સમી તાલુકાના બાસ્પા ગામે સામાજિક સદભાવના ની બેઠક યોજાઈ

સપ્ટેમ્બર  મહિનાની પહેલી તારીખે સમી તાલુકાની  સામાજિક  સદભાવના ની બેઠક યોજાઈ હતી.બાસ્પાથી એક કિમી દુર આવેલ પુરુષોતમ આનંદ આશ્રમના રળિયામણા વાતાવરણમાં બેઠકની શરૂઆત પચાણભાઈએ સુંદર ધૂન બોલાવીને કરી  હતી.આ બેઠકમાં સામાજિક સદભાવ સમિતિના જલ્લા સંયોજક શ્રી કાંતિલાલ એ સૌ પ્રથમ પ્રસ્તાવના રજુ કરી હતી,જેમાં એમણે દરેક વ્યક્તિ પોતાની વિશિષ્ટ  શક્તિઓને સમાજ અને રાષ્ટ્રના ઉપયોગ માટે વાપરે એવી વાત કરી હતી. સાથે- સાથે સોસ્યલ મીડિયા ખરેખર સમાજ માટે જોડવાનું કામ કરે એવું કહ્યું હતું,સોસ્યલ મીડિયાનો યોગ્ય  રીતે ઉપયોગ કરવા માટેનાં સાર્થક સૂચનો  ઉદાહરણો સાથે આપ્યાં હતાં.
 આજની બેઠકનો મુખ્ય વિષય “પર્યાવરણ અને જળ” હતો જેમાં એમણે વરસાદી પાણીનો સંગ્રહ અને તેના ઉપયોગની વાતો કરી હતી.બેઠકમાં જીલ્લા કાર્યવાહ શ્રી દસરથભાઈઉપસ્થિત રહ્યા હતા ,એમણે પ્લાસ્ટીકના વિવેકપૂર્વક ઉપયોગની વાત કરી હતી.વૃક્ષારોપણ અને એની જાળવણી ની સુન્દર રજૂઆત કરી હતી.બધા જ સમાજ હળીમળીને રહે અને એક બીજાને ઉપયોગી થાય એવા સુર સાથે આજની બેઠક પૂર્ણ થઇ.   

Comments

Post a Comment