેલજી રામજી
પીંડારીયા તેમના ટુંકા નામ પરથી ભૂજ માં હોટલ હતી-VRP.
કચ્છમાં લોકોનાં નામ લગભગ ટુંક માં જ હોય, ભાઈ, લાલ,કુમાર અને ચંદ્ર ની પળોજણ માં બહુ ઓછા પડે.
મિરજાપર
ભૂજ થી નખત્રાણા- માંડવી રોડ પર પાંચ કિમિ દૂર આવેલું છે.છ રૂપિયા અને ત્રીસ પૈસા
માં ગુજરાત સરકાર ની એસ.ટી અમને એક મહિનો મુસાફરી કરાવતી, કેટલીક વાર તો અમે રજાના દિવસે યા તો ચાર
રાઉન્ડ પણ લગાવી દેતા.
લાલજી રામજી પીંડારીયાના મકાનની સામે બાલક્રિડાંગણ
હતું. બીજો એક ખાલી પ્લોટ પણ હતો જેમા દાડમ અને એક મીઠો લીમડો હતો,આ મીઠા લીમડાએ એકવાર મિડિયમ કડવો ઝગડો ગૃપમાં પણ કરાવેલો, પછી દાડમની
જેમ સમાધાન પણ થઈ ગયેલું.
ભૂજ માં ઘણું બધું જોવા જેવું.......હમીરસર તળાવ,શરદ પેલેસ,સ્વામીનારાયણ મંદિર,કચ્છ
મ્યુઝીયમ,પ્રાગમહેલ, આયના મહેલ,વિમાન મથક,સન સેટ પોઈંટ,વિજયરાજ
સિંહ પુસ્તકાલય,રા’ ખેંગાર પાર્ક,હોટલ લેક વ્યુહ, છતેડી[ રાજા ઓ નું સ્મશાન જે
ભુકંપમાં નાશ પામ્યુ છે], ભુજીયો ડુંગર, ભૂજ નો કિલ્લો,
હમીર સર
તળાવ રાજા હમીર સિંહ જી એ બંધાવેલ, શહેરની મધ્ય માં આવેલ છે,
ચોમાસામાં શહેરનું સાચું ઘરેણું છે છલોછલ ભરેલા હમીર સર ના કિનારે બેસી ને સાંજ ને
માણવીને એ એક લ્હાવો...આ તળાવની મિડલમાં રાજેંદ્ર પાર્ક આવેલો છે, રાજેંદ્ર પાર્ક માં થી શહેર નો
નજારો અદ્બભૂત.
શરદ
પેલેસ અંતિમ રાજવી મદનસિંહ્જી એ અતિ
આધુનિક સગવડો સાથે બંધાવેલ,એનો ઔષધબાગ અને ટેનિસ કોર્ટ
મને બહુ ગમતાં.શરદ પેલેસ ની આગળના રસ્તા પર હું સાઈકલ ચલાવતાં શીખેલો,ભાડાની સાઈકલ એક સ્ત્રી ને થોડી લગાડી દીધેલી..... પછી જે તમાશો થયેલો..
ભાઈ ભાઈ..
કચ્છ
મ્યુઝીયમ હમીર સર ની પુર્વ દિશાએ આવેલું છે, એના આગળ
પડેલી તોપ જમાદાર ફતેહ મંહમદની યાદ અપાવે છે, આ તોપ ટીપુ
સુલતાને જમાદાર ને ભેટ માં આપેલી....ઓ ભાઈ આ જમાદાર ખાખી દ્રેસ વાળો ન હતો પણ
કચ્છના રાજા ઓ નો સરસેનાપતિ હતો.
કચ્છના રાજાઓ
ને રા’ ની પદવી હતી, તેમના નાણા ને ‘કોરી’ કહેવાતી. કચ્છી લોકો ની દિલાવરી અને સંગીત મને પ્રિય.....
ચાલો થોડીવાર કોલેજ બાજુ જઈ આવીએ. બહુ દૂર નીકળી ગયા નઈ.
મિરઝાપર નીકળીને ભૂજ આવીએ,કેટલીક
વાર સારી રીતે જમ્યા નહોઈ એ તો પેરીસ
બેકરી ની ડબલ રોટી અચુક ખાઇ લેતા,એ ભાઇ કોઇ દિવસ ગણતરી ન
કરતો કેટલાક લોકો ત્રણ ખાઇને બે ના ચુકવી દે ને તો પણ એ લઇ લેતો. બીજો ગમતો ફ્રુટ
સલાડ એના પુરા ચુકવવા પડતા.
