બાળકોની ક્લ્પનાશક્તિના વિકાસ
માટે આપણે કેવા પ્રયત્નો કરવા જોઈએ...
આ પૃથ્વીની વિશેષતાઓ અનેક છે, પણ એમાં બે તો અજોડ છે એક વરસાદ વરસે છે
અને બીજી બાળકોનો જન્મ થાય છે, આ બે પ્રક્રિયાઓમાંથી કોઈ પણ
એક પ્રક્રિયા ખોરવાઈ એટલે સમજવાનું કે બધુ
હોવા છતાં પણ કશુજ નથી ...!!
બાળક જ્ન્મ તમારા ઘેર લે છે પણ એ મિલ્કત આખા સંસાર ની છે, તમે એના માલિક નથી, ઘણીવાર લોકો પોતાનાં યા પરાયાં બાળકો સાથે અયોગ્ય વર્તન કરતા હોય છે, એમાં જો બાળક પોતાનું હોય તો જો બાજુ વાળો વ્યક્તિ કોઈ સારી સલાહ આપે તો આફ્રીકાનો
ચિત્તો ઘૂરકે એવી નજરે તમારા સામે જુએ.
બાળકોએ પરમપિતા પરમાત્માએ માણસ અને આ સંસાર ને આપેલી અદભૂત ભેટ
છે, દરેક
બાળકમાં વિકસવાની અસંખ્ય સંભાવનાઓ રહેલી છે.આપણે સૌ વાળી,
શિક્ષક કે સમાજના એક જાગરૂક નાગરિક તરીકે ની ફરજ છે કે બાળકોને પોતાની દુનિયામાં
વિહરવા દઈએ.એમને યોગ્ય માહોલ પૂરો પાડીએ.
સૌ
પ્રથમ આપણે દરેક માણસે બાળકને સમજવો જોઈએ.આજથી વીસ વર્ષ પહેલાં હું અને મારા નાના
ભાઈ કિરણભાઇ શિહોરીમાં એક મિત્રના ઘેર રાત્રિ રોકાણ કર્યું હતું.એ ભાઈ શ્રી
સુરક્ષા જવાન તરીકેની ફરજ બજાવતા હતા,પણ ઘરનો માહોલ બાળ ફ્રેંડલી હતો એ વાત અમે બંને ભાઈએ નોધી
હતી. કારણકે સુરક્ષા જવાની નોકરી એવી હોય છે કે સાજે જ્યારે એ ઘરમાં પ્રવેશ
કરે ત્યારે પણ આખા દિવસના ઘણા ખાટા-ખોરા અનુભવો પોતાની સાથે લઈને આવે છે અને એ અનુભવો પ્રમાણેનું
વર્તન એ ઘરમાં પણ ઘણીવાર કરતા હોય છે. માણસ ભલેને
ગમેતે વ્યવસાય કરતો હોય પણ વ્યવસાયને એના સ્થળે જ રહેવા દેવો જઈએ અને ઘરમાં પ્રવેશ કરો
એટલે ફક્ત અને ફક્ત ઘરના સભ્ય તરીકે ગૃહ પ્રવેશ કરવો
જોઈએ.
શિહોરીના એ મિત્રનો મોટો બાબો અંદાજિત અગિયારેક વર્ષનો હશે પણ ઘરના
બધા જ સભ્યો એમને “મોટાભાઇ” કહીને માન થી બોલાવતા હતા. જો આવી સુંદર વાતાવરણ ઘરમાં
હોય તો બહારની દુનિયામાં બાળક ક્યારેય અસભ્ય વર્તન કરતું નથી.જેના ઘરમાં સતત અવિવેક
વાળું વર્તન થાતું હોય તો એ બાળકો અવિવેકી બનતું હોય છે. પોતાનું
ઘર જ સૌથી મોટી યુનિવર્સિટી છે, એ વાત આપણે ક્યારેય ન ભૂલવી જાઈએ.
સૌ પ્રથમ તો આપણે સૌ બાળકોને સમજીએ,અને અમને સારી રીતે સાંભળીએ. ઘણી સતત આપણી
સાથે રહેતા બાળકને આપણે પૂરે પૂરો ક્યારેય સાંભળતા નથી, બાળકની
વાત અધૂરી કે અડધી-પડધી સાંભળી ન સાંભળીને આપણે લગભગ ગમે તેવો જવાબ આપી દેતા હોઈએ છીએ.જેઓ તમારું
બાળક રમકડે રમે એવડું છે તમે કોઈ સારું રમકડું લઈને આવ્યા છો , જો બાળક
એના વિષે કોઈ પ્રશ્ન પૂછે તો તમે એને સંતોષકારક જવાબ નથી આપતા અને કહીએ છીએ કે તારે
રમવા માટે લાવ્યું છે તો રમ્યે રાખને , પાછો જો બાળક વિશેષ ઉત્સુકતા બતાવે તો આપણે કહીએ જોજે હો
રમકડું તોડતો નહીં હો..!એની ઉત્સુકતા એવિ હોય કે આ કેવી રીતે ચાલે છે એ એને જોવું હોય
છે, એની કલ્પનાને એ સતત પાંખો આપવાનું કામ કરતું હોય છે જ્યારે આપણે વાલી
એ પાંખોને જાણે અજાણ્યે કાપવાનું કામ કરતા હોઈએ છીએ. બાળકોને એની કલ્પનાની દુનિયામાં વિહરવા દેવાં જોઈએ.
એમને આપણે નકશા દોરીને ન આપવા જોઈએ, એમને એમની રીતે આગળ વધવા દેવાં જોઈએ.લોકો માતા –પિતા
બની જાતાં હોય છે પણ મનોવિજ્ઞાન કે બાળકને સમજ્યા વિના તેનો યોગ્ય ઉછેર કરી શકતાં નથી.મુસાફરીમાં, બજારમાં,મહેમાનગતિએ , નવી ખરીદી વખતે, કોઇની
ઓળખાણ કરાવતી વખતે, એની પસંદગીની વસ્તુ ખરીદતી વખતે આવા દરેક સમયે બાળકને આપણે સાંભળવો જોઈએ અને એની
ઇચ્છોને પણ પરિસ્થિતિ મુજબ માન આપવું જોઈએ.
આ
બધું તમે એટલા માટે કરો કારણકે જ્યારે તમે ઘરડા થઈ જાશો ત્યારે તમે પણ એક બાળક જેવા જ બની જશો, જો તમારાં બાળકોને સારી
રીતે ઉછેર્યા હશે તો એ તમારી ઘડપણ ની લાકડી થાશે બાકી તો જીંદગીનો બીજો ભારી વજનદાર
ગદાના જેમ ઘરડા ઘરમાં ગુજારવો પડે તો ના નહી ..!
તમારી હરપળ સુખરૂપ પસાર થાય એવિ શુભકામનાઓ સાથે....
જય ભારત
આલેખન: કાંતિલાલ રૂપાભાઈ પરમાર
કારેલી તા. 09/09/2019

Comments
Post a Comment