"મારા દાદા અને હું"માનવ મનમાં સતત આવતા વિચારોમાંથી કેટલાક સાકાર સ્વરૂપ ધારણ કરે છે ,જ્યારે કેટલાક મનમાં ને મનમાં રહી જાય છે.વિચારો જ સુખ અને દુઃખનું કારણ છે,વિચારો જ નવી શોધો અને બરબાદીનું પણ કારણ છે.આપણી સફળતા અને નિષ્ફળતાનો આધાર
વિચારો પર રહેલો છે.આપણા માન અને અપમાનનું કારણ પણ વિચારો છે.મનમાં વિચારોના સ્વરૂપમાં બંધાતા હવામહેલ જ્યારે
જયપુરમાં શોભતા થઇ જાયને ત્યારે એ વિચારોને અભિનન્દન આપવાનું મન થઇ જાય છે.
-કાંતિલાલ પરમાર
અમુક પ્રકારના વિચારો સાથે જ્યારે આપણે
ઇતિહાસના મહાસાગરમાં કુદી પડીએ છીએને ત્યારે
આપણે દરેક વખતે ખાસ પ્રકારના પૂર્વગ્રહ
વાળા ચશ્માં યા તો એવા આપના પોતાના મનઘડંત હવાઈ દીવાલો બનાવીને કુદીએ છીએ જેના લીધે આપણે ઇતિહાસની કેટલીક ઘટનાઓને
આપણી રીતે યાતો આપણી પોતાની ફૂટપટ્ટીથી માપીએ છીએ.આવી રીતે માપેલી ઘટનાઓમાં આપણો
આભિપ્રાય આપીએ છીએને ત્યારે એ અભિપ્રાય ઘટના સાથે તાલ મિલાવતો નથી ત્યારે માથામાં આવીને
ભટકાય છે, અને આપણી તકલાદી ફૂટપટ્ટી તૂટી જાય છે કાં નકામી થઇ જાય
છે, કયારેક આ તૂટેલી માપપટ્ટી ની ફાંસ આપણને યા
બીજા કોઈક બીજા ને પણ લાગી શકે છે.
જ્યારે આપણી ફાંસ આપણે કોઈ પણ ભોગે ન છોડીએ એવા જીદ્દી બની જઈએ
ત્યારે આપણે સમાજ અને રાષ્ટ્ર માટે
ભારરૂપ બની જઈએ છીએ.આ ફાંસ રૂપી મગરનું ચામડું જે લોકો સતત ફર્યા કરતા હોય છે એ
લોકો કોઈ સારા માણસની સલાહ સૂચન કે સારી વાત પણ સ્વીકારી શકતા નથી. એ ફાંસ જ એમની અપકીર્તિ રૂપી મોતનું
કારણ બને છે.
આવી કોઈ ફાંસ આપના જીવનમાં ન આવે એ
માટે આપનો સ્વભાવ આપણે નીરક્ષીર પારખનાર હંસના જેવો રાખવો જોઈએ.આવો સ્વભાવ કેળવવો
એ કોઈ સામાન્ય વાત નથી, એના માટે તમારા સંસ્કાર , તમારું શિક્ષણ , તમારું વાંચન,
તનમને આવતા સતત વિચારો, તમારા મિત્રો, તમારી ખાસ બેઠક વાળા તમારા અંગત માણસો ,
એમની અને તમારી તેવો નો સુમેળ, ઘણીવાર કુમેળ પણ કામ કરી જાય.તમારું ખાનપાન અને એની
ટેવો પણ આમાં કામ કરી જતી હોય છે.આ બધી બાબતો ની સાથે –સાથે તમે કેવા સામાજિક અને
કુદરતી વાતાવરણમાં રહો છો એ પણ બહુ મહત્વનો ભાગ ભજવે છે.
