બાળઉછેર અને આપણે

દુનિયાના મોટાભાગના વિચારકોએ બાળઉછેર  વિષે પોતાના વિચારો સંસાર સમક્ષ પ્રકટ કર્યા છે.કેટલાક લોકો તો આમાં એટલા બધા મહાન હતા કે જેમને પોતાનાં બાળકો ન હતા પણ બીજાઓના  બાળકો ઉછેરી ને કે પોતાની શિક્ષણ સંસ્થાઓમાં  શિક્ષણ આપીને એના અનુભવોના આધારે એમણે ઘણા બધા તારણો આપીને  બાળઉછેર વિશેની સારી સમજ આપી છે.
            બાળકોને આપણે આપણા અનુભવોના આધારે જ મૂલવીએ છીએ, આપણા પોતાના અનુભવો સિવાયની પણ ઘણી મોટી દુનિયા છે એ વાત આપણે સૌએ વહેલી તકે સમજી  લેવી જોઈએ.
            આજથી દસેક વર્ષ પહેલાં એક ચેસ ટુર્નામેન્ટમાં મારાં બાળકોને લઈને હું રાજકોટ ગયો હતો.રાજ્ય લેવલની આ સ્પર્ધા હતી એટલે  સ્વાભાવીક છે કે આખા ગુજરાતનાં બાળકો અને તેમાં વાલીઓ અને બાળકો પણ ઉપસ્થિત હતાં.વહેલી સવારે હું સ્નાન વિધિ માટે બાથરૂમની શોધમાં હતો, થોડી શોધખોળ પછી સ્નાન કરવાની જગ્યા મળી ગઈ પણ લોકોની ભીડ ખાસી બધી હતી.એક મોટી ઉમરનો માણસ પોતાના સોળ સતર વર્ષના કિશોર ને કેટલીક સૂચનાઓ આપતો હતો, એ મારા કાન પર સતત અથડાતી હતી.
“અરે છોટુ , ગમછા ઇધર થા , લે લિયા?
“હા, લિયા ના પાપા”  
“જરા  ઘીસકે ન્હાના”
“હા જી ન્હાતો રહા હું”
અરે છોટુ , સાબુન લાયા  હે ને ?
“હા જી”
“ સંતુર મેરા થા , તેરે લિયે ડેટોલ હે”
“ ક્યા ફરક પડતા હે પાપા”
ફરીથી કેટલાક સંવાદનું રીપીટેશન થાય છે....છોકરો સ્નાન કરી લે છે ફરીથી આજ્ઞા વાળી વાતો ચાલુ થાય છે.મારા મનમાં થાક, નિરાશા અને આ અબુધ પિતા વિષે કેટલી બધી વાતો કહેવાનું મન થાય છે પણ મને એ વાતની ખબર હોય છે કે હું અહી કોઈને સુધારવા નથી આવ્યો, મારે પોતાને ઘણાં કામ છે એટલે મેં ઘેર આવીને દસ વર્ષ પછી આ લેખ લખવાનું કામ કર્યું પણ એ મહાશય થી જરા પણ માથાકૂટ ન કરી,સારા માણસોએ મુર્ખાઓથી માથાકૂટ કરવી  નહિ એવું સુવાક્ય ક્યાંક સોસ્યલ મીડિયામાં વાંચ્યું હતું. આ જ્ઞાન મને કદાચ સોસ્યલ મીડીયાના યુઝ પહેલાં જ આવી ગયું હતું એમ કહું તો ઘણું સારું રહેશે.
“ અરે, છોટુ ગમછા બરાબર ઘીસના”
“ ઘીસતો રહા હું”
“માથે પે બરાબર ઘીસના”
પછી તો  એને લગતા કેટલાય સંવાદ થયા, આગે ઘીસના ,પીછે ઘીસના.. વગેરે વગેરે..
 પોતાનાં બાળકને જરૂરી નિર્ણયો લેવાની છૂટ આપવી જોઈએ. બધા જ નિર્ણયો તમે લેશો તો  જ્યારે બાળકને પોતાને જજમેન્ટ લેવાનો વારો આવશે એટલે એ યોગ્ય રીતે વર્તી નહિ શકે.
            બાળકોના મગજમાં એટલું બધું ઇન્તેર્ફેર  ન કરો કે એ યોગ્ય રીતે વિચારી પણ ન શકે.જો બાળક આવા વાલીના સતત પડછાયામાં રહે તો એ પોતાનો પ્રકાશ ક્યારેય પાથરી શકશે નહી.
 સત્તર અઢાર વર્ષના થઇ જાય તો પણ જો ગમછા કિતના ઘીસુ એવું પૂછતા હોય તો સમજવાનું કે એ લોકો મગજ તો ક્યારેય નહિ ઘસી શકે.
પોતાનાં  બાળકોનો ખુબ વિકાસ થાય અને તમે દુર ઉભા રહીને પોતાના સદવર્તન થી એમને  માર્ગદર્શક બની રહો એવી શુભેચ્છાઓ.
લેખન:કાંતિલાલ રૂપાભાઈ પરમાર
પાલનપુર
૧૫/૦૯/૨૦૧૯      


































Comments