એકતા નો આનંદ ...............
એકતા નો આનંદ
 આજે સવારે  મોબાઈલ સર્ફિંગ કરી રહ્યો હતો, આમતો કોઈ મકસદ ન હતો પણ  અચાનક એક મકસદ મળી ગયો. વિચાર આવ્યો ચાલો આજે તો એકતા ને મળવા નો મેસેજ મોકલું.... અને વિચારો આવી ગયા.મેસેજ તો મોકલશું  પણ એકતા
ને વિચાર કેવા આવશે એના વિષે વિચારવા લાગ્યો.
 તમે  શું વિચારવા લાગ્યા , એકતા  એટેલે ....??  તમારા મન માં પણ કેટલાય ચિત્રો એકતાના ઉપસી આવ્યા હશે..!!  કેવી હશે એકતા “ હેમા માલિની” જેવી હશે કે રીટા ભાદૂરી જેવી.   ઓહહ હું પણ કેવા વિચારો કરવા લાગ્યો તમે હેમા માલિની ને યાદ ન કરો આ તમારા  જમણા ના વાચકો તો કેટરીના { વાવા જોડું ?? } કેફ અને અનુષ્કા શર્માને  નજરમાં રાખવા વાળા  આવી પુરાણા જમનાનાખ્યાલ વાળી અભિનેત્રી ઓને તો ખ્યાલ માં પણ નહીં  લાવતા હો એની મને ખબર છે.તમને એકતા એવિ પણ દેખાઈ શકે કે આજ કાલ એક વિડિયોમાં જગગી વાસુદેવન એટેલેકે  સાધ ગુરુ  એમની એક શિષ્યાને ભેટીને મળી રહ્યા ચ્હે એવિ એકતા પણ  દેખાઈ શકે જેવી આપની દ્રષ્ટિ ....!!
 ઠીક છે ચાલો તમને હું  એકતા ની બીજી કદાચ તમને ગમી પણ જાય એવી વાતો કરી!! “એકતા” એટેલે આજકાલ હું સામાજિક સદભાવ  પર કામ કરું છુ લોકોને મળું છુ. કેટલાક ngo નો સાથ લઈને સમાજમાં ભાઇચારાની ભાવના વધે એ માટે પ્રયાસ કરું છુ આવી રીતે મને ઓળખવા વાળા  એકતા એટેલે એ જ એકતાને ઓળખાશે અને પિછાણશે. હા , મિત્રો આજ કાલ દેશ માટે એકતા બહુ જ જરૂરી છે પણ  હું આજે બીજી જ એકતાની વાત કરવાનો છુ.[ એ વાચક મિત્ર આટલા સુધી વાંચી ચૂક્યો છે તો અંત સુધી આવજે સાથે કદાચ એકતા મળી પીએન જાય રૂબરૂ...]
 દેશ આઝાદ થયો ત્યાર થી અત્યાર સુધી એકતા .. એકતા અને એકતાની વાતો કરી રહ્યા છીએ. આ નવા જમાનામાં લોકો વોટ્સએપ,ફેશબુક ,ઇન્સ્ટાગ્રમ જેવા સોસયાળ જંગલોમાં પોત-પોતાના સમાજ કે જ્ઞાતિ ના ગ્રૂપ  બનાવીને પોતાની એકતા સ્થાપવાની કોશિસ કરી રહ્યા હોય એમ લાગે છે , વાસ્તવમાં એ લોકો એકતા નથી સ્થાપી રહ્યા પણ  વિભાજન નો  પાયો મજબૂત કરી રહ્યા છે એ વાત ની એમને  ખબર નથી.
 કોઈપણ વાતમાં જ્યાં સુધી આપણે “ઈન્ડિયા ફર્સ્ટ” આ વાત નહીં સ્વીકારીએ ત્યાં સુધી આપણે વિશ્વગુરુ બની શકવાના નથી.
  ચાલો એક બીજી રેલગાડીના પાટે ચાલીએ .... જો કોઈ એકતા સ્ત્રી મિત્ર હોય તો એને મળવાનાં કેટલાં કારણો હોય શકે..!!               
એકતાને મળવાનાં મોસ્ટ લાગણી શીલ કારણો..
1.એકતા  આપણે જિંદગીમાં એકવાર મળેલાં સારા મિત્રો છીએ , એટેલે આપણે મળવું જોઈએ.
2.તમારા ફોટા પાડતી વખતે મે તમને કોઈ સ્પેશિયલ આંખથી જોયાં છે એટેલે આપણે મળવું જોઈએ.
3. તમારાં અને અમારા  વિચારો ઘણી જગ્યાએ મળતા પણ આવે છે, એટેલે આપણે અચૂક મળવું જોઈએ
 ઘણીવાર મને સપના આવી જાય અને આછો-આછો ચહેરો દેખાય અને જાણે એમ લાગે કે કોઈ મળવા માટે બોલાવે છે. એ કોણ હશે સવારે ઊઠીને વિચારું એટેલે પહેલું નામ આપનું મારા હોઠો પર આવે, આવા વિચાર અને સપનાં આવતાં હોય એટેલે આપણે અચૂક મળવું જોઈએ. વરસાદી મોસમ એમ કહી શકાય કે કવિ કાલિદાસની મોસમ... આવી મોસમમાં કોઈ સમણા  માં  યાદ આવી જાય અને આપણે ન મળીએ એવું કેમ બને. આણંદ એટેલે દૂધ ઉત્પાદન અને એનો વ્યપારિક ઉપયોગ કરનાર ભારતનું પ્રથમ   સ્થળ જ્યારે મારો  વ્હાલો બનાસકાંઠો જે અત્યારે શેરડીના સાંઠા જેવો કહેવાય એ બનાસકાંઠો આજે દૂધ ઉત્પાદનમાં આપની પાસેથી પ્રેરણા લઈને આખા એશિયામાં અવલ થઇ  ગયો છે. આવી જ રીતે તમારી પ્રેરણા લઈને મે પણ તમને મળવા નું નક્કી કરી દીધું છે.
 સંસારમાં  માણસો મળી ક્યારે શકે?? પૃથ્વી પર એકસાથે જીવવું એ પ્રથમ  પાયોરેટી...! હા પણ પૃથ્વી પર સાથે રવેથી મળી શકાતું નથી , એના માટે મનના વિશેષ તરંગો હોવા જોઈએ જે એક બીજાને મળવા માટે એમનમાં રહેલી વિશિષ્ટ શક્તિઓથી બને જીવને એક બીજાને મળવા માટે વિવશ કરી દે.
        આપણે પણ આ અદભૂત તરંગોને  ઓળખીએ અને મળીએ. કેટલાક તો મળીને પણ કાય ઉકાળી શકતા નથી, તમે ને હું તો મળીશું ને તો ઘણી સારી   સંભાવનાઓ તલાસી શું...
 આખા દેશને આજે કોઈ વસ્તુની તાતી જરૂરિયાત હોય તો એ છે. સામાજિક સદભાવ સાથેની એકતા.જેટલી એકતા મજબૂત એટલો આપનો દેશ મજબૂત.
 જય હિન્દ જય ભારત , જય જય  ગરવી ગુજરાત ...
                                        આલેખન : કાંતિલાલ રૂપાભાઈ પરમાર
                                        કારેલી
                                                13/08/2019   
         

Comments