* આજે તા.29/09/2019 ના રોજ થરાદ ચાર રસ્તા પર આવેલી હોટેલ ડેઝર્ટ ઇન માં પ્રબુદ્ધ ગોષ્ઠિ યોજાઈ...
*મંચ પર રાધનપુર જિલ્લા સંઘચાલક શ્રી ડો. ભીખાભાઇ ,થરાદ શહેર સંઘ ચાલક કાશીરામ ભાઈ અને આજના મુખ્ય વક્તા  મહેસાણા વિભાગના સહ  સંઘ કાર્યવાહ શ્રી પરેશભાઈ હતા.
*આજનો વિષય"સામાજિક સદભાવ અને સમરસતા માં આપણી ભૂમિકા"
*પરેશ ભાઈ એ આજના વિષય ને સુંદર ન્યાય આપ્યો....

*તિથિ પ્રમાણે આવતી ભરતી અને ઓટ જોતાં સાચી કાળ ગણના માં આપણે ભારતીય લોકો આ વિજ્ઞાન માં ખૂબ આગળ હતા અને છીએ એમ કહી શકીએ.
* દરેક ભગવાન નાં વાહન અલગ અલગ હતા જેમકે  નંદી, સિંહ, ઉંદર, મોર આ બધા શિવ પરિવારના સભ્યો નાં વાહન હતાં જ્યારે પરિવારના સભ્યો ઘેર આવતા હશે ત્યારે પાર્કિંગ તો ઘર ની બહાર જ થાતું હશે..!! તો આ બધાં પ્રાણીઓ પણ હળી મળી ને  રહેતાં હતાં તો આપણે તો માણસ છીએ.
* પ્રકૃતિ પ્રમાણે આપણે જીવવા વાળા છીએ.
* ભગવાન શિવ ના મન્દિર માં અમુક લોકો અમુક લોકોને આવવાનો ના પાડત  હોય છે.. અરે.. ભાઈ આ અધિકાર  તમને કોણે આપ્યો?
*પહેલાં પ્રાણી ઓના ડોક્ટર પ્રાણી ના મોઢામાં નળી મૂકીને એમાં ગોળી મુકતા પછીએ નળી ને જોરથી ફૂંક મારતા એટલે એ ગોળી પ્રાણી ના શરીર એ કે પેટમાં જાતી રહેતી.. આવી  પ્રક્રિયા ચાલુ હોય ત્યારે જો પ્રાણી પહેલી ફૂંક મારે તો એ ગોળી ફૂંક મારવાની તૈયારી કરનાર ના પેટમાં પણ જઈ શકે..!!
*આજે તો થરાદ શહેરમાં મળ્યા છીએ, આવી રીતે  પ્રબુદ્ધ લોકોએ વારંવાર મળવું જોઈએ. કેટલાક ખરાબ વ્યસન વાળા લોકો પણ સાથે બેસીને જ વ્યસન કરતા હોય છે, જ્યારે આપણે તો સારા કામ અને સારા વિચાર માટે મળવા નું છે...!
* આજની "પ્રબુદ્ધ ગોષ્ઠિ"માં સહભાગી બનનાર સર્વે મિત્રોને ધન્યવાદ..
જય ભારત
જય હિન્દ..
લેખન:કાંતિલાલ રૂપાભાઈ પરમાર









Comments