ભૂજ ભાગ 2
વ્હાલા મિત્રો આપની
ઇંતઝાર કરવાની કલા ગમી, ગઇ કાલે રાત્રે
બહુ મોડું થઇ જવાથી અને ગુણોત્સવ ની ભારી ચિંતા હોવાને લીધે આપની સાથે વિશેષ વાત
ન કરી શક્યો..................!!!! હાં બોલો તો આપણે ક્યાં હતા.. મારી ધારણા
પ્રમાણે ધીણોધરના ફોટાથી આપણે જુદા પડ્યા હતા.
એકવાર સવાર નો સમય હતો, ખખડ્ધજ
લીમડાની સામેના મેદાનમાં ૧૦/૧૨ મિત્રો વોલીબોલ રમી રહ્યા હતા, એ સમયે એક જીપ ત્યાં
આવીને ઉભી રહી, જીપની બ્રેક એ જગ્યાએ લાગી કે રમત માં ભંગ પડ્યો... રમતવીરોમાં
ગીરીશ પરમાર અને અન્ય મિત્રો હતા, ગીરીશ એ દિવસો માં સન્ની દેઓલ ના ફિલ્મ નરસિંહા
જોઇને આવ્યો હતો, જીપના ચાલકને ધમકાવી ને ત્યાં થી દૂર કર્યો,ગુસ્સા અને નારજગી
સાથે એણે જીપ દૂર લીધી અને રમતવીરો રમત માં મશગૂલ થયા.
બીજા
દિવસે અગીયાર વાગ્યે નિત્ય નિયમ પ્રમાણે કોલેજમાં એંટ્રી, કોઇ દિવસ મોડો ન આવનાર ગીરીશ
આજે ચાલીસ મીનીટ જેટલો લેટ હતો... આ ચાલીસ મીનીટ તો ઘણું બધું કરી ગઇ, એટલા સમય
માં ગઇ કાલે રમત માં થી રવાના કરનાર જીપ ચાલક એના ચાર –પાંચ ટપોરીઓને લઇ ને
આવી ગયો અને એનાથી થાય એવી ધડાધડી કરી ગયો.. ગીરીશ લેટ હોવાને લીધે આબાદ બચાવ...
કભી કભી સમય ચુકવો એ પણ શુભ....!!!
આવા
નાના-મોટા બનાવ બનતા રહેતા, એકવાર અમારો પાઠ મિરઝાપર ની સ્કુલમાં ગોઠવાયેલો. નવું યુવા
તાજુ લોહી અને શિક્ષણમાં ધરમુળથી ફેરફાર લાવવાની ખેવના, અમે બધા લશ્કરી શિસ્તના
આગ્રહી. આ શાળામાં પણ અમે સોપો પાડી દીધેલો. રિશેષ પહેલા અમે અમારો પ્રભાવ પાડી
દીધેલો..રિશેષ પછી રાબેતા મુજબ અમારું શિક્ષણ કાર્ય્ ચાલુ થયુ, ગીરીશ પાઠ આપતો હતો અને અમે ત્રણ
મિત્રો અમારી નિરીક્ષણ પોથીમાં નોધ કરી રહ્યા હતા.જેવો ગીરીશ કાળાપાટિયા માં નોધ
કરવા ગયો એ સમયે એક વિદ્યાર્થી એના દફતર માંથી ધારદાર લાંબો ‘છરો’ લઇ ને ગીરીશ પર
હુમલો કરી દીધો, નિરીક્ષકો સચેત થયા ન હોત તો એ બહુ ખરાબ બનાવ હોત.....પણ
ન તો અમંગળ બન્યુ છે અને ક્યારેય પરમ તત્વ અમંગળ ન બનવા દે.
ચાલો વર્ગખંડ માંથી થોડા બહાર નીકળીએ, સાંજનો સમય હતો. ભારતના
નકશા જેવી રોટલીઓ બનાવીને અમે હમણાં જ રાત્રી ભોજન લીધું હતું. મારા અને ગીરીશ ના
ભાડા ના મકાન વચ્ચે પચીસેક ડગલાં નું અંતર, રજા હોય તો આખા દિવસમાં પચાસેક આંટા
ફેરા થઇ જાય.અમે બન્ને બેઠા હતા એ સમય લાઇટ જતી રહી. અંધારું થયું એટલે મિત્રો જયરામ ઠક્કર, ગગા ગલસર, ભેમા ઠાકોર આ
બધા યાદ આવ્યા અમે એમને શોધવા નીકળ્યા,
દસ-બાર મિત્રો અંધારા માં જયરામ ઠક્ક્રર ના રૂમમાં વાતો કરતા જોવા મળ્યા અમે ધીમે
પગલે રૂમ માં છુપો પ્રવેશ કર્યો... પછી રૂમ માં કોહરામ મચી ગયો, જે હાથમાં આવ્યા
એને હાથથી બરાબરના માર્યા એમાં એક અજાણ્યો અવાજ આવવા લાગ્યો ‘’અરે મામા જી અટે
લાગીયો’’....
વળી અવાજ આવ્યો.. ઓ.. મામા જી વો દ્દુષ્ટ લોગ કોન થે?? અએ મામા નો ભાણેજ આજે પણ
યાદ છે.
પરિશ્રમ બંગલાની
પાછળના ભાગમાં અમારું ભાડાનું મકાન , જમણી બાજુથી ચાલુ કરીએ એટલે પ્રથમ હું મારા
સામે ના ભાગે એક બિહારી ફૌઝી રહે એની એક્માત્ર
પત્ની સાથે. મારે જો કોલેજ વહેલી
હોય અને હું બપોરે ઘેર આવી જાઉ, એ સમયે મારા પડોશી ફૌઝી આરામમાં હોય એ સમયે હુ
ધીરેક થી ઘરનો મુખ્ય દરવાજો ખોલી ને એમની તાળા વગરની સાઇકલને બહાર લઇ જતો, પછી
તાકાત હોય એટલી એને પથ્થર વાળા રસ્તા પર
દોડાવતો. ચાલીસેક મીનીટ દોડાવીને પાછી એ જ જગ્યા એ મુકી દેતો.. ક્યારેય
રંગે હાથે પકડાયો ન હતો.હજી એ મિરઝાપરના રસ્તા એટલાજ યાદ.... હમણાં યાદો તાજી કરી
આવ્યો.વઇટ........ધીણોધર નો પ્રવાસ આવતા અંકએ...........
લેખન
: કાંતિલાલ રૂપાભાઇ પરમાર્

Wah...tamara lekh vancha nu vaysan thai gayu...nice...
ReplyDeleteWah...tamara lekh vancha nu vaysan thai gayu...nice...
ReplyDeleteSara vachak hovu ae bahu moti baat kd.... Ji
ReplyDeleteSara vachak hovu ae bahu moti baat kd.... Ji
ReplyDeleteKismat aur samay khel apna apna
ReplyDeleteJi
DeleteNamskar kantilal.....
ReplyDeleteAapni lekhan shakti sachej ek paripakv lekhak jevi lagi....vanchati vakhate kyay kanatalo na aave evi saras shaili ma lekhan kaushaly viksavva badal khub khub abhinandan
Nmskar Jayesh Bhai
ReplyDeleteJayesh bhai aapno abhipray Dil ne zanzanavi gyo.aapni pasethi Ghani shikhyo chhu.
ReplyDelete