કોયલના મીઠા બે બોલ
આઝાદ ભારતના બંધારણમાં આપણને જે વાણી સ્વાતનત્રેયને હક્ક આપેલ છે ને એ હક્કને
હું પાંચ માંથી પાંચ તારક આપું છું.આ હક્કને લોકો સ્વછાન્દ્તામાં ઉપયોગ ન કરતાં
[રાગતી અને માનવીય વ્યવહારો માં વાપરશે એટલાં લોકો વધારે સુખીને સમજુ બનશે.તમેને
હું કેટલા બધા નસીબદાર છીએ કે જે ભાષા આપણે બોલીએ છીએ એ ભાષાને બીજા લોકો પણ સમજી
શકે છે, જો તમે બોલ્યે જ રાખતા હોત અને તમારી ભાષા કે લાગણીને સમજે એવું કોઈ ન હોત
તો?
તમે બોલો છો એના કરતાં હજાર ઘણું સારું પક્ષીઓ બોલી રહ્યાં છે , હવે એમની ભાષા
આપણે તો નથી સમજી શકતા પણ એક જેવાં પક્ષી
અચૂક સમજી શકતાં હશે એ વાતમાં કોઈ શક ન હોઈ શકે.
અમારે ત્યાં એક એવી દંતકથા છે કે ગામનું જે અંતિમધામ છે એની ઝાડીઓમાં કોરા
માટલાની ઠીકરી માં પાણી ભરીને મૂકી દેવું.આ પાણીને એક મહિના સુધી અહી પડ્યું
રાખવું ,પછી એ પાણી ચાર મહિનાની સગર્ભા સ્ત્રીને પાવામાં આવે તો એનું આવનારું બાળક
એ બધા જ પ્રાણીઓની ભાષા સમજી શકે જેમણે એ ઠીકરી માં પાણી પીધું હોય.આવો કોઈએ
પ્રયોગ કરવો નહી.આ એક માન્યતાની વાત છે,એમાં ઘણી મુશ્કેલીઓ રહેલી છે, ધાર્યા કરતાં
પરિણામ વધારે ખરાબ આવી શકે આ વાત અહી ફક્ત જાણકારી માટે મુકવામાં આવી છે.
આ વાત કદાચ સત્યના હોય શકે પણ એ વાત તો નક્કી છે કે બાળહ ગર્ભમાં હોય એ સમય
એનામાં ઘણી બધી શક્તિઓનું નિરૂપણ કરી શકાય.
આજના જમાનામાં વૈશ્વિક ભાષાઓ નાની-નાની ભાષાઓને ખાઈ જાશે.તમારી માતૃભાષા જે
તમને સ્પંદન પૂરાં પાડે એ રોમાંચ તમને અન્ય ભાષા ક્યારેય ન આપી શકે.કેટલાક ગુજરાતી
લેખકોને વાંચવા બેસીએને એટલે ગુજરાતી ભાષાનો સાર્ધ જોડણીકોશ પાસે રાખવો પડે,
કારણકે આપણી ભાષા આજના તબક્કે ખુબ જ સમૃદ્ધ છે, અરે નરસિહ મહેતાના જમનામાં ઊંચા
લેવલના શબ્દો હતા તો આજનું તો શું કહેવું..!!
કેટલાક બક્ષી સાહેબ જેવાં લેખકો ને સમજવા હોયને તો તો અંગ્રેજીની સાથે-સાથે
ઉર્દુ અને ફારસી ભાષાનું જ્ઞાન હોય તો જ તમે એમની વાત સારી રીતે સમજી અને એનો મર્મ
ને જાણી શકો, બાકી ટપ્પો ન પડે.
બે વર્ષ પહેલાં હું આકરુન્દ ગયો હતો,આકરુન્દ એટલે “કભી કભી” નાં લેખક શ્રી
દેવેન્દ્રભાઈ પટેલનું ગામ. એમના ખેતરની અડોંઅડ
ખેતર મારા મિત્ર નટવરભાઈ નું.નટવરભાઈ સાથે હું ખેતરે ગયેલો ત્યાં મેં ખેતરની સંભાળ
અને મીઠી કેરીઓને સાચવનાર સાથે થોડી વાતો કરી,એ પાંચ મિનિટ પછી મારો પહેલો
અભિપ્રાય એ હતો કે જ્યારે દેવેન્દ્રભાઈ અહી આવતા હશે ને ત્યારે આમની સાથે વાતો
કરીને પણ ચાર-પાંચ એપિસોડ કભી-કભીના તૈયાર થઇ જાતા હશે.એટલી મધુર વાતો, મજાનો
લેહેકો, વાત કરવાની રીત-ભાત, સમજાવવાની કળા, શું વખાણ કરવા ....વાહ
ચાલો ફિર મિલેંગે .. કોયલડી નાં મીઠા બે બોલ..
લેખન;કાંતિલાલ
રૂપાભાઈ પરમાર
પાલનપુર
તા.
૨૬/૦૮/૨૦૧૯


Comments
Post a Comment