ચવદાર તળાવ
લેખન: કાંતિલાલ
રૂટિન નિયમ
મુજબ આજે પાણીનો ઠંડો ગ્લાસ ટેબલ પર ના આવતાં એને યાદ આવ્યું કે આજે એમનો પટાવાળો
રજા પર હતો, એટલે તેઓ જાતે ઊભા થઈને પાણીની શોધમાં નીકળ્યા.
વીસ
ડગલાં ચાલતાં-ચાલતાં તો ઘણા બધા વિચાર આવી ગયા. એક સમય એવો હતો કે મારા સમાજના
લોકોને તરસ લાગતી હશે અને એમની ઈચ્છા મુજબ તેઓ તરસ છિપાવી શકતા ન હતા.પાણી નજર
સામે હોવા છતાં પાણી જાતે પઈ શકતા ન હતા , કેટલી ભયાનકતા... જે ગામમાં એમના માટે
જાહેર જળાશયનો ઉપયોગ કરવા માટે પણ અલગ જ કિનારો ફાળવેલો હતો. એ કિનારો ફાળવનારાઓની
જ્ઞાનની ઊંચાઈ તો જૂઓ કે પાણીના એક જ જથ્થાના એ બે ભાગ પાડી રહ્યા હતા....!! એ સમયમાં પાડેલા પાણીના ભાગ આજે પણ કેટલાક
સંકુચિત મગજ આજે પણ એકતાને સ્વીકારી શકાતાં
નથી. કોઈ પણ સંકુચિત વિચારો જ્યાં સુધી સમાજ અને ધર્મનું વિભાજન કરતાં
રહેશે ત્યાં સુધી તેઓ આવનારી પેઢીઓને પણ શાંતિ આપીને જવાના નથી.. આ લખી રાખજો
આરસની તકતી પર..!!
દરેક
સમસ્યાનો ઉકેલ માત્ર કાયદો હોતો નથી, માનવીએ માનવતાની નજરેથી જોવું પડશે ત્યારે
એનું માનસ પરિવર્તિત થાશે ત્યારે આ
સમાજમાં રહેલી જાતિવાદની સમસ્યા નિર્મૂળ થાશે.જ્યાં સુધી માનવી પોતાના જાતે
બનાવેલા અહમને પંપાળતો રહેશે ત્યાં સુધી એનું હૃદય પિંગલશે નહીં જ્યાં સુધી સાચા
આત્માના અવાજને નહીં અનુસરે ત્યાં સુધી આ જાતિવાદ જવાનો નથી.
યુરોપખંડમાં આધુનિક યુગમાં લઈ જનારી મહતમ શોધો થઈ ,અહી થયેલી વૈજ્ઞાનિક શોધોનો સૌથી વધારે
ઉપયોગ આપણે કરીએ છીએ, યુરોપના લોકોના જેવી સમજ કે વિચારસરણી
હજી સુધી આપણે આપણા જીવનમાં લાવી શક્યા નથી.યુરોપના મોટાભાગના લોકો ધર્મ પાળતા હતા
પણ ધર્મની સાથે-સાથે જ્યાં પણ જરૂર પડી ત્યાં પૂરેપુરી બાંધછોડ પણ કરતા હતા, આ જરૂરી બાધછોડે આ પ્રજાને મહાન
અને આખી દુનિયા પર રાજ કરનારી બનાવી દીધી હતી, જેટલી ઝડપ થી
મેળવ્યું હતું એનાથી ઝડપી છોડી પણ દીધું.
એક
પ્રજા તરીકે આપણે ભારતીયે હજી નહીં સુધારી એ તો આવનારા દિવસો બહુ ખરાબ આવશે. આપણે
ભારતના દરેક નાગરિકને નાગરિક તરીકે જોતાં
થઈશું ,ત્યારે આપણે આપો આપ વિશ્વની મહાન પ્રજા બની જાશું.વિશ્વ હવે
દિવસે અને દિવસે નાનું બનતું જાય છે અને ભારતના કેટલાક લોકો પોતાનું મન નાનું કરતા
જાય છે.તમને એમ થાતું હશે કે આટલા મોટા દેશમાં એક મારો નાનકડો સમાજ મન નાનું કરે
એનાથી આટલા વિશાળ દેશને શું ફરક પડે? હા ભાઈ હવેના જમાનમાં બહુ ફરક પડે..!