મારા દાદા પૂજ્ય હેમા બાપુને મેં ક્યારેય જોયા નથી કારણકે મારા સંસારમાં આવતાં
પહેલાં એમણે સંસાર છોડી દીધેલો.પણ એમની ઘણી સારી વાતો સાંભળેલી , એ વાતો એ મને સતત
યાદ કારવ્યું કે ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય તો પણ વટ સાથે જીવી શકાય છે.આજે હું
પચાસનો થવા આવ્યો મારા દાદા પંચોતેર વર્ષ કરતાં વધારે સમય આ હરીપુરા અને ટડાવ ગામમાં
રહેલા, એમની સફેદ દાઢી એક તત્વચિંતક ના જેવી શોભતી.એમની દરેક વાત સુવિચાર જેવી જ
હતી કારણકે એ વાતો મારા ઘરમાં હું સતત અનુભવતો અને સંભાળતો રહ્યો છું.
મારો પરિવાર ટડાવ ગામમાં “મુળગા પરિવાર” તરીકે ઓળખાય છે.મૂળ અમે
સુરેન્દ્રનગરથી નજીક આવેલ મુળી ગામથી આવેલા હોવાથી અમારા પરિવારનું નામ મુળગા
પડેલું છે એવું અમારા વહીવાન્ચાઓનું કહેવું છે.મુળી છોડવાનું કારણતો ઐતિહાસિક જ હોવાનું..!!
વતન સાથેનો નાતો એમને એમ નહિ તુટ્યો હોય
....!
પુત્ર હેમાને પરનાવિયો ,
મોતિયાનો બાંધી મોડ... આવા જોરદાર દુહાઓ કવિઓ જ્યારે રંગમાં આવીજતા હોય છે ને
ત્યારે રાવણા માં લલકારતા હોય છે. દાદાનાં વખાણ સાંભળીને શેર – શેર લોહી ચડી જાય
હો... વાહ રંગ છે દાદા ... આ ભવ્ય સંસાર બતાવ્યો.મારા દાદાની જાન વાવ ગયેલી. વાવ
એટલે પ્રખ્યાત ‘રજવાડું’ અને રજવાડાના
મુખ્ય શહેરમાં જાન જોડવી ને એય પાછુ મોતિયાનો મોડ બાંધીને પરણવા જાવું એ જમાના ના
ની ક્રાંતિકારી ઘટના કહેવાય.વાવ શહેરમાં દાદા પરણ્યા હોવાથી
સમાજમાં એમનું ખુબ માન હતું.
મારાં દાદીમાનો સ્વભાવ વાવ ને અનુરૂપ ઘણો કહી શકાય એવો કડક હતો,
એ સ્વભાવ પરિવારના સભ્યોમાં ઘણો ખરો ઉતર્યો
છે.વિચાર એવો કે સામે વાળો ભલેને તોપનો માલિક હોય તો પણ પોતાના નાનકડા
ધોકાથી પણ એનો સામનો તો કરવાનો જ.
મારા દાદા ઘણી બધી ગાયો રાખતા, જેના લીધે પરિવારના સભ્યો
માટે કહી શકાય કે ઘી –દુધની નદીઓજ હતી ,આસપાસના ગામડા વાળા એ જમાના માં પગપાળા
પ્રવાસ કરતા ત્યારે અચૂક અમારા પરિવારમાં જમીને જતા . અત્યારે પણ હું જ્યારે મારા સબંધી ઓ માં મળવા જાઉં છું ત્યારે
એ ઘરડા માણસો મારા દાદા અને દાદીના રોટલાનાં અચૂક વખાણ કરે છે અને કહે છે કે છોકરા
ઓ તમારા ઘેર જે ખુશી છે એનું વાવેતર તમારા દાદા અને દાદી કરીને ગયાં છે, એનાં મીઠાં ફળ તમે ચાખી રહ્યા
છોમારા દાદા ગાયો ની સાથ-સાથે ઊંટ અને
ઘોડા પણ રાખતા.જાગીદારીના જમનામાં પણ મારા દાદા પાસે સાઈઠ એકર કરતા વધારે જમીન
હતી.
