આજે પાલનપુરમાં આવેલા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે બનાસકાંઠા જિલ્લાના નવતર પ્રયોગ કરનાર શિક્ષકમિત્રો મળ્યા.આગામી સમયમાં યોજાનાર ઇનોવેશન ફેર માટે પૂર્વભૂમિકા બાંધવામાં આવી.આજના દિવસની શરૂઆત વર્ષાબેનના પ્રેરક ઉદબોધનથી થઈ.બહેનજીએ ઇનોવેશન કરનાર શિક્ષક મિત્રોમાં ઉત્સાહ જળવાઈ રહે અને આ શિક્ષક મિત્રો જયાં કામ કરી રહયા છે એ કામને સારી રીતે ડિસ્પ્લે કરી શકે એવી ઘણી બધી ચર્ચાઓ કરી, એક ગુરુ અને શિષ્યનું સરસ ઉદાહરણ આપ્યું કે જેમાં શિષ્ય પરમ પિતા પરમાત્માને પામવાની વાત કરે છે ત્યારે ગુરુ એને એક ઊંડા પાણીમાં ડુબાડી દે છે , આ ઊંડા પાણીમાંથી બહાર નીકળવા જે મરણિયા પ્રયાસ શિષ્ય કરે એવા પ્રયાસ કરનાર લોકો જ આ દુનિયામાં કંઈક અલગ મેળવી શકે છે. નવતર પ્રયોગ કરનાર શિક્ષક મિત્રો તમે આનાથી થોડા ઓછા પ્રયત્ન કરશો તો પણ અચૂક સફળ થશો એવી સુંદર ઉદાહરણ સાથેની વાત કરી. મહેન્દ્રભાઈ સાહેબની પ્રેરક ઉપસ્થિતિ રહી. આ પછી આખી બેઠકની ધુરા શ્રી પંકજભાઈ પ્રજાપતિ જેઓ 'પરમ પાલનપુરી' ના ઉપનામથી ઓળખાય છે એમણે સાંભળી લીધી.પંકજભાઈના સ્વાનુભવ સાંભળીને મોટાભાગના મિત્રોની આંખો ભીની થઈ ગઈ. એક શિક્ષક પોતાની શાળાનાં બાળકોને ક્યાં સુધી ચાહી શકે એનો છેડો એટલે મારા માટે પંકજભાઈ .એમણે શાળાના હોશિયાર બાળકોના મન અને મગજને એવા ધારદાર બનાવી નાખ્યાં કે એક ગામડાની શાળાનાં બાળકો "લેખક" બની ગયાં. લેખક તો બન્યાં પણ એમની શાળાના બાળકોના પુસ્તકનું વિમોચન ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રીના હાથે થાય.. કેટલી અદભુત ઘટના..! એક શિક્ષક ધારે તો ઝવેરી કરતાં પણ ઘણું સારું કામ કરી શકે એ પંકજભાઈને જોઈને અને એમના કામને જોઈને કહી શકાય.એના બાળકોએ લખેલી અઢળક વાર્તાઓ, છાપાઓના કટિંગ, અરે એક માહેર ગુજરાતી ભાષાનો કવિ લખી શકે એવા જાપાનીઝ હાઈકુ... વાહ.. ભાઈ.. વાહ.
પંકજભાઈના એક સાથી શિક્ષક પણ આજના વર્કશોપમાં આવ્યા હતા એમને પણ અક્ષર સુધારાણાનો પોતાનો પ્રયોગ વર્ગ સમક્ષ રજુ કર્યો, બધાએ ખૂબ વખાણ્યો. રિશેષમાં બધા નાસ્તો,ચા,પાણી પૂર્ણ કરીને પાછા પોતાની ભારતીય બેઠક પર આવ્યા... હવેનો તાલીમનો દોર ભાવનાબેન જોશીના હાથમાં હતો.ભાવનાબેન એટલે " સરસ્વતીચંદ્ર" નવલકથાના એક ઝાઝરમાન પાત્ર હોય એવા આજે દેખાતાં હતાં. એમની આચાર્ય તરીકેની જે કુનેહ ભરી વાતો હતી એ ખૂબ હૃદયસ્પર્શી હતી.
ભાવનાબેન જોશી એ પોતાના અને પરિવાર ના સબન્ધ નો સદપયોગ કરીને કે.મા ચોકસી પ્રાથમિક શાળામાં 31 બાળકોને દાતાઓનો આર્થિક સહયોગ લઈને અભ્યાસ કરાવે છે એમનો ટાર્ગેટ શાળામાં ભણતાં કુલ 311 બાળકોને દાતા મળી રહે એવો છે. આપણે બધા પ્રાર્થના કરીએ કે ભાવનાબેન એમના શુભ આશય માં જેમ બને એમ જલ્દી સફળતા મેળવે. બપોર પછી દસ મિનિટ નો સમય રામજી ભાઈ રોટાતરને મળ્યો હતો, જેમને વેસ્ટ માં થી બેસ્ટ સર્જન કર્યું છે. રામજીભાઈ એ મહાત્મા ગાંધીજી વિશે 6 મીટર લાંબા કેનવાસ પર એમના જીવન અને કવન વિશે એક પ્રદર્શન તૈયાર કર્યું છે. આ સિવાય એક ટ્રક ભરાય એટલી સામગ્રી એમણે તૈયાર રાખી છે. રામજીભાઈ એ તૈયાર કરેલ સામન્ય જ્ઞાન ની માહિતી કોઈ માણસ આખી વાંચી નાખે ને તો એ માણસ અસામાન્ય જ્ઞાન ધરાવતો વ્યક્તિ બની જાય.
સાંજે વર્ષા બહેન ના ઉદબોધન સાથે આજનો પ્રથમ દિવસ પૂર્ણ થયો.
લેખન :કાંતિલાલ રૂપાભાઈ પરમાર
કારેલી પ્રાથમિક શાળા
તા.વાવ

Comments
Post a Comment