બાબા સાહેબ આમ્બેડકર

                                                ડૉ. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરજી
                           નમન: કાંતિલાલ રૂપાભાઈ પરમાર






પૃથ્વી પરના એક મોટા ભૂ ભાગ પર અસમાનતાની આંધી ફુંકાઈ રહી હતી એવા સમય માં ભીમરાવ જી નું આ સંસારમાં અવતરણ  થયું. આ લોકમાં રહ્યા ત્યાં સુધી આ મહા માનવે સમય નો અદ્ભૂત સદ્પ્યોગ કરીને સમાનતા ની મીઠી લહેરખીઓ ભારતવર્ષ માં વહેતી કરી નાખી.
      આમ્બેડ્કર જી ને જે જવાબદારી ઓ મળી એ એમણે બખૂબી  નિભાવી. એમણે સ્વાનુભૂતિ કરતાં પરાનુભૂતિને વિશેષ પ્રાધાન્ય આપ્યું, સ્વાનુભૂતિ માં માણસ પોતાના પુરતુ જ વિચારે પણ પરાનુભૂતિએ કોઈક વિરલાઓ જ અનુભવી શકે,એ મહાન વિરલાઓમાં એક બાબા સાહેબ હતા. જેનું પરિણામ એ આવ્યું કે આપણને એક  સંતુલિત અને સમાજનો ઉત્કર્ષ કરે એવું બંધારણ મળ્યું.
  દરેક યુગ માં જે તે માણસની સમાંતર એ લેવલના માણસો હોઈ શકે, પણ મારી દ્રશ્ટી એ યુગનિર્માતા એ જ બની શકે જે આવનારી પેઢીઓ ના લેવલ પણ ઊંચા કરી દે. બાબા સાહેબમાં આ વિશેષ ગુણ હતો. એમણે કરોડો શોષિતો નો ઉધ્ધાર કરી ની એમનું લેવલ  ઊંચું લાવી દીધું.
  હજારો વર્ષોથી જેઓ કલમ પકડી શકતા ના હતા, એમને વિદ્યા નો, જ્ઞાન નો અધિકાર આપી ને પૃથ્વી પર એક નવો જ રાજમાર્ગ આપી દિધો. એ સમયે બંધારણ ઘડનાર કોઈ ઓર હોત અને ચીલાચાલુ પરિસ્થિતિ ચાલુ રાખી હોત તો એનો વિરોધ કરનાર કોઇ ન હતું. આજના દિને આ મહામાનવને મારા નમસ્કાર છે.
 @ કાંતિલાલ રૂપાભાઈ પરમાર ૯૫૮૬૫૩૭૫૬૫

 લખ્યા તારીખ :શનિવાર, 21 જાન્યુઆરી 2017

Comments

Post a Comment