ધીણોધર નો પ્રવાસ
                                                               કાંતિલાલ રૂપાભાઇ પરમાર



                                  મિત્રો આપણે હમણાં ત્રણ દિવસથી ભૂજનાં સ્મરણોને વાગોળી રહ્યા છીએ.થોડી આડા-અવળી વાતો કરીને આપણે આજે ધીણોધરના પ્રવાસની વાતો કરવાના છીએ.
                 એ દિવસોમાં ભૂજની રોનક કઈ ઓર હતી, વાયડા સર કોલેજમાં જુદાં જુદાં વ્યાખાતા લાવી ને વિવિધ વિષયો ની ઊંડાણપૂર્વક સમજ અપાવતામને યાદ છે એ પ્રમાણે પ્રસિધ્ધ લેખક હરેશ ધોળકિયા અને એમના બહેન દર્શના બહેન ધોળકિયાના વ્યાખાનમાં ખુબ જ  મજા આવેલી, ધોળકિયા સાહેબ ભૂજના દૈનિક પત્ર કચ્છ્મિત્ર માં કોલમ લખતા.
                એ વ્યાખાન માળામાં એક પ્રાથમિક શિક્ષક આવેલા એમણે ઘણા બધા પર્વતો પર ચઢાણ કરેલું, હિમાલયમાં એમણે કરેલા કારનામા..!! અમને કોલેજના હોલમાં  બેઠે- બેઠે  રોમાંચિત કરી નાખેલા, આ શિક્ષકમિત્રનું નામ તો હું આજે ભુલી ગયો છું પણ તેઓ સાઇકલ પર એમની નાની દિકરીને બેસાડીને ઠંડીમાં સાઇકલ દોડાવતા, આગળ જતાં એમની દિકરી પણ પર્વતા- રોહક બનેલી, કેટલાક સેના ના જવાનો સાથે તેઓ  હિમાલયમાં એક પહાડપરથી રસ્સાથી નીચે ઊતરી રહ્યા હતા,એ સમયે નીચે ઊતરવા નો વારો એક જવાનનો આવયો અને એ સમયે જવાનના હાથમાંથી ગ્લોઝ નીકળી ગયું પણ એમણે રસ્સો છોડ્યો નહી નીચે આવતાં- આવતાં જમણાહાથ નો અંગુઠો કપાઇ ગયો.... સાહસની કિંમત ચુકવવી પડે છે મિત્રો....આ બધી વાતો સાંભળીને અમારા  મન માં પણ એક સાહસિક પ્રવાસ કરવાની ઇચ્છા જાગી.
                   એકાદ અઠવાડીયા સુધી તો અમે ચર્ચા-  વિચારણા કરી , ધાબા ઉપર જઈએ શેરડી ના સાંઠા ખાતા રહી  અને ડુંગર તરફ જોઇ ને કહેતા રહી કે એક દિવસ  આ ડુગરાને નજીક થી જોવો છે’’.ડુંગરા દૂર થી રળીયામણા’’  એ કહેવતની ચિંતા કર્યા વગર અમે મિરઝાપર ની આસપાસ ના નાના-નાના ડુંગર શનિ-રવિ પગે ચાલીને અમે ફરી વળ્યા હતા... પણ આ ધીણોધર એનું નામ એને ક્યારે જોઇએ....
              તારીખ તો યાદ નથી પણ શુક્રવાર હતો, એ દિવસે શારજાહ કપ ની મેચ ભારત વાળા પાકિસ્તાન સામે જીતી ગયા હત. સાંજના આશરે સાડા પાંચ પછી અમે   ધીણોધર સર કરવા માટે પ્રયાણ કર્યુ. અમારી સાહસિક ટીમનો આપ વાચક મિત્રો ને આછેરો પરિચય કરવું.
