ગુજરાતનું હીર- વાવ


                                પ્રવાસીની આંખે “ગુજરાતનું હીર વાવ”
        આજે મોબાઈલ પર સવાર-સવારમાં સર્ચ કરતાં મોટાભાગની બધી જાહેરાતો પ્રવાસને લગતી આવી. આમેય તમારા સોસ્યલ એકાઉન્ટ  પર તમે જેને પસંદ કરો અને થમ્સ-અપ નું બટન દબાવો એને લગતી પોસ્ટ હોય એ તમને સૌ પ્રથમ બતાવવામાં આવે. મારો સૌથી વધારે જીવ હર- હમેશાં  પ્રવાસમાં જ પરોવાયેલો રહે. હું પ્રવાસ ન કરતો હું  તો પણ જાણે પ્રવાસમાં જ છું  એવો સતત અહેસાસ રહે.આમેય જીવન એક પ્રવાસ  જ છે ને..!! કેટલાકનો આ પ્રવાસ સુખદ હોય છે ,જ્યારે સતત ફરિયાદો કરનારાઓની તો વાત છોડો...!
 હમણાં એક દિવસ બહેન નીતા કોટેચાનો મેસેજ મુંબઈ થી આવ્યો ,”અવતરણ મોકલો” એક કોફી ટેબલ ટાઈપની બુક બનાવવી છે, એવું કહ્યું. મે કહ્યું બેન હું  જે કઈ લખું છુ એ બધુ અવતરણ હોય છે.
        તો ચાલો મિત્રો આજે વાવ તાલુકાના પ્રવાસે..છો તૈયાર..!! આજ નું લેખન આપના માટે તો અવતરણ જ રહેવાનુ છે. કારણ કે વાવ તાલુકો વિશેષતાઓથી ભરેલો છે , ફ્ક્ત જોવા માટે આપની દ્રષ્ટિ જોઈએ.તો આજે આપે મારા ચશ્માથી આખો વાવ જોવાનો છે.. આપના ચશ્મા પણ સાથે જ રાખજો.
        શરૂઆત કરીએ મારા ઘર એટેલે કે હોમ ગ્રાઉંડ હરિપુરાથી... હરીપુરા પાલનપુરથી અંદાજિત સવાસો કિલોમીટર  અને વાવથી ત્રેવીસ કિલોમીટર દૂર આવેલું છે. વાવના રાજવી હરિસિંહ જીના નામ પરથી મારા ગામનું નામ હરીપુરા રાખવામા આવેલું છે.હરિપુરાથી એકજેટ ઉત્તર દિશામાં અંબાલા તળાવ આવેલું છે.એના કિનારે ઉભેલો ઘેઘૂર વડ “કબીર વડ” ની યાદ અપાવે છે.આ વડ પરથી આપણને ખ્યાલ આવે છે કે અમારા ગામના  વડીલો વડલા જેવા સમજુ અને પર્યાવરણ પ્રેમી હતા, એમને પાંચમી જુનની રાહ જોયા સિવાય પર્યાવરણ દિવસ ઉજવ્યો હશે એમ હું માનું છુ, ગામને આવી સુંદર વડલા રૂપી વિરાસત આપવા બદલ એમના પરમ આત્માને નમન.
        આંબળા તળાવ અને આ વડલાને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તો વાવ તાલુકાનું એક સુંદર જોવાલાયક સ્થળ બની શકે એમ છે.ચોમાસાના દિવસોમાં વડલો  જાણે દરરોજ એક-એક ફૂટ વધતો હોયને એવો લાગે. પાછા વર્ષા ઋતુમાં વડલા બે રંગ દેખાય એક ઘેરો લીલો કે જે જુનાં પાંદડાનો હોય બીજો વરસાદી પાણી અને સોનેરી હવામાનના લીધે નવી ફૂટેલી કૂંપળો પણ સોનેરી અને કેસરી કલર ધારણ કરે આવા સમયે વરસાદનાં ગીતો ગાઈને તાજામાજા થયેલા મોરલા જ્યારે વડ પર બેસેને એવા સમયે તો આપણું મન પણ “મેઘાણી” થઈ જાય.