મારા દાદાને આઠ સંતાન હતા જેમાં મારા પિતાજી સૌથી નાના
જોનુજોગ અમે પણ છ ભાઈ છીએ , જ્યારે મારા પિતાજીને એ પણ છ ભાઈ હતા. મારા પિતાજીના
સૌથી મોટા ભાઈ જગશી બાપુ ટડાવ રહી ગયાં જ્યારે દાદા એમાં બાકીના પાંચ પુત્રો સાથે
હરીપુરા જે ટડાવ પૂર્વ દિશામાં વાવના રાણા
સાહબ શ્રીમંત હરિસિંહ જી એ વસાવેલ એમાં
રહેવા માટે આવી ગયેલા.હરીપુરા આજે પણ ખુબ જ સુંદર ગામ છે . મને ગર્વ છે કે મારો જન્મ હરિપુરામાં થયો છે.અહીના
લોકોઅને અહીની માટી ‘કેસરી’ ફિલ્મના ગીત કરતાં પણ વધારે સુંદર અને ખુશીનો ભરપુર
અહેસાસ કરાવે એવા છે.
મારા દાદાનો મુખ્ય
વ્યવસાય વણાટ નો હતો.મારા મોટા બાપુ પુ.
માધા બાપુ અને પુ. વેરસી બાપુ પણ સુંદર વણાટ કામ કરતા. એમને વણાટ કામમાં મેં મદદ
કરેલી છે.વણાટ કરવા માટે સૌ પ્રથમ ઘરમાં શાળ ની જરૂર પડતી. શાળનો મારી દ્રષ્ટિએ દેખાવ એવો હતો કે જો તમે વણાટ કરવા
બેઠા હો તો જાણે તમે ‘ફેરારી’ ગાડીની
ડ્રાઈવિંગ શીટમાં બેઠા.
વણાટ એ ખુબ જ લાંબી પ્રક્રિયા હતી.ખાસ કરીને લોકો ગરમ ધાબળા
વણાવવા આવતા.જે લોકો આવતા એ દસ કે બાર કિલોની સુતરના રેષાની ગાંસડી લઈને આવતા એ
ગાંસડીને ઘણા બધા સરાકા પચાસથી વધારે મીટર હારબંધ ગોઠવીને એમાં સુતરના રેષાઓને
હારમાં કરવામાં આવતા.આ સરાકા ગોઠવવા અને સુતરની હાર કરવા માટે ઘણા માણસો ની જરૂર પડતી
એમાં મેં પણ સ્વયંસેવક તરીકે કામ કરેલું.
એ અદ્ભુત સમયનું ચિત્ર આજે પણ નજર સામે તારી આવે છે, જ્યારે માધા બાપુ કામ પણ ચાલુ
હોય અને કોઈ અલગ જ દુનિયાની વાતો પણ સતત ચાલુ જ હોય . સંત કબીર પણ બસ આજ રીતે વણાટ
કરતા હશે એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી.માધા બાપુ અને વેરસી બાપુ વાતો કરતા એમજ
કબીર પણ વણાટ કરતા- કરતા ભજન સત્સંગ કરતા હશે, ત્યારે તો હું કબીર વિષે જાણતો ન હતો, આજનાં બાળકો એના થી વિશેષ જાણે છે.
વણાટ કામના સૌથી
વધુ ગ્રાહકો રાજસ્થાની રબારી હતા જેઓ સતત વગડામાં રહેવાના કારણે એમણે શિયાળામાં
ગરમ ધાબળાની જરૂર પડતી.આ ગરમ ધાબળાઓ એમણે ઠંડીથી બચાવતા અને વજનમાં પણ એકંદરે હળવા
હતા.એમનું વણાટ કામ એટલું મજબુત હતું કે માણસની ઉંમર કરતાં આ ધાબળાની ઉંમર વધારે
હતી.
હજી પણ ક્યારક
હરતા-ફરતાં જો ક્યાય ચરખો કે સરાકો કે હોડી જેવું એક સાધન આવતું નાનું એવું કાઈ
નજરે પડી જાય તો ઘણાં સ્મરણો તાજાં થઈ જાય છે.
