જનરલ રાજેન્દ્રસિંહ જી
જામનગર -૧૯૯૫/૯૬
આજે એક સપનું આવી ગયું,આમ તો મને સપના સારા જ આવે છે પણ
આજના સપનાએ એક જાણીતા શહેરને યાદ કરાવ્યું.મારી અત્યાર સુધીની લાઈફમાં મારા
પ્રમાણમાં ઘણાં કહી શકાય એટલાં શહેર જોઈ
લીધા અને એ શહેરને મન ભરીને માણ્યા.કોઈપણ
શહેરને માનવા માટે ખાસ એન્ગલ જોઈએ.અથવા એમ કહો તો ચાલે કે કોઈ સારું બહાનું
જોઈએ જેના લીધે તમે એ શહેરને માણી શકો.કેટલાકને તો મસ્ત બહાને શહેર જોવાનો મોકો
મળ્યો હોયતો પણ એ આવેને એટેલે એના ફરિયાદી સ્વભાવના લીધે એ શહેરની સુંદરતાને બદલે
ફરિયાદો લેતો આવે.એવા માણસને હું મારી ભાષામાં ‘સુકાઈ ગયેલું વ્રુક્ષ’ કહું.
કારણકે લીલાછમ વુક્ષ જેવા માણસો હોયને એમને તો એ શહેરમાંથી પણ ઉડી-ઉડીને રંગીલા
પોપટિયા ક્યારનાય બેસી ગયા હોય , એની પાસે ફરીયાદના હોય , શહેરના આનંદની કવિતા
હોય..!
આપણને પરમ પિતા પરમાત્માએ એવા વિસ્તારમાં ગોઠવ્યા છેને કે
જ્યાંથી બેઠાં-બેઠાં અડધી દુનિયા જોઈ શકીએ છીએ, જો ઉભા થઈને જોવા લાગીને તો તો કાંઈ બાકી જ નાં રહે વાલા..! આજે હું
મારા નીલેશ સાથે બેસીને એક બુક જોઈ રહ્યો હતો, આ વાત સપનું જોઈ લીધા પછીની છે હો,
તો બુકમાં વાત એ આવતી હતી કે વિષુવવૃત પાસે આપણી પૃથ્વી અંદાજે ચાલીસ હાજર કિમી નો
ઘેરાવો ધરાવે છે,મારી આ વાત વાંચીને કેટલાક તો એમને ગમતી કમરનો ઘેરાવો યાદ કરવા
લાગ્યા.ઠીક છે તમે જે યાદ કરો એ તમને મુબારક...ઓહ ચાલીસ જ હજાર ...તો એક હજાર
કિમીની ઝડપે ઉડતા વિમાનમાં બેઠા હોઈએ તો ફક્ત ચાલીસ કલાકમાં પૃથ્વીની પ્રદક્ષિણા
પૂરી થઇ જાય..!! પણ આ પૃથ્વીને માણવી હોયને તો એક હજાર વર્ષ પણ ઓછાં પડે હો.
બે દિવસ પહેલા ધાનેરાના મિત્ર મશરૂભાઈ નો ફોન હતો કે હું
હૈદરાબાદ જવાનો છું મને કે બોલો શું જોવા જેવું? મેં કહ્યું જોવા માટે તો એક બે
દિવસ બહુ થઇ જાય પણ માણવા માટે અડધી જીંદગી જોઈએ..મિત્ર.
તો મિત્રો આ તો થઇ
ફાઉન્ડેશન ની વાત આજે આપણે ગુજરાતના જાણીતા શહેર –“જામનગર” વિષે વાતો કરવાના છીએ,
એટેલે કે એ શહેરને કઈ રીતે માણી શકાય એની
વાતો.
ઓગણીસો પંચાણું નાં નવેમ્બર મહિનાનું પહેલું અઠવાડિયું ,
મારે જિંદગીમાં પહેલીવાર જેમની શિર કલગી ‘જામ’
હતી એવા શહેરમાં જવાનું થયું.અંદાજીત પાંચસો કિમીનો પ્રવાસ કરીન્ર સાંજના સમયે હું
પૂર્વ દિશા તરફથી જામનગર શહેરમાં પ્રવેશ્યો.એ સાંજની સુંદરતા અનેરી હતી.હું ગામડા
માંથી આવું એટેલે મારા માટે ઘણો કહી શકાય એવો ટ્રાફિક હતો.બસમાંથી ઉતર્યા પછી હું
કોઈ એકાદ હોટલની શોધમાં જતો હતો ત્યાં એક ભરચક ચાર રસ્તા પર એક અંગ્રેજ સ્ટાઈલમાં
પુતળું મુકેલું હતું.પુતળું એ એકદમ મારી વાવ-થરાદની ભાષા જેવો શબ્દ લાગે પણ
આજકાલની હવા પ્રમાણે ‘સ્ટેચ્યુ’ કહીએ તો સારું લાગે.
