નિર્માણ
` _કાંતિલાલ રૂપાભાઈ પરમાર
આજે સવારમાં જાગતા જ નજર ઘરની બહાર
ગઈ એટલે લાલ ઈંટો દેખાઈ,સવાર-સવારમાં જે દેખાય એના પર વિચારો હમેશાં મને વધારે આવે, આજે દરેક કામ કરતી વખતે નજર સામે ઈંટો દેખાતી રહી.
“ગુજરાત સમાચાર” દૈનિકમાં કુમારપાળ દેસાઇજીની કૉલમ આવતી “ઈંટ
અને ઇમારત”એ વાંચવાની ખૂબ જ મજા આવતી.આ વાસ્તવિક
જગતના નિર્માણમાં લાલ ઈંટ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે, હાલની માનવીય મનોપરિસ્થિતિ ના નિર્માણમાં જેમ
“લાલ માઇક” ભાગ ભજવે છે એમ.ઠીક છે આજે લાલ માઈકની વાત હું નથી કરવા નો પણ લાલ ઇંટને
છેક સુધી છોડવાનો નથી, આજે ઈંટનો જવાબ ફક્ત ઈંટ થી જ આપવાનો છુ.
આઇઆઇએમ અમદાવાદ જાઈએને એટલે સતત લાલ ઈંટો જ દેખાય એની બાંધણી એવા પ્રકારની છે
કે તમને પ્લાસ્ટર વગરની લાલ ઈંટો જ દેખાય.............
મારા ગામ હરિપુરામાં 2005 સુધી એક પણ મકાન
પાકું ધાબા વાળું ન હતું, સૌ પ્રથમ ગામમાં ધાબા વાળું મકાન મારા નાના ભાઈ શ્રી કિરણભાઇ એ સાહસ કરીને
મકાન બનાવ્યું,એના પહેલાં મહતમ મકાનો વિલાયતી નળીયાં વાળાં હતાં.વિલાયતી
નળિયાં
ગામડા ગામમાં વાપરવાં એ એક સ્ટેસ્ટ્સ હતું.
ગામ અમારું
નાનું એટલે ગામના ચોરે જઈને ઊભા રહીએને તો લગભગ નેવું ટકા લોકોના ઘરના મુખ્ય દરવાજા
તમે જોઇ શકો,માટે મારા ગામમાં કોઈ નવી વસ્તુ બને એની જાણ તરત જ થઈ જાય.
કિરણભાઇ એ મકાન બનાવ્યા પછી મને પણ પ્રેરણા
મળી કે જ્યાં જીવનનો સૌથી વધારે સમય પસાર કરવાનો છે તો એ જગ્યા આપણા ખિસ્સાને અનુરૂપ
બેસ્ટમાં બેસ્ટ હોવી જોઈએ.2001 માં અમે બન્ને ભાઈ ચૂલાથી અને આર્થિક રીતે સ્વતંત્ર
થઈ ગયા હતા.એમણે જુદા થઈને તરત કામગીરી ચાલુ કરીને સુંદર ધાબા વાળાં બે ઓરડા ગામડાને
અનુરૂપ બનાવી દીધા એ સમય પછી મે એક ખેતરમાં જેમ ઢાળિયું અને ઓરડી બનાવીએ એવી સ્ટાઇલમાં
એક નાનકડું મકાન બનાવ્યું.
આ ઢાળિયું બનાવ્યાને ત્રણ જ વર્ષ થયાં અને
મારા વિચાર બદલાયા કે મારે આ જ જગ્યાએ મોટું મકાન બનાવવું છે,બસ નિશ્ચય કરીને તરત જ મહેનત
કરવાની ચાલુ કરી દીધી.સૌપ્રથમ હું ત્રણ દિવસ માટે ઊંઝા ચાલ્યો ગયો. ઉંઝાની આસપાસ જેટલા
“લાલ ઈંટ” ના ભઠ્ઠા હતા એની રૂબરૂ મારા સબંધી ઈશ્વરલાલ સાથે મુલાકાત લીધી.આ ભઠ્ઠા એ
જવાના રસ્તા, એ લોકો ઈંટ માટે જે માટી વાપરતા હતા એ અને સાથે-
સાથે પાણી કેવું વાપરતા હતા, આ બધા વિષે પૂરો વિચાર કરીને “ શિહી” ગામમાંથી મકાન બાંધવા માટેની ઈંટો પસંદ કરી.મે જોયેલા બધા
જ ભઠ્ઠાઓમાં આ ઈંટો સૌથી સારી – મજબૂત હતી.એ દિવસે ત્યાં હાજર રહીને ટડાવથી વશરામભાઇ
ની બે ટ્રક બોલાવી એમાં ઈંટો ભરીને એમની સાથે હરીપુરા આવ્યો.