        બાજુમાં આવેલા શિવમંદિરમા  સાંજની આરતી થાય ત્યારે  એ આરતીના લય સાથે જે વાંદરાઓ કૂદે અમે ઘણી વાર એમ થાય કે આમને જોઈને ઓલમ્પિકના એથ્લેટ કદાચ શીખ્યા હશે આવું કુદવાનું..! બપોરના સમયે ગરમીમાં પણ એસી જેવી ઠંડક આ મહાવૃક્ષ  વડલો   જ આપી શકે. આ સુંદર વાતાવરણમાં “અરજનપુરી” બાપુએ સમાધિ લીધેલી છે, એમની કેસરી રંગની ડેરી અને ઝાળ આ અંબાલા તળાવને ઘરેણા જેવા સુંદર લાગે છે.    
        વાવ  તાલુકામાં હરીપુરા કુલ ત્રણ છે, એટલે ઘણીવાર લોકોને ખાસ પૂછવું પડે કે હરીપુરા એટલે ક્યૂ ?એક જે મારુ હરીપુરા જે ટડાવની બાજુમાં આવેલું છે, બીજું વાવ શહેરની બિલકુલ બાજુમાં આવેલું છે અને ત્રીજું  સૂઈગામથી નડાબેટ જતાં જલોયાની નજીક આવે જો કે આને હિરપુરા કહે છે પણ ઉતાવળમાં વાંચવાવાળા આને પણ  હરીપુરા જ સમજે છે.
        આજે આપણે વાત તો વાવ તાલુકામાં આવેલા પ્રવાસ અને જોવા લાયક સ્થળો ની કરવાના હતા જેમાં પહેલી વાત મારા જન્મસ્થળ હરિપુરાની કરી.બૃહદ વાવ તાલુકાનું સૌથી સારું જોવાલાયક સ્થળ મારી દ્રષ્ટિએ “નડાબેટ” કહેવાય.બૃહદ એટલા માટે કહું છુ કે હાલ એ સૂઈગામ તાલુકામાં આવી ગયું.
        નડાબેટ શબ્દમાં આવતો બેટ શબ્દ મહત્વનો છે.આમ જોવા જઈએ “બેટ” તો ફ્ક્ત દરિયામાં જ હોય પણ એવું નથી, બેટ રણમાં પણ હોય. જેમ ચારેય બાજુ દરિયાનું પાણી હોય અને વચ્ચે જમીન નો ભાગ હોય એને બેટ કહેવાય એ જ રીતે ચારેય બાજુ રણની ખારી જમીન હોય અને નાનો એવો જમીનનો ટુકડો કે જ્યાં મીઠું પાણી અને વૃક્ષો હોય સાથે –સાથે જમીન પણ મીઠી હોય એને પણ બેટ કહેવાય.
        મીઠી શબ્દ પરથી મને પાકિસ્તાનમા આવેલું મીઠી યાદ આવી ગયું એની સાથે-સાથે અમે સાતમા ધોરણમાં ભણતા હતા ત્યારે એક કવિતા આવતી જેના શબ્દો હતા” મીઠી માથે ભાત” ઠીક છે આતો થઈ  આડા પાટાની વાત આપણે મૂળ વાત પર આવીએ તો ..!
        નડાબેટ જોવા જવા માટે તમારે સૂઈગામ તો અચૂક આવવું જ પડે, કારણકે ત્યાં જવા  માટે આ એક માત્ર રસ્તો છે.સૂઈગામ ના રસ્તે ચડો એટલે તમને ભારતના બધા જ પ્રદેશની મોટી ટ્રક અચૂક જોવા મળે, એનું કારણ એ છે કે આપણા દેશના મહા બંદર કંડલા જવાનો રસ્તો અહીથી પસાર થાય છે. તમારી સાથે તમારાં બાળકો હોય તો એમને ગાડીઓના ન્ંબર વાચવાની મજા આવે સાથે-સાથે જુદા-જુદા પ્રદેશોનું જ્ઞાન પણ મળે.પંજાબના લોકો અને કોઈ દક્ષિણ ભારતના ડ્રાઈવર હોય તો એમનો પહેરવેશ પણ જોવા મળે.જો તમે હોટલ પર ચા-પાણી કે જમવા બેસો તો પણ એમની ભાષાના લહેકા અને  એમની ખાણી-પીણીની પણ  ખબર પડે.કેટલાક પંજાબીઓ ચા આપણા જેમ નાના કપમાં ન પીવે પણ મોટો ગ્લાસ ભરીને ચા પીવે.નાના કપમાં આપીએ ને તો કહે ..  ચાખને કે લીએ દી  હે ક્યાં ?
        સૂઈગામ ખૂબ જ પાચીન  ઇતિહાસ ધારવતું ગામ છે, હું એને ગામ જ કહીશ શહેર થાતાં  વાર  લાગશે..! શહેર થાવા ના બધા લાભ નથી હોતા ..  કેટલાક નુકશાન ઉઠાવવાની પણ  તૈયારી રાખવી જોઈએ.

