તા..15/10/2019
અહેવાલ
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુર ખાતે " ઇનોવેશન શેરિંગ"વર્કશોપમાં બીજા દિવસે મળવાની શરૂઆત ધ્યાન અને પ્રાર્થનાથી થઈ. સર્વધર્મ પ્રાર્થના પૂર્ણ થયા પછી ભાલચંદ્રભાઈ પ્રજાપતિએ પોતાના મધુર સ્વરમાં આખા હોલને ભક્તિના રંગમાં રંગી નાખ્યો. એમની મધુર અવાજ અને શબ્દોની ઊંચાઈ તાલીમાર્થી મિત્રો ને આપોઆપ ધ્યાન કેન્દ્રિત કરાવતી હોય એવો મને અહેસાસ થતો હતો. ભજનના શબ્દોની સાથે સાથે જ્યારે તમારા સમાંતર વિચારો ચાલતા હોય છે એ ધ્યાન નો એક અલગ માહોલ સરજે છે.
આ માહોલ તમને પોઝિટિવ વિચારો માટે પ્રેરે છે, ભજનમાં આ તાકાત હોય છે ,જ્યારે કોઈ વ્યક્તિ તમારી કે સમૂહ ની સામે પોતાના મનમાં આવતા વિચારો ને યોગ્ય રીતે ગોઠવ્યા વગર ભાષણની જેમ ઝીંકીએ રાખે તો આ દરેક વાક્યની સામે તમારા મનમાં એક પ્રતિ વિચાર ઉદ્દભવતો હોય છે... ભાષણ અને ભજનમાં આટલો ફરક..!!!
હવે સમય હતો નાચવાનો ....વાવ તાલુકાના માલસણ ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શ્રી ગંગારામભાઈ પટેલે સુંદર અભિનય કર્યો એમના ગીતના શબ્દો હતા.."પેલી ચકલી બાઈએ માળા બાંધ્યાં ઢંગ વગરના"
આ ગીતમાં ઝૂમી રહ્યા પછી આજના દિવસની પૂર્વભૂમિકા બાંધવાનું કામ કર્યું વર્ષા બહેને એમને પોતાની આગવી શૈલીમાં જીવનની બારાખડી સમજાવી, જીવન અને મરણ આ શબ્દોની સાથે સાથે જન્મ અને મૃત્યુ શબ્દ અને વાસ્તવિકતાની ઘણી સારી વાતો કરી.
બ્લ્યુ બેરી ચોકલેટ કમ્પની ના માલિકને ચોકલેટ અને અને માનવીના ઘડતર વચ્ચેના તફાવત સમજાવતું હૃદયસ્પર્શી ઉદાહરણ આપ્યું. સમાજમાંથી જેવી આવે એવી બ્લ્યુ બેરીને સ્વીકારવાની પ્રાથમિક શિક્ષકની સક્ષતા ની વાત કરી.
આજના મુખ્ય વક્તા શ્રી ભરતભાઇ પાંથાવાડા પે કેન્દ્ર શાળામાંથી આવ્યા હતા, એમણે અગાઉ તૈયાર કરેલ ઇનોવેશન વિશે ઘણી બધી વાતો શેર કરી. એમની શાળાના વિદ્યાર્થીઓ અને એમણે કરેલી પ્રવૃત્તિઓ નું નિર્દશન કરાવ્યું.
ગુજરાતી થાળી જમતા હોઈએ અને વચ્ચે વચ્ચે અચાનક અલગ અલગ પ્રકારની વાનગીઓ આવી જાય એમ આજના દિવસે એવા બહુ બધા રોચક પ્રસંગ ઉભા થયા કે બધા મિત્રો પેટ પકડીને હસ્યા..
બીજી વાત એ પણ નોંધવાની રહી કે આજના બન્ને વક્તા પોતાનો વિષય છોડીને બિલકુલ આજુબાજુ જતા ન હતા, જ્યારે ગઈકાલના બન્ને વક્તા પોતાના અનુભવ રજૂ કરતી વખતે રડી પડ્યા હતા..!
પંકજભાઈ એ વાત પર રડી પડ્યા કે એક ઊંટલારી ચલાવનાર વાલીને મારે કઈ રીતે સમજાવવું કે તારા બાળક સાથે હું છેક રાષ્ટ્રપતિ ભવન જવાનો છું...!
ભાવના બહેન જોશી એ વાત પર રડી પડયા કે ગરીબ પિતા એમની પોતાની દીકરી ઓ પાસે અનૈતિક વ્યવસાય કરાવતો હતો જ્યારે એ દીકરી ની ઉંમર અભ્યાસ કરવા ની હતી..!
ભરતભાઇ ની વાત પછી તરત વર્ષા બહેનજીએ " સુખનું સરનામું આપો"કાવ્ય ગાન કર્યું.. આ કાવ્ય ગાન અને એના ઊંચા લેવલના શબ્દો અને એ શબ્દોની ગોઠવણી એ બધાને સુખ અને એના સરનામા વિશે વિચારતા થઈ ગયા.
વર્ષા બહેનનાં હું વખાણ કર્યા વગર રહી શકતો નથી કારણ કે બહેનજીએ ગુજરાતી ભાષા ને તો ઝીણી ચારણી થી ચાળીને શ્રોતા ને એક અલગ દ્રષ્ટિએ થી જોતો અને વિચારતો કરી શકે છે...!!!!
રિશેષ પછીની જવાબદારી " સાંદિપની" એવોર્ડ મળ્યો છે એવા શ્રી લાલભાઈ પટેલની હતી. લાલાભાઈ પોતાની વાત રજૂ કરે એ પહેલાં વાવ તાલુકાના ઢીમા સી.આર.સી. કૉ ઓર્ડીનેટર શ્રી જમાજી રાજપૂતે "સોટા લાઓ" બાળગીત પોતાના આગવા અભિનય થી રજૂ કર્યું. આ બાળગીત માં વીરરસ, હાસ્ય રસ,કરુણ રસ અને જીભ પકડાતી હોય એવો સુંદર અભિનય મારા શિષ્ય જામાજી એ કર્