માવસરીની મોજ
                          લેખન: કાંતિલાલ હેમાણી

માવસરી





 સી.આર.સી માં પાંચ શાળા ઓ આવેલી છે. જેમા  માવસરી, જોરડીયાળી, તખતપુરા,બરડવી અને આકોલી  એમ પાંચ શાળઓ નો સમાવેશ થાય છે.હરીપુરા થી માવસરી પહોચતા 20 મીનીટ નો સમય લાગે છે.                     
વાંકા ચુકા રસ્તે 5 કિમિ ટડાવ થાય. ટડાવ ચાર રસ્તા થી જમણી બાજુ વળી ને એક કિમિ ચાલતાં ત્રિભેટો આવે.અહીં થી પણ જમણી બાજુ ના રસ્તે 5 કિમિ ચાલતાં બાલુંત્રી નું  ત્રિશુલ તળાવ આવે,આ તળાવનું ઐતિહાસિક મહત્વ ખુબ છે.નાની પાળ અને આજુ- બાજુના વ્રુક્ષો એ એની શોભા છે.એની  શોભા માં અનેરી વ્રુધ્ધી કરે છે, એના દેશ વિદેશ ના મહેમાન પક્ષ ઓ. એનો કલરવ અને એમની મસ્તી તો અદ્ભુત.  આ વિશાળ તળાવ માં ઉનાળા ની શરૂઆત સુધી ચોમાસા નું પાણી રહે છે.ઓક્ટોબર માં પક્ષી આવે છે  અને  મધ્ય એપ્રિલ સુધી રહે છે.
લુંત્રી ને પસાર કર્યા પછી ચાર રસ્તા આવે છે. એક  જાય ટોભા બાજુ જે રસ્તે આપણે આકોલી પણ જઈ શકાય.બીજો જાય બરડવી આ રસ્તો નવો બન્યો. ત્રીજો જાય કારેલી,
      પણો પ્રિય રસ્તો બરડવી વાળો.એકાદ જમ્પ અને 4 કિમિ પસાર કરતાં  બરડવી ગામ આવી જાય.બરડવી પણ હરીપુરા જેવુ નાનકડું ગામ, અંદર એક ગોગા નું મંદિર,સામે જ સુંદર શાળા.....શાળા નું ઘરેણું એનો બગીચો અને ધન સુંદર મજા નાં બાળકો.આ શાળા માં એક દંપતી ઘણા વર્ષો થી નોકરી કરે છે.
જગત ના પ્રિય રસ્તાઓ માં મને  મારા  સી.આર.સી. માવસરી નો રસ્તો બહુ ગમે. એના પર મધુર ગીત ગાતાં ગાતાં ગાડી ચલાવવા ની મને બહુ મજા આવે.
 આટલું વિચારતાં- વિચારતાં ભુતીયુ નાળું પસાર થઈ જાય.... ઓ હો ડરતા નહિ હો................ અહીં કોઈ ભુત નથી પણ પહેલા ના  સમય માં આ  સુમશામ જગ્યા હતી[હવે નર્મદા ની નહેર આવતાં લોકો ખેતરો માં રહેતાથયાછે.] એટ્લે લોકો એ એનું નામ ભુતીયુ નાળું પાડ્યુ હશે એવુ મારું અનુમાન છે.
રહુડા ના પીળા ફુલો ની સુગંધ લેતા લેતા માં તો માવસરી આવી જાય.આંતરરાષ્ટ્રીય સરહદ નું છેલ્લું ગામ, મારા  સેંટર નું સૌ થી મોટું ગામ. એક થી આઠ ધોરણ.શાળા ત્રણ ભાગ માં વહેચાયેલી છે.શાળા ની અંદર ગોગા જી નું સ્થાન છે.
 ગામ ઊંચાણ વાળા ભાગ પર વસેલું છે.ગામ માં આરોગ્ય કેંદ્ર ની સુવિદ્યા  સારી છે.એક પોલિસ સ્ટેશન છે જે ગામ થી થોડું દુર છે.પોલિસ સ્ટેશન માં ઊંટ પણ રાખવા માં આવે છે.પોલિસ સ્ટેશન્  ની પાછળ  ના ભાગ માં  વહાનવટી માતા નું મંદિર આવેલું છે.
અહીંથી આપ આપ ની ગાડી ની સ્પીડ થોડી વધારે કરો એટલે હિંદી માં લખેલું આવે............ ઠીકાના મંડાલિ, રાજ્સ્થાની લોગો રો ગાંવ હે, હવે તો ગુજરાથી થૈ ગ્યા.મારી દ્રષ્ટી એ મંડાલિ નો અર્થ થાય..... મન નિ ડાળી.