ભારતમાં
ઘણા બધા સત્યાગ્રહ થયા , મોટાભાગના સત્યાગ્રહ આઝાદીના આંદોલન સાથે
સંકળાયેલા છે.આઝાદીનું આંદોલન જે દિવસોમાં જોરશોરથી ચાલતું હતું એ દિવસોમાં
પ્રકાશમાં ન આવેલું આંદોલન હતું “ચવદાર
લેક “ લેક શબ્દ સાંભળતા આપણને દુનિયાનાં મોટા અને સારાં તળાવ આપણી નજર સામે તારી
આવે.આજના પૈસાદાર અને શિક્ષિત યુવાનોને એમ લાગતું હશે કે હમણાં કોઈ સારા તળાવ અને
એની સુંદરતાનો પ્રવાસ આપણ સૌને કરાવશે..! પણ સાવ એવું નથી મિત્રો ..સુંદરતા અને પ્રવાસની
વાતો બહુ કરી મિત્રો આજે એક એવા તળાવની વાત કરવી છે કે જેના કિનારેથી સમાજિક સમરસતાની ક્રાંતિની શરૂઆત થઈ
હતી.
આ મહાન તળાવનું નામ હતું “ચવદાર તળાવ”આ તળાવ આજે મહારાષ્ટ્ર રાજ્યના રાયગઢ જિલ્લાના મહાડ માં
આવેલું છે.વીસમી સદીની શરૂઆત થઈ ગઈ હતી પણ માનસિકતા કઈ સદીની હતી આમ જનતાની એ
કહેવું મુશ્કેલ હતું, , કારણકે આ તળાવમાંથી હિન્દુઓની કેટલીક જાતિના માણસોને પાણી
પીવાનો અધિકાર ન હતો.
ઊડતાં
પક્ષીઓ આ તળાવમાંથી પાણી પી શકતાં, ચાર પગવાળાં પશુઓ પાણી પી શકતાં, કુતરા અને હવે નામ નથી આપતો એ
પ્રાણીઓ પાણી પી શકતાં પણ જીવતાં-જાગતા
માણસો કે જે એક અલગ જાતિમાંથી આવતાં હતાં એટલે કે એમનો જન્મ એક અલગ જાતિમાં થયો
હતો માટે એ આ ચવદાર તળાવમાંથી પાણી પી
શકતાં ન હતાં.
ઓગણીસમી
સદીની પહેલાં અને આ સત્યાગ્રહ થયો એ સમય
પહેલાં ભારતનાં મોટાભાગનાં તળાવોની આ
પરિસ્થિતિ હતી.આ અમાનવીય પ્રથા દૂર
કરવા માટે વિશ્વ માનવી ,
મહા માનવ બાબા સાહેબ ડોંઆંબેડકર જી એ એમના
સાથીની સાથે ચવદાર તળાવના કિનારે વીસમી
માર્ચ 1927 ના રોજ જઈને પાણી પીધું.અને સામાજિક સમાનતા લાવવા માટેનું એક અદ્ભૂત પગલું ભર્યું.
એ સમયના રાયગઢ જિલ્લાના મોટા મનના માનવીઓને પણ
ધન્યવાદ આપું છુ કે એમણે આ ક્રાંતિકારી પગલાને આવકારયું,
અને તળાવનું પાણી માનવીય સમાનતાના ધોરણે બધા લોકો ઉપયોગ કરતા થયા.
નમન
છે એ મહા માનવ ડોં. બાબા સાહેબ આંબેડકર જીને કે સામાજિક ગુલામીમાં સબડતા લોકોને
એમણે મુખ્ય ધારામાં લાવ્યા.જો આ ક્રાંતિ થઈ ન હોત તો આજે પણ અનેક લોકો અંધારી દુનિયામાં પોતાનો વજૂદ
શોધતા રહી ગયા હોટ અને સાચો માનવીય રસ્તો
એમને ક્યારેય ન મળ્યો હોત, સાચો રસ્તો શોધનાર મહામાનવ ડો. બાબાસાહેબ
આંબેડકરજી હતા.