        સૂઈગામથી નડાબેટ તરફ પ્રયાણ કરીએ એટલે જો તમે ડાબી બાજુ વાળો તો દુનિયાની અલગ ભૂમિ અને એક પોતાની અલગ દુનિયા ધરાવતો પ્રદેશ કચ્છ આવી જાય  એટલેકે સીધાડા  વાળો રસ્તો, જો તમે એલ આકારે જમણી બાજુ વળી જાઓ તો પચાસ કિમી પછી મરુસ્થળ રાજસ્થાન આવી જાય . તમારાં નસીબ સારા હોય અને તમે નડાબેટ જોવા જ આવ્યા હો તો નાક ની ડાંડીના જેમ સીધા રસ્તે ચાલો તો તમે છેક નડાબેટ જાઓ.
        આ બાજુ જતાં રસ્તામાં જલોયા આવે એ એક નાનકડું ગામ છે જે ગામને રાઘવજી માધડ અને ગુણવંત શાહ પણ પોતાના આર્ટિકલમાં સ્થાન આપી ચૂક્યા છે.
 ડામર રોડની બંને બાજુ સીનો તાણીને ઉભેલા ગાંડા બાવળ તમને આવકાર આપે , તમે અને હું એને ગાંડા બાવળ તરીકે ઓળખીએ છીએ વાસ્તવમાં અહીની જમીન પ્રમાણે એ બહુ ડાહ્યા છે એ રણને રોકવાનું  કામ કરે છે.સાથે-સાથે રણમાં  ઉઠતી આંધીઓ અને સુસવાટા મારતા આવતા પવનોને ધીરા ખમવાનું કહે છે, આ ગાંડા બાવલોને હું રણ સુધારકો કહું છુ. હવે આ રણના સુધારકોને યાદ કરીને પ્રવર્તમાન સમયમાં સમાજ માટે સુધારકોનું કામ કરતા લોકોની પાછળ  પડી ના જાતા...!
        થોડા આગળ જાઓ એટલે  બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાન પોતાનો કામચલાઉ તાંબું લગાની ને બેઠા હોય, તમે ગાડી  રોડ સાઈડ ઊભી રાખીને નીચે ઊતરો એટલે તમારે તમારા ઓળખ્પતર સાથે રજીસ્ટરમાં એન્ટ્રી કરવાની થાય , તમારો ગાડી નંબર નોધાય અને તમે ગાડીમાં કેટલા વ્યક્તિ બેઠા છો એની નોધ થાય, આટલું કર્યા પછી “જયહિંદ” કહીને તમે તમારો આગળનો પ્રવાસ ચાલુ કરી શકો છો.
         હું જ્યારે પણ નડાબેટ જાઉં ત્યારે ગાડીમાંથી ઉતરી ને તરત જ ફરજ પરના જવાનને જય હિન્દ સર કહું  દર વખતે તરત જ  રિપ્લાય જય હિન્દ આવે , એક વખત મારી  નોધણીની પ્રક્રિયા પૂરી થયા પછી જવાને કહ્યું કે આપ bsf મે હે ક્યા? શિક્ષકમાંથી એક દિવસ માટે પણ bsf જવાન બનવાનો થોડો સમય મોકો તો મળ્યો. મે શિક્ષક છું એવું કહ્યા પછી તો ઘણી બધી વાતો થઈ.
 થોડા આગળ  જતાં રસ્તાની બંને બાજુની જમીન તમને અલગ જ લાગે.જમણી બાજુ આછી કાળી જમીન જ્યારે ડાબી બાજુની જમીન એ સફેદ રણ નો ભાગ છે.અહીં સપાટ રણ નો ભાગ ચાલુ થઈ જાય એટલે પવન પોતાનું જોર પકડતો દેખાય.તામારી ગાડીની સમાંતર ઊડતાં આબાબીલ જોવા એ એક અદભૂત લ્હાવો છે.ક્યાક નાનકડું જુથ ઘૂડખરનું પીએન જોવા મળી જાય , ક્યારેક –ક્યારેક ચિંકારા હરણ પણ  જોવા મળે જો દોડવા લાગે ને તો પલક જપકતા તો તમારી આંખોથી ઓજલ થઈ જાય.