મારુ મકાન બની ગયા પછી તો ઘણાં બધા મકાનો હરિપુરામાં
બન્યાં.લગભગ સાથે જ કહી શકાય એમ નરસિંહભાઈ
પટેલ નું મકાન બન્યું,એના પછી તરત હરિભાઈએ સરસ ધાબા વાળું મકાન બનાવ્યું. આ બધાં મકાનોમાંથી પ્રેરણા
લઈને ધના ભાઈ એ પણ બેઠક માટેનો મોટો ધાબો બનાવ્યો.હાલ રવજીભાઇને ધાબું ભરાઈ ગયું છે, ખેંગારભાઈને આજકાલમાં ધાબું ભરાવાનું ચાલુ થઈ જાશે,કિરણભાઈની
બાજુમાં પાંચાભાઈએ જૂના ઓરડા ઉતારવાના ચાલુ કરી દીધા છે એ જ્ગ્યાએ પણ થોડા સમયમાં પાકું
મકાન એટલે કે ધાબું ભરાઈ જાશે.
હવે તો મકાન બનાવવા ખૂબ સરળ થઈ ગયાં છે 2006
માં જ્યારે મેં પાકું મકાન બનાવવાનું ચાલુ
કર્યું એ સમયે પાણી ફક્ત ગામના ટાંકે જ આવતું, અત્યારે તો ઘેર નળ ચાલુ કર્યો નહીં કે જોઈએ
એટલું પાણી...હું તો પરિવાર સાથે રાત્રે પાણી ભરવાનું ચાલુ કરતો આ વાતમાં કોઈ અતિશયોક્તિ
નથી કે દસ હજાર લિટર નું ટાંકું અડધા કરતાં વધારે ભરીને પછી ઊંઘનો આનંદ લેતો, મારી સાથેમારો પરિવાર, ક્રિશ્ના, જીગા અને સાગર પણ પોતાની ઉપડે એવું
વાસણ લઈને પાણી ભરવા માટે નીકળી પડાતા.એ મહેનત ખૂબ મીઠી હતી,
કાલે અમારું ધાબું તૈયાર થઈ જાશે એવી આશાએ ખૂબ તાકાતથી કામ કરતાં હતાં.
હરિપુરાનું
મકાન બનાવતી વખતે ખૂબ જ મહેનત કરી જ્યારે પાલનપુર વાળું મકાન તો પરિવારને એની સફાઈ
પણ ન કરવી પડી કારણકે પરિવાર બધો હરીપુરા હતો , હું અને ચેલભાઈ મહારાણા પ્રતાપ ચોકમાંથી બે
મજૂર લઈ આવ્યા એમની સાથે-સાથે અમે પણ ખૂબ કામ કર્યું એટલે ચાર-પાંચ કલાકમાં નવું બનેલું
મકાન તરત જ સાફ-સૂથરું થઈ ગયું,પાણીની ટાંકી જે સાફ કરતાં થોડો
વધારે સમય થયો....ગામમાં , સમાજમાં, પરિવારમાં
શિક્ષણ અને આવક બે આવે એટલે ઘણાં સારાં પરિવર્તનો
આવતાં હોય છે . હરીપુરા અને હેમાણી પરિવાર એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે..... ખુશીયા છલકાતી
રહે એજ શુભકામનાઓ ....
લેખન: કાંતિલાલ રૂપાભાઈ પરમાર
તા.26/09/2019

Comments
Post a Comment