પછી એંટ્રી કરી એ કોલેજ માં.. હું વહેલો જ આવતો આવીને
પ્રથમ જિલ્લા પુસ્તકાલય ની મુલાકાત લેતો,એ વાચને મને
એક વાચક તરીકે નવી ઊંચાઈ આપી છે.
એક નાગપાંચમ જ હતી કે જે દિવસે અમે ભૂજિયા ડુંગર માં જઈ
શકતા અને સારી રીતે જોઈ શકતા, લશ્કર ના ઊચ અધિકારીયોના કપડાં અને એમની છાતી પર ના બેઝ જોઈ ને અંજાઇ
જતા.ત્યાં ફૌઝીઓ માટે અલગ થી સિનેમા ઘર હતું કદાચ ઓપન એર હતું ,અમે મિત્રો એક ફિલ્મ નું પોસ્ટર જોઇ રહ્યા હતા, એટલા
ફૌઝી અફસર ત્યાં પસાર થયા ‘’અરે દેખતો લિયા મર્દ હે ફીર કયા ચલો ભાગો યહાં સે”- ફિલ્મ મર્દ નું પોસ્ટર
હતું. કહેવા ની જરૂર નથી કે અમે ત્યાં થી ભાગ્યા.
વાયડા સાહેબ ની વાતો,સરસ્વતી બેન ની
સમજણ,સરોજ બેન ના તાસ, જયંતીલાલ સર ના દુહા, માણેક સર ની હેર સ્ટાઇલ, હસમુખ ગોર સર ની ફોટોગ્રાફી,મેવાડા સર ના રેટીયા,અંજારિયા બેન ની ભાષા પરની પક્ક્ડ.....
આ બધી આજીવન છાપ.. હો
પાલા ભાઇ ના પ્રિય
બહેન નું નામ....? બોરી સાગર હજી એ મેદાન માં ખડ્ખડાત
હસતો દેખાય છે. ગીરીશ પરમાર,જયરામ ઠક્કર,ગગાભાઇ ગલસર, ભેમજી ઠાકોર આમના માટે તો હજી બે પેજ જોઇશે.
નિલેશ દરજી,ખેંગાર આહિર, પબાભાઇ રાજાભાઇ તો સવાર માં સુતા હોઇ એ ને મસ્તી કરીને ભાગી જાય.................
બીજી વાતો ગુણોત્સવ પછી..
લેખન:
કાંતિલાલ રૂપાભાઈ પરમાર
૯૪૨૯૧૨૦૨૯૪
વોટ્સ
એપ્પ ૯૫૮૬૫૩૭૫૬૫
ગીરીશભાઇ ના સતત શિક્ષણ ના શિષ્યોકોના કોના હાથમાં પાર્લે જી
હું ચશ્મા માય સ્ટાઇલ, સાથે ગીરીશ ભાઈ, નરેંદ્ર સિંહ ગઢા વાળા, ભેમજી ઠાકોર ધીણોધર ના એક માત્ર પપૈયા સાથે
સલામ
હજી ત્રણ ચાર ભાગ આવસે........યાદો ને વાગોળજો.. આપના બાળકો ને બતાવજો, તમારી પાસે બિજા સારા ફોટા હોય તો મારા વોટ્સ એપ્પ પર મુકજો હજી ઘણી યાદો બાકી હો... આવજો ફ્રેંડ...





Very nice. ...moj.avi gai
ReplyDeleteaapno aabhar
DeleteVery nice. ...moj.avi gai
ReplyDeleteVery nice sir...
ReplyDeleteभूजमां फरवानोआन्न्द ...
DeleteMoment of past but geneous ..its realy show to our children nd our student... Teach us to one path of life.. Thnk to sir..
ReplyDeleteMoment of past but geneous ..its realy show to our children nd our student... Teach us to one path of life.. Thnk to sir..
ReplyDeleteMoment of past but geneous ..its realy show to our children nd our student... Teach us to one path of life.. Thnk to sir..
ReplyDeleteKunal ji aapno aabhar.
ReplyDeleteKunal ji aapno aabhar.
ReplyDeleteWah thanks kantilal great memory
ReplyDeleteG
ReplyDeleteખૂબ સરસ કાન્તીભાઈ, જૂની યાદો તાજી કરાવી આપી
ReplyDelete