શતરંજ
કોઇપણ વાતની સારી ટેવ જો જીવનમાં પડી જાયને તો એ ટેવ તમને ઘણા બધા લાભ આપવી
શકે છે, હું જયારે વીસમી સદીના અંતિમ દાયકામાં મીરઝાપર માં રહીને જાતે જમવાનું
બનાવીને ,એક ફોઝી ભાઈને સાઈકલ મોટા પથ્થર પડ્યા હોય ત્યાં જોરથી ચલાવતો એ દિવસોમાં
મેં ચેસ રમવાનું ચાલુ કરેલું.જ્યારે રમવાનું ચાલુ કર્યું ત્યારે મિત્રો રમતા એટલે
હું પણ સાથે જોડતો એ રીતે ચેસને સમીપ જાવાનો મોકો મળેલો.
મીર્ઝાપરમાં ચેસની સાથે-સાથે બીજું
ઘણું શીખ્યા,કેટલુક ભુલાઈ ગયું પણ ચેસ ક્યારેય નહિ, કારણકે એ પછીના સમયે જામ
ખંભાલીયા રહેવાનું થયું ત્યાંના મિત્રો પણ ચેસના શોખીન મળ્યા, એમ કરીને ચેસ યાત્રા
આગળ ચાલતી રહી.મીરઝાપરમાં ચેસના મહારથી ગીરીશભાઈ હતા જ્યારે ખંભાળીયામાં આખી ટીમ
ચેસ પ્રિય હતી.આકૃન્દના નટવરભાઈ ,માલપુરના ગોર સાહેબ,હાલોલના સતીષભાઈ , પાવાગઢની
તળેટીમાં રહેતાં નરેન્દ્રસિંહ ભારતસિંહ પટેલ ,હાલ રાજસીતાપુર રહેતાં કે.કે.
સાહેબ,ઘોઘમ્બાની નજીક રહેતાં રમણભાઈ વણકર કેમ ભૂલાય....રજાનો દિવસ હોય તો પાંચ છ
કલાક રમત રમવી, કે નદીએ નાવા ગયા હોઈએ તો ચાર કલાક ધુબાકા બોલાવવા એ સામાન્ય વાત
હતી, જો કોઈ ખેતરે ઘુસી ગયા હોઈએ તો તાજી શેકેલી ‘માંડવી’ પૂરી કરીને પાંચ શેરડીના
સાંઠા લઈને આવવાનું એ પાછાં ડાહ્યા કાકા ના ધાબા પર ચડીને શેરડીને ન્યાય
આપવાનો....
આ બધા મિત્રો પાસેથી ચેસ રમતાં અને માણતાં શીખ્યો,એનો આનંદ આજે પણ અવિરત છે.
મને ચેસ રમતો જોઇને મારા બાળકો પણ ચેસ રમતાં થયાં ,જેમાં સૌ પ્રથમ ખેલ
મહાકુંભમાં જીજ્ઞા દાહોદ રમવા ગયેલી.એના પછી જીજ્ઞા રાજ્ય લેવલે અમદાવાદ પાસે
દેત્રોજ અને દ્વારકામાં રમી ,ચાર બાળકોમાંથી જે બાળક રાજ્ય લેવલે જાય એની સાથે આખો
પરિવાર પ્રવાસ કરે,વિજેતા ચેસ રમે બાકીનો પરિવાર આસપાસના વિસ્તારમાં જોવાલાયક
સ્થળો ફરી વળે.ક્રિષ્ના જુનાગઢ જીલ્લાના કેશોદ માં રમવા બે દિવસ ગયેલી આખો પરિવાર
છ દિવસ કાઠીયાવાડમાં રહેલો.
આજથી સાત વર્ષ પહેલાં નીલેશભાઈ અમદાવાદ રમવા ગયેલા , એસીના અનુભવોનું એમણે જે વર્ણન કરેલું એ મજાનું હતું.સાગરભાઈ
સાથે મોરબી અને ઉદયપુર ગયેલો એ પ્રવાસ અવિસ્મરણીય છે.
આજના ખેલ મહાકુંભ માં ક્રિષ્ના બેન વાવ તાલુકા માં પ્રથમ આવેલ છે, જ્યારે
નીલેશભાઈ પાલનપુર તાલુકામાં દ્વિતીય આવેલ
છે.જીજ્ઞા બેનને બાર સાયન્સ હોવાથી એમણે ભાગ લીધો ન હતો જ્યારે સાગર ભાઈ
ચેક-મેટ થયેલ છે.સૌથી સારી રમત સાગરની છે પણ ચેસ જીતની સાથે હાર પણ પચાવતાં
શીખવાડે છે. આજે સાગર દશમાં ધોરણમાં છે સૌપ્રથમ જિલ્લામાં રમવા આવ્યો ત્યારે એ
ત્રીજા ધોરણમાં હરીપુરા શાળામાં અભ્યાસ કરતો હતો,એ પ્રથમ મેચ અને આજની મેચમાં જમીન
આસમાનનો ફરક છે.
ખંડુભાઈ અને રાજેશભાઈ આ બન્ને સાહેબ
મારાં બાળકોના સાચા ગુરુ છે.એમણે બાળકોને રમતને એક અલગ જ દ્રષ્ટિકોણ થી જોતાં
શીખવી છે.


Comments
Post a Comment