પૂજ્ય પ્રેમા બાપુ અરજણ પૂરી બાપુના ભક્ત હતા. બાપુનું નામ
લઈને જે કામ કરતા એ બધા જ શક્સેસ થઇ જતાં. બાપુના આશીર્વાદ થી આખા પરિવારને આજે
બહુ જલસા હો...
પૂજ્ય જોગા બાપુ ખુબજ
મહેનતુ હતા, એમણે હાથ મહેનતથી
મહેમાનોને બેસવા માટેની એ જ્માનના ની સુંદર
કઢ બનાવેલી.એમણે સીમમાંથી કેરડા ચોક્કસ માપના કાપીને એને યોગ્ય ઋતે ગીઠવીને
કઢ બનાવેલી.
પૂજ્ય રૂપા બાપુ જે મારા પિતાજી , એમણે પ્રાથમિક શિક્ષણ ભોરોલ
માં લીધેલું. તેઓ શ્રી એમના કાંસ વાળા કડીયામાં હર હમેશાં બોલ પેન રાખતા . એમની બોલ પેને અમારો ભવ સુધારી
નાખ્યો. એમની બોલ પેનના લીધે અને આજે લખી શકીએ છીએ અને ગર્વભેર દુનિયાની સામે પ્રસ્તુત
થઇ શકીએ છીએ. જો એમણે અમને શિક્ષણ ન આપ્યું હોત તો અમારા માટે નાઈજીરીયામાં જન્મ
લેવા જેવું થોત. અને આ રૂડો આખો મનખા જેવો અવતાર એળે જવાનો હતો.[બાલુંત્રીનાં રાની
સાહેબા સોઢીજીનું વેલડું એમણે ખાનપુર થી બાલુંત્રી સુધી ચલાવેલું.]
આજ થી દોઢસો વર્ષ પહેલા સગા સબંધીઓ માં જ આખું ગુગલ અમારા
માટે આવી જતું હતું.એ બધા સારા સગા સબંધીઓ પણ એમણે લાવ્યા. ધન્ય છે પૂર્વજો ને શત
શત નમન.જેટલા એમના ગુણગાન ગઈ એ એટલાં ઓછા છે.
પૂજય હેમા બાપુની સેવા કરનાર મારા મારા બાઈ આજે સંસારમાં બેઠાં એ જ અમારા માટે
દાદી નથુ મા છે અને અએ જ અમાર પૂજ્ય દાદા હેમા બાપુ કહો તો પણ એ એક માત્ર છે.મારા
પિતાજીએ આજથી વીસ વર્ષ પહેલાં આ ફાની
દુનિયા છોડી દીધી છે પણ એમાના આશીર્વાદનો અહેસાસ હર પલ થાય છે.
પૂર્વજો ને નમસ્કાર કરીને આજનો લેખ અહી પૂરો કરું છું.
નમન
આલેખન;
કાંતિલાલ રૂપાભાઈ પરમાર
લખ્યા.તા.
૧૦/૦૮/૨૦૧૯
રાત્રે.૧૧.૪૭
પાલનપુર
-કાંતિલાલ પરમાર


Super
ReplyDeleteસોનેરી સંભારણા
ReplyDeleteઆપ અમારી સાથે જોડાયેલા છો એનો અનેરો આનંદ છે
Deleteમૂળગા પરિવાર ની જાય હો
ReplyDeleteKhub khub saras
ReplyDelete👌👌👌
ReplyDeletehistory is interesting.
ReplyDeleteVery nice ખુબ સુંદર
ReplyDeleteવાહ મૂળીના મૂળગા પરિવાર
ReplyDelete👍👍👍
ReplyDeleteGood
ReplyDeleteઘણી સારું આલેખન.
ReplyDeleteભવિષ્યના દસ્તાવેજમાં સ્થાન પામશે.
તમારી જેમ વંશજો પણ વારસો સાચવવાની જવાબદારી લેશે.
એવી અભિલાષા.
This comment has been removed by the author.
ReplyDeleteVery nice
ReplyDeleteવાહ ખૂબ સુંદર...👌
ReplyDeleteનમસ્કાર....