        નડાબેટની નજીક આવેલા સિક્યુરિટી કેમ્પમાં દેશભક્તિનો ઉન્માદ ચડી જાય એવો સુંદર કાર્યક્રમ થાય છે , જો તમારે આ  કાર્યક્રમ જોવો હોય તો શનિ યા તો  રવિવારે પાંચ  વાગ્યા આસપાસ આવી જવું જોઈએ.
        નડાબેટમાં  નડેશ્વરી માતાજી મંદિર આવેલું છે. રા નવઘણ સાથે જેમનો ઈતિહાસિક નાટો જોડાયેલો છે એવાં નડેશ્વરી માતાજીની પૂજા હાલ પણ દેશની સુરક્ષા કરતા જવાન જ કરે છે.અહીં આપ રાત્રિ રોકાણ કરવા માંગતા હો તો પીએન બહુ સરસ વ્યવસ્થા છે.આ સ્થાનને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઓળખ આપવાનું કામ મહાન સંત  સ્વામી શ્રી સચ્ચિદાનંદ જી બાપુએ કર્યું છે. બાપુનાં લખેલાં બધાંજ પુસ્તકો અહી વ્યાજબી કિંમતે મળે છે, ખાસ કરીને “ અધોગતિ નું મૂળ વર્ણ વ્યવસ્થા” વાંચવા જેવું  છે.બાપુના ખાસ શિષ્ય ભાણાબાની પ્રતિમા અહીંના જૂના મંદિરની સામે સ્થાપિત કરવામાં આવી છે,ભાણાબા એ આ સંસ્થાનની આજીવન ખૂબ જ સેવા કરી હાલમાં એમના પુત્રો અહીં સેવા આપી રહ્યા છે.
        અહીંથી અંદાજિત બાવીસ કિમી દૂર “જીરોપાઈંટ” આવેલો છે જ્યાં જઈને તમે  પાસપોર્ટ કે વિઝા વગર પાકિસ્તાનને જોઈ શકો છે. મજબૂત તારની વાડ આવેલી છે એનાથી પણ મજબૂત આપના સુરક્ષા  જવાનો ખડે પગે હોય છે એટલે તમારું આગળ જાવું કે ત્યાંથી કોઈનું અહી આવવું શક્ય નથી. આ સરહદ હમેશાં શાંત રહે છે પણ આ સરહદે બે યુદ્ધ લડાયાં જેમાં આપણા સૂઈગામ અને વાવની વચ્ચે આવેલા ગામ મૂળ વાસરડા ના પણ મામાના ગામ લિંબાળા માં વસેલા રણછોડભાઈ પગી બાપુએ બહાદુરી બતાવેલી.એમના વિશેનો  વિસ્તૃત લેખ મે “સાધના” સામાયિકમાં લખેલો છે.
        વાવ-સૂઈગામ અને ભાભરમાં જોવાલાયક ઘણાં બધા સ્થળ આવેલાં એમના વિષે આ બ્લોગ  kantilalhemani.blogspot.in. સમય-સમય પર લખાતું રહેશે.આપ સર્વે વાચક મિત્રો જોડાયેલા રહેશો એ જ શુભકામનાઓ સાથે...... ફિરમિલેંગે.     
                                                                આલેખન: કાંતિલાલ રૂપાભાઈ પરમાર
                                                                હરીપુરા તા. 07/09/2019
                   