મેં હોટલની શોધ પડતી મેલીને એક નવી મંઝીલ નક્કી કરી,અરે યાર
આ અંગ્રેજો ચાલ્યા ગયા પણ આ હજી આ ચાર રસ્તે કોણ ઉભું?ચાલો નજીક જઈને જોઈ આવું,એવા
વિચાર સાથે બંને તરફનાં વાહનો સાચવીને હું તો પૂતળાની નજીક પહોચ્યો.સ્ટેચ્યુની
પ્રદક્ષિણા કરતાં મને માફક આવે એવી એક નવી વાત એ પણ જોવા મળી કે અંગ્રેજી ની
સાથે-સાથે ગુજરાતીમાં માહિતી જોવા મળી એટલે ઘણો હાશકારો થયો.આમેય ઈંગ્લીશ આપણને
એટલું બધું ફાવે નહીં.
સ્ટેચ્યુ કોઈ જનરલ નું હતું અને નામ પાછુ ગુજરાતી જનને માફક
આવે એવું હતું .મને એ વાત યાદ હતી કે જો નાનકડી દુકાન થઇ શકે એમ હોય તો અમે
ગુજરાતીઓ વજનદાર બંદુક ઉપાડવાનો પ્રયાસ કરતા નથી , તો આ છેક ‘જનરલ’ શબ્દ જામનગરમાં ક્યાંથી આવી ગયો ભાઈ..! એ સ્ટેચ્યુ
હતું “જનરલ મહારાજ રાજેન્દ્રસિંહ જી” નું. મહારાજ જામનગરના રાજ પરિવારથી બીલોંગ
કરતા હતા.ધન્ય છે આ ગરવા ગુજરાતીને ....
આપણો દેશ આઝાદ થયો ત્યારે ભૂમિદળ ના સૌપ્રથમ વડા જનરલ સર
રાય બુચર હતા તેઓ જાન્યુઆરી -૪૮ થી ૧૪ જાન્યુઆરી ૪૯ સુધી આ હોદા પર રહ્યા એમના પછી
જનરલ કે.એમ કરિઅપ્પા આ પ્રતિષ્ઠિત હોદા પર
રહ્યા.
૧૫ જાન્યુઆરી ૧૯૫૩ થી ૩૧ માર્ચ ૧૯૯૫૫ સુધી મહાન ગુજરાતી
જનરલ મહારાજ રાજેન્દ્રસિંહ જી ભૂમિદળ નાં વડા તરીકે રહ્યા.ભૂમિદળ નો સર્વોચ્ચ હોદો
એ જનરલ નો હોય છે.
ભૂમિદળમાં ચડતા ક્રમમાં હોદાઓ લેફ્ટનન્ટ ,કેપ્ટન,મેજર,લેફ્ટનન્ટ
કર્નલ,કર્નલ,બ્રિગેડીયર,મેજર જનરલ,લેફ્ટનન્ટ જનરલ અને જનરલ.
“નેશનલ ડીફેન્સ એકેડમી” પૂણે પાસે ખડક વાસલામાં આવેલી છે,આ એકેડમી ભારતીય
લશ્કરના અધિકારીયો તૈયાર કરવાનું કામ કરે છે.હવે મિત્ર દેશના અધિકારીઓ પણ સૈન્ય
શિક્ષણ લેવા માટે અહી આવે છે.
લેખન:કાંતિલાલ
રૂપાભાઈ પરમાર
પાલનપુર
લખ્યા
તા.૨૪/૦૮/૨૦૧૯
સમય
: બપોરે ૨.૪૧

This comment has been removed by the author.
ReplyDeleteJamanagar... Ahaahahhh.. Adbhut saher.. Saher ni vachovach lakhota talav ane baju ma j varshothi chalati avirat ramdhun aakha divas no thak utari deva mate prayapt 6.... 2009 ma mbbs no abhyas puro krya pa6i lagbhag 8 varsh pa6i etale ke 2017 ma mari potani college conferance nu ayojan karayu tyare jamanagar farithi javanu thayu... Ane ej lakhota talav ni thandi hava khavano moko malyo... Jene me manyu 6... Aap dahebe kidhu em ke jova mate 2 divas purata 6.. Pan manava mate adadhi jindagi o6i pade.... Kharekhar ghana varsho bad javanu thayu tyare ek ek rastao ane divalo ane jgyao jane mari sathe vat karati hoy evo anubhav thayo.... Ane managamat saher ma jya tame tamara jivan no kathor parishram karyo hoy ane sidhhi melavi hoy e saher ne to kem bhulay.... Jamanagar taro aabhar manu etalo o6o.....

ReplyDeleteઆભાર સાહેબ જી
ReplyDelete