જેટલો
મહાન પ્રયત્ન રાજા રામ મોહનરાયે સતી થવાની
પ્રથા નાબૂદ કરવા માટે કર્યો અને એમને જેટલી વાહ -વાહ મળી એના પછી જો એમણે હિન્દુ ધર્મમાં બાકી
રહેલા સડા દૂર કરવા પર્યાસ કર્યા હોત તો ભારત એમનો ખૂબ ઋણી રહોત,પરંતુ
પરમપિતા પરમાત્મા એ એમણે લાંબી ઉમર ન આપી જેના લીધે હિન્દુ ધર્મ અને ભારતના લોકોને
વિશેષ લાભ ન મળ્યા, જો રાજારામ મોહન રાય લાંબુ જીવ્યા હોત તો
મને થાય છે કે એમણે ઘણા બધા સુધારાઓ કરાવ્યા હોત. એમના સુધારાઓનાં
કારણે હિન્દુ ધર્મ સમાનતાની બાબતમાં ચોક્કસ આગળ વધ્યો હોત.
હવે મિત્રો આ વતન, આ દેશ, આ પ્યારી ભારત ભૂમિની જવાબદારી તમારી અને આપણા સૌની એક સરખી છે. હવે આ દેશ જે જ્ગ્યાએ પહોચ્યો છે એનાથી વિશેષ ઊંચાઈ એ લઈ જવાનો છે, હજી આપણે સૌ જૂના રાગ-દ્વેષ નહીં કાઢીને તો આવનારી પેઢીઓ આપણ સૌને માફ
નહીં કરે.
આઝાદીના
શરૂઆતના અઢી દાયકામાં એમ લાગતું હતું કે આપણે સૌ ભારતવાસીઓ હવે એક સમાન રીતે જીવી
રહ્યા છીએ, આપણે પ્રગતિ કરીએ છીએ અને દુનિયાને દેખાડી દેવા માટે સક્ષમ
છીએ, ધીરે-ધીરે આપણી આ ભાવનામાં ઓટ આવવા લાગી, ક્યારેક તો એમ લાગે છે કે
જાતિવાદની બાબતમાં આપણે ચંદ્ર કરતાં પણ આગળ યા ની કે દૂર નીકળી ગયા છીએ.
મને પોતાને કેટલીક વાર એમ લાગે છે કે વૈજ્ઞાનિક
રીતે આપણે આગળ વધી ગયા છીએ પણ ભાવનાત્મક રીતે આપણી ભારી પીછેહઠ થઈ હોયને એમ મને કેટલાક મુદ્દોમાં લાગે છે.
મારી
સૌ મિત્રોને વિનંતી છે કે જો તમારાં બાળકોને પણ આવતા સમયમાં ભારતમાં રાખવાના હોય અને સુખે જીવવા દેવા માંગતા હો તો બાળકોને સાચા ભારતીય બનાવજો,દરેક
ભારતીય એને સમાન દેખાતો હોય એવો દ્રષ્ટિકોણ આપજો,
ઘરમાંથી જ જાતિવાદનાં બીજ વાવીને બહાર
મોકલશો તો નહિ ઘરને સુખી કરે કે નહીં બહારની દુનિયાને..!
ભારતનો
આવનારો સમય ઉત્તમ હોય એવી શુભકામનાઓ
સાથે.... જય ભારત ..
[આ લેખ “પ્રબુધ્ધ નાગરિક ગોષ્ઠી”
થરાદ ખાતે હોટલ ડેઝર્ટ ઇન માં , તા 29/09/2019 ની રાખેલી છે એની
આમંત્રણ પત્રિકાઓ આપતી વખતે આવેલા વિચારોના
આધારે લખાયેલ છે.આ લેખમાં કેટલાક અરીસા છે કોઈએ ખોટાં ચિત્રો ઊભા કરવાં
નહીં ,સત્યના રાહ પર હમેશાં ચાલીએ ,
દરેક મનુષ્યને સમાન ગણીએ અને આ રાષ્ટ્રને મહાનતાનાં શિખરો સર કરાવીએ.. જય ભારત...]
લેખન :
કાંતિલાલ રૂપાભાઈ પરમાર
હરીપુરા
તા.18/09/2019

Another master piece!
ReplyDeleteGood one. Keep it up.
Thank you.
આભાર જી
ReplyDeleteકાંતિભાઈ પ્રથમ તો આપ ને ખૂબ શુભકામના આપ ની લેખનશૈલી ખૂબ સારી છે ખૂબ ખૂબ પ્રગતિ કરો તેવી અંતર થી શુભેચ્છાઓ.......
ReplyDeleteઆપનો આભાર
ReplyDelete