          નમ્બર એક ગીરીશ શિવરામભાઇ પરમાર રાધંનપુર પાસેના પ્રેમનગર ના વતની,શિક્ષક પિતાનું સંતાન એમના વિશે આ બ્લોગમાં આગળ પણ લખાયુ છે, નંબર બે જયરામ ઠક્કર ગોરો અને સુંવાળો થરા નો વતની, પાક્કો વેપારી અમારે વાવ- થરાદ માં જેને ચલમ[ભુંગળી]કહે જે તમાકુ નું ધુમાડા રૂપે સેવનકરવા માં ઊપયોગી એના પોતે ડીલર હતા.ત્રીજા મિત્ર હતા રાપર ના ભેમજી ભાઇ ઠાકોર જેઓ કચ્છ્ના રસ્તાઓ ના જાણકાર હતા.હતા.ચોથા મિત્ર હતા... ગગા ભાઈ ગલસર,વટ નો કટ્કો વાવ વાળા મારા  પાડોશી અને રૂમ પાટર્નર.
          અમે પાંચ મિત્રો એ જરૂરી સાધનસરંજામ સાથે નીકળી પડ્યા.એક  ચપ્પુ,પાંચ લીટર પાણી,સુકી ભાજી,સુખડી, રેડીયો લઇ ને નીકળ્યા,પ્રવાસનો એક માત્ર નિયમ પાકા રોડે ચાલવાનું નહી, મતલબ ઉજ્જ્ડ, ધીણોધર ની દીશા ના આધારે. ઘણા બધા મિત્રો મિરઝાપર ના પાટિયા સુધી અમને મુકવા આવ્યા.
                 મિરઝાપર થી થોડો સમય ચાલ્યા પછી તરત   જ અંધારું અમને ઘેરી વળ્યું. કાચા રસ્તા પર ચલતાં-ચાલતાં પરિચિત તળાવ આવ્યુ,જ્યાં અમે ઘણા શનિ- રવિ ફરવા માટે આવેલા. સુમશામ નીરવ શાંતિમાં એકમાત્ર ધીમો- ધીમો ટ્પ ટપ અવાજ આવી રહ્યો હતો. જે બાજુ અવાજ આવતો હતો ત્યાં શીવ મંદિર હતું, રાત્રીના સમયે પુજારી શિવલિંગ પર બિલિ ચડાવી ને પુજા કરી રહ્યા હતા.
               હવે થી રસ્તો બિલકુલ અજાણ્યો અને ઝાડ-ઝાંખરાં વાળો હતો, ઘણા બધા ઝાડ કાંટા વાળા હતા,ડુંગરાળ રસ્તા પર અમે ચાલવાનું ચાલુ રાખ્યું. અચાનક એક મોટું જળાશય આવી ગયું અમારા પગરવ અને વાતોના અવાજથી કિનારે નિકળેલુ કદાચ મગર કે કોઇ ભારે પ્રાણી ધુબાકાના અવાજ   સાથે પાણીમાં પડ્યું. મને લાગે કે બધા થોડા- થોડા ડરતા હતા પણ કહેતા ના હતા યા તો ડર ને અવગણી ને ચાલવામાં મશગુલ થઇ ગયા.
           અમારી પાસે કઇ હોકાયંત્ર હતું દિશાના આધારે અમારું એકધારુ ચાલવાનું ચાલુ હતું.રાત્રીના સાડા ત્રણ વાગ્યા હતા.મારા અંદાજ પ્રમાણે અમે ત્રીસ બત્રીસ કિમિ ચાલ્યા હોઇએ એમ લાગતું હતું. અમે હવે થોડી ઊંઘ લેવા નો વિચાર કર્યો. કેવી આવી હશે ઊંઘ ???.... આગળ ની મુસાફરી કેવી રહી હશે એની વાતો આવતા અંકે.....મિલતે રહેંગે દોસ્તો......
                        @કાંતિલાલ રૂપભાઇ પરમાર
                           લખ્યા તારીખ :17 જાન્યુઆરી 2017

Comments

Post a Comment