મારાં અવતરણો [my slogan]
*લાંબી યાત્રામાં સહયાત્રી વાચાળું હોય તો આશીર્વાદ રૂપ.
*વાતે વાતે વિચાર બદલનારનો વિશ્વાસ કરવો નહિ.
*થોડો સમય આપીને ઘણું સોનું ખરીદી શકાતું હોય તો  એ આપવો.
*મધમાખીઓના ઝુન્ડની  જેમ સમૂહમાં રહેતાં શીખો.
*કાયર માણસમાં ઘણા અવગુણ હોય છે,માટે  એનો સાથ લેવો નહિ.
*કોઇપણ વસ્તુનું એટલું વળગણ ન રાખવું કે જિંદગીના દરેક મોડ પર આપણને સાલે.
*કાયાને સાચવશો તો દુનિયા સચવાઈ જાશે.
*તોપના માલિક સામે પોતાની નાનકડી લાકડીથી લડી લેવું એનું નામ  વટ.
*માણસની સાચી ઓળખ એનો પહેરવેશ ,ભાષા કે દેખાવ નથી પણ એના વિચાર અને વર્તન છે.
*વિચાર અને વર્તનમાં રાત દિવસનો તફાવત હોય એવા માણસ સાથે કોઈ વેવાર કરવો નહિ.
*ર્રસ્તા પર કોઈ પણ વાહન ચાલક ભૂલ કરે છે ત્યારે કેટલીય સ્ત્રીઓની સાડીઓનો રંગ બદલાઈ જાય છે.
*કોઇપણ મુદા પર વ્યક્તિ વિચારવાનું બંધ કરે એટલે એ આત્મહત્યા કરે છે.
*આજની સફળતા એ ગઈકાલનો વિચાર છે.
*પોતે વાવેલાં વ્રુક્ષોના ફળ ખાવાં એ ‘ભારત રત્ન’ મેળવવા જેટલો આનંદ છે.                                  
                                                                        લેખન:કાંતિલાલ રૂપાભાઈ પરમાર
                                                                        હરીપુરા
                                                                        લખ્યા તા.૧૪/૦૮/૨૦૧૯










Comments