માનવ ઉત્ક્રાન્તિના સમયથી મનુષ્ય  કલ્પના  માં વિશેષ રાચતો જ હશે એમ હું માનું છું, ‘ડાર્વિન’ આ બાબતમાં કયો મત ધરાવતા હતા એ ખબર નથી , પણ એટલું ચોક્કસ છે કે જો માનવીએ કલ્પના ન કરી હોતને તો આ પૃથ્વી પર એની આટલી બધી પ્રગતિ થઇ શકી ન હોત.કોઇપણ  સત્રક્ચર  આ જગત પર સાકાર સ્વરૂપ ધારણ કરે એના પહેલા એ વિચારવંત માનવીના મગજમાં સંપૂર્ણપણે તૈયાર થઇ જાય છે , પછી એ બાહ્ય જગતમાં દેખાય છે.
નાના બાળકોની કલ્પના નો વિકાસ થાય એના માટે સૌ પ્રથમ કોઈ સીડી હોય તો એ છેબાળ વાર્તાઓ આ બા; વાર્તોનો ઉપયોગ ભારતમાં છેક પ્રાચીન સમયથી થાતો આવ્યો છે.સૌ પ્રથમ બાળ વાર્તાઓ પરિવારના વડીલ  સભ્યો દ્વારા કહેવાતી હશે એ વાતમાં કોઈ શંકા નથી. આ વડીલોની વાર્તા સાંભળેલી છેલ્લી પેઢી પૃથ્વી પર પોતાનો સમય પસાર કરી રહી છે. હવે આ વાર્તાઓ નું સ્થાન યુતુબ અને કાર્ટુન ચિત્રો એ લઇ લીધુ છે. છતાં પણ કોઈ સારો વાર્તાકાર હોય તો ધ્યાનથી સાંભળવા વાળા અને જોવા વાળા ઘણા પડ્યા છે.  આ વાર્તાઓના આધારે પોતાની કલ્પાના શક્તિઓનો વધારો કરી રહ્યા છે.
નવી પેઢીના બાળકો પોતાની પ્રગતિ સારી રીતે  કરીશકે અને તેમની કલ્પના શક્તિમાં વધારો થાય એવી વારતો કહેવાની જવાબદારી આજના શિક્ષકોના શિરે છે, શિક્ષકમિત્રો આ જવાબદારી સારી રીતે નિભાવે એ માટે એમને સતત એમના ઓજારની ધાર કાઢતા રહેવું પડશે.  આ અઓજારની ધાર કાઢવા માટેનો એક સારો પથ્થર એ મારી યુ-ટ્યુબ  ચેનલ છે. એમ હું માનું છું.
 બાળ વાર્તાઓની વાત આવે એટલે ગુજરાત અને ભારતમાં  પંચતંત્ર ની સાથે- સાથે  મૂછાળી માં  ગીજુભાઈ બધેકા આપણને અચૂક યાદ આવે.બાળવાર્તાઓ માટે જન માનસમાં પડેલા આ બે મજબુત નામ છે એ નામ આવતી સદીઓ સુધી બાળ અને વૃદ્ધ  માણસ  ક્યારેય ભૂલી શકશે નહિ એવો મને પૂરો વિશ્વાસ છે.
બાલ વાર્તાઓ કલ્પના માટે નવી કેડીઓ કંડારી આપે છે અને આ કેડીએ  વિહરવાથી નવી જ દુનિયાના દર્શન થાય છે.નવી અને શુભ પરિવર્તન વાળી દુનિયા એ જ માનવ જીવનનો ધ્યેય હોવો જોઈએ.શુભ પરિવર્તન વિના ની દુનિયાની તમે કલ્પના પણ ન કરી શકો.પરિવર્તન જો માનવ સભ્યતાને ઉપયોગી ન હોય તો તો એ નક્કી અધોગતિ તરફ લઇ જનારું જ હોય !!  જો આટલી પ્રગતિ કર્યા પછી પણ આપણે અધોગતિ તરફ જવાના હોઈએ તો આવનારી પેઢીઓ તમને અને મને ક્યારેય ,માફ નહિ કરે.
આજની બાળ પેઢીને ઉપયોગી બાળવાર્તાઓ આપે એવી વ્યક્તિનું નામ છે –ડો. ભાવેશભાઈ  પંડ્યા.એમણે નાના બાળકોને ગમે એવી ઢગલો વાર્તાઓ લખી છે, આ બધી વાર્તાઓ જોડાક્ષર વગર ની છે ,આ વાર્તાઓના લીધે ડો.ભાવેશભાઈ નું નામ ‘લિમ્કા બુક’  આવેલ છે.મારી દ્રષ્ટિ એ ભાવેશભાઈ બાળ માનો વિજ્ઞાન ને જાણનાર એની સાથે –સાથે સારા ગાયક, સારા વાર્તા કાર, સારા તબલા [તબલા વગાડવાની  નિપુણતા નાં લીધે એમની એક વખત સગાઇ પણ તૂટી ગઈ હતી.]  અને હારમોનિયમ વાદક પણ છે. બાળકોને તાલ અને લય સાથે અભિનય કરવાની એમની ક્ષમતાની બરાબરી કો ન કરી શકે.
બાળકો સમજી અને ગાઈ શકે એવા બાળગીતો પણ એમણે લખ્યા છે.એમના વિષે બીજી ઘણી વાતો છે કે લખી શકાય જેમાં પાઠ્યપુસ્તક લેખનથી કરીને  બીજા રાજ્યોના પ્રવાસ સુધી લખી શકાય પણ એ એક સ્પેશીયલ ભાગમાં લખાશે  હાલ તો આટલું જ.
 તો ચાલો મિત્રો હું ચેનલ ની લિંક મોકલું છું. તમે જો જો અને તમારા બાળકોને પણ બતાવજો. ચેનલ સબસ્ક્રીબ  કરવાનું ભૂલતા નહિ.
જય હિન્દ, જય ભારત ,જય જય  ગરવી  ગુજરાત
                                                કાન્તિલાલ રૂપાભાઈ પરમાર
                                                કારેલી પ્રાથમિક શાળા
                                                લખ્યા તા.૦૯/૦૮/૨૦૧૯
                                                રાત્રે ૦૯.૫૯      

Comments