માનવ મનમાં સતત આવતા વિચારોમાંથી
કેટલાક સાકાર સ્વરૂપ ધારણ કરે છે ,જ્યારે કેટલાક મનમાં ને મનમાં રહી જાય
છે.વિચારો જ સુખ અને દુઃખનું કારણ છે,વિચારો જ નવી શોધો અને બરબાદીનું પણ કારણ
છે.આપની સફળતા અને નિષ્ફળતાનો આધાર વિચારો પર રહેલો છે.આપના માન અને અપમાનનું કારણ પણ વિચારો છે.મનમાં વિચારોના
સ્વરૂપમાં બંધાતા હવામહેલ જ્યારે જયપુરમાં શોભતા થઇ જાયને ત્યારે એ વિચારોને
અભિનન્દન આપવાનું મન થઇ જાય છે.
અમુક પ્રકારના વિચારો સાથે જ્યારે આપણે ઇતિહાસના મહાસાગરમાં કુદી પડીએ છીએને ત્યારે આપણે
દરેંક વખતે ખાસ પ્રકારના પૂર્વગ્રહ વાળા
ચશ્માં યા તો એવા આપના પોતાના મનઘડંત હવાઈ દીવાલો બનાવીને કુદીએ છીએ જેના લીધે આપણે ઇતિહાસની કેટલીક
ઘટનાઓને આપણી રીતે યાતો આપણી પોતાની ફૂટપટ્ટીથી માપીએ છીએ.આવીરીતે માપેલી
ઘટનાઓમાં આપણો આભિપ્રાય આપીએ છીએને ત્યારે એ અભિપ્રાય માથામાં આવીને ભટકાય ત્યારે
આપની તકલાદી ફૂટપટ્ટી તૂટી જાય છે કાં નકામી થઇ જાય છે, કયારેક આ તૂટેલી માપપટ્ટી
ની ફાસ આપણને યા બીજા કોઈકને પણ લાગી શકે છે.


Comments
Post a Comment