Comments

  1. બહોત ખૂબ.....શું સરસ વતન નો પ્રવાસ કરાવ્યો....

    ReplyDelete
  2. સરસ. મજા આવી ગઈ

    ReplyDelete
  3. ખૂબ જ સુંદર પ્રવાસ વર્ણન...હરિપુરા અને નડાબેટ ના પ્રવાસે સાથે હોઈએ તેવું લાગ્યું..

    ReplyDelete
  4. Kantilal khub saras bija gamo ma pan meghani jevi ghani vato padi chhe..... Time male to lakho tamari kalme

    ReplyDelete
    Replies
    1. એક દિવસ ગોંલગામ માં આવીએ..

      Delete
  5. ખુબ સરસ સર આપના લેખો અમને વાચવા મળ્યો આભાર

    ReplyDelete
  6. કાન્તિલાલ ખૂબ સરસ....આપણા ગામડાઓમાં ઘણી વાતો તમારા જેવાની કલમની રાહ જોવે છે...

    ReplyDelete
  7. વાચક મિત્રોનો આભાર

    ReplyDelete
  8. wah mast majano pravas karavyo👌

    ReplyDelete
  9. સરસ માહિતીસભર લેખ sir...

    ReplyDelete
  10. ખુબ સરસ... ચલો,શબ્દો દ્રારા મળવાનું થયુ.

    ReplyDelete
  11. ખૂબ સરસ ..થોડીક ભાષાકીય ભૂલો છે,તો પોસ્ટ ને અપલોડ કરતા પહેલાં એક વખત તપાસીને મુકોશો તો ગમશે. અભિનંદન

    ReplyDelete
  12. ખૂબજ સરસ મામા

    ReplyDelete
  13. સરસ,શીતળામાતાજી વિશે થોડું લખવાનું રહી ગયું છે .next ટાઈમ ભૂલતાં નહિ..ગૂડ

    ReplyDelete
  14. This comment has been removed by the author.

    ReplyDelete
  15. ખુબ સરસ વર્ણન

    ReplyDelete
  16. Very nicely written....
    Keep it up.��

    ReplyDelete
  17. Wow___ so very great my village.
    Love so much.

    ReplyDelete
  18. ખુબ સરસ આપનો લેખ વાંચવાની બહુ મજા આવી.

    ReplyDelete
  19. Bhai sri aap amara mate prernadayak cho,khub saras che sabdo ni pakad,mane to garv che ke hu mara mota bhai pase dhoran 6 ma bhanyo chu,aap amara mate sanmanniy cho,dhanyvad

    ReplyDelete
  20. આપ આટલી ભાગદોડવાળી જિંદગીમાં પણ સમય કાઢી લેખન કરો છો એ પ્રેરણારૂપ છે..

    આપના લેખમાં સ્થાનિક જીવન અને ઇતિહાસને સહજ આલેખવામાં આવી છે.હળવાશથી હૃદયની વાત ચિતરવી એ આપની આગવી ખૂબી છે...

    ReplyDelete

Post a Comment