ReplyDeleteઆપનો લેખ વાંચી ગયો.. પી ગયો.. અને એનો નશો જે ચડ્યો એ કેફ શબ્દોના શીશામાંથી કાગળના કેનવાસ પર કંડારવાની કોશિષ કરું છું. મેં વાંચન કર્યું છે. એમ કહેવાય કે આડેઘડ કર્યું છે. પણ જ્યારે હું મૂળાક્ષરોને ઓળખવા શીખું ત્યારે આપ બાળકોને શીખવતા હતા. એટલે મારું વાંચન ખૂબ ઓછું કહેવાય . કલમ કરમાં ગ્રહી અમે અક્ષરી સંન્યાસ લઇ લીધો. સંસારમાં રહીને અમે પરમ સંન્યાસ લઇ લીધો..... એવું આપના માટે આજે કહી શકું છું..
મારું લેખન મોજનું લેખન હોય છે. એટલે આજે પણ એમ જ કહીશ કે જબ તક ના પડે આશિક કી નજર.... શૃંગાર અધૂરા રહેતા હૈ.. એમ આજે મને આ શબ્દો મારા લાગ્યા પ્યારા લાગ્યા.. વાલા લાગ્યા.. મારી વાત .. મારા મૂળગાની વાત.. હોય તો વાંચતા-વાચતાં ગજ ગજ છાતી ફૂલે.. આપે જે ગળથૂથીમાંથી વાતનો ઉપાડ કર્યો છે. હું આ બાબતે કશું જ જાણતો નહોતો. હેમા બાપુને તો આપે પણ જોયા નહોતા.. પણ આજે એટલું યાદ આવે છે કે જ્યારે હરિપુરામાં સારો માઠો પ્રસંગ હોય ત્યારે બધા લોકોની અચૂક હાજરી ત્યાં હોતી..ચાલીને આવતા એ જમાનામાં ને મારા જમાનામાં હું અને રમેંશભાઇ વિહાભાઇ પરમાર... વિહાભાઇ જગશીભાઇ જે આપના .... અમે સાઇકલ લઇને આવેલા આપને ત્યાં..રૂપાબાને જોયેલા.. અને સાંભળેલા ... બહું ધુંધળું ધુંધળું યાદ આવે છે. આટલી સરસ વાત આપણી વાત આપણા લોકો સુધી પહોંચાડીને તમે અમારા પર મોટો ઉપકાર કર્યો છે. આપણી વાત આપણા માટે.. નામની નાનકડી પુસ્તિકા બને.. અને આપણા દરેક ઘરમાં એ હોય તો કેવું સારુ ?
હું મારા કાકાને ઓળખું છું.. પણ એ તો મને પિછાણે છે. બહું ઓછા લોકોએ એમની આંખો પાછળની ભીનાશ જોઇ હશે.. હા , એ ક્યારેક કહે પણ ખરા.. અંતરમનની વાત....... ને પાછા મૌન થઇ જાય. આપની ભીની માટીમાં ચાલતા હળના જેવી કલમ સાચે જ ખુબ સુંદર ભાવિનું વાવેતર કરી રહી છે. સાવ સરળ , સહજ , સુંદર રીતે આપ વાચકને કશુંક બતાવતા- બતાવતા એ તરફ આંગળી ચીંધો છો જ્યાં આપ એમને લઇ જવા માગો છો.
એટલું ખાસ કહીશ કે આવા લેખોનું સંદર સંકલન થવું જોઇએ જ. ખૂબ સુંદર લખો છો.. લખતા રહો.. ખૂબ ખૂબ શુભકામનાઓ.. શુભેચ્છાઓ..
ભત્રીજો
ધેંગાભાઇ ‘સરહદી’
ટડાવ
khub saras
ReplyDeletevery nice
ReplyDeleteઆત્મીય ઇતિહાસ...
ReplyDeleteમારા પિતાશ્રીનું ટડાવ મુળગા પરિવારમાં મોસાળ છે...આપના લેખની સાથે સાથે ઇતિહાસ જાણવાનો લહાવો મળ્યો...
આભાર
DeleteNice
ReplyDelete♥️♥️♥️♥️♥️
ReplyDelete