ખારી અને મીઠી જમીન નું વિભાજન કરતી પક્કિ કાળી સડક જોરડીયાળી તરફ ચાલી જાય છે, આટલું વિચારો એટલા માં તો ડાબી બાજુ ખારા પાટ જેવું વિશાળ સુકું તળાવ જોવા મળેમળે, તળાવપુરુ થાય એટ્લે શરૂ થાય ગામ.... જોરડીયાળીનું.ફુટરીયું અને  પીપળીયુ એવા બે બીજા તળાવ પણ છે. આ બે તળાવ પાર એટલે આવે ત્રિભેટો, ત્યાં થી ડાબી બાજુ વળો એટલે  આવે ઘટાટોપ વ્રુક્ષો થી ઘેરાયેલી શાળા જોરડીયાળી.
એક થી આઠ ધોરણ ની વિશાળ શાળા. સુંદર બગીચો, પૈસા ખર્ચી ને વાવેલી લોન............... લોન શબ્દ થી ગભરાઓ નહી જી... આ તો લીલી  ધ્રો ની વાત છે...આમ્બેડકર ભવન એ શાળા નું ગૌરવ છે.શાળા નું વિશાળ મેદાન  સાંસ્ક્રુતિક  કાર્યક્રમો માટે વિશાળતા ના લીધે   ઊપયોગી છે.
શાળા માં આવેલા માઇલ સ્ટોન બાળકોને અંતર સમજવામા ખુબ ઊપયોગી છે.. મેદી ની વાડ,છુટા છવાયા રૂમ,સીંટેક્ષ માથી બનાવેલ પ્રાર્થનાખંડ આ બધી શાળા ની વિશેષતાઓ છે.આ  શાળા ની સ્વછતા અને રૂપકડા બાળકો નો ગણવેશ એ ઊડી ને આંખે વળગે એવી ચીજો છે.
જોરડીયાળી થી ચાલી ને પણ પહોચી શકાય એટલી નજીક છે શાળા  તખતપુરા,તખતપુરા નહી નાની અને નહી મોટી એવી મધ્યમ પ્રકાર ની શાળા  કહેવાય.
ગામ માં પ્રવેશતાં જ આવે મોટું પાણી નું ટાંકું... સામે નુ બાજુ દૂધ મંડળી, પછી આવી મારી સુંદર શાળા.અહીં પણ એક થી આઠ  ધોરણ છે........ ઘણા બધા  રૂમ છે.નવો બનતો બગીચો છે.
એ જ રસ્તા પર દોઢ કિમિ પાછા ફરીએ એટ્લે આવે પીપળીયુ તળાવએના કિનારે ડાબી બાજુ નવો રસ્તો બન્યો આકોલી જવા માટે,ગાડી ધીમે ચલાવવાની નહીતર આગળ અચાનક જ નહેર આવી જાય,અને આભાસ પણ એવો થાય કે વચ્ચે નહેર છે જ નહિ............... ગોડ બલેશ... હજી સુધી કોઇ મુશ્કેલી આવી નથી.
નહેર ના કિનારે કિનારે  એકાદ કિમિ ચાલો એટલે આપને શાળા દેખાવા લાગે. તળાવના કિનારે આવેલી રમણીય શાળા.એક થી આઠ ધોરણ.રમત- ગમત નાં સાધનો થી સજાવેલો મેદાન નો ખૂણો... રમો ભાઇ રમો...
આકોલી એ એક્સ લાલ લાઇટ વાળા  માવજી ભાઇ સાહેબ નું ગામ છે.આકોલી માં બેંક પણ છે................ મારા સી.આર.સી. ની  એક માત્ર બેંક.[આજ રોજ શિક્ષક તરીકે બિસ સાલ પુરા કરવા ની ખુશી માં આ લેખ  લખાયો છે.]
             
લેખન: કાંતિલાલ રૂપાભાઇ પરમાર
                       સી.આર.સી.કૉ.ઑ માવસરી










         

Comments

  1. ખૂબજ મજા આવી તમારો લેખ વાંચવાની અમારી ભુમિ છે છતાં પણ અમને આ બધી ખબર નથી એક એક વાતથી વાકેફ છો તમે જાણકારી આપવા બદલ આભાર લક્કી નોકરી

    ReplyDelete
  2. વાહ બખૂબી વર્ણન કર્યું છ

    ReplyDelete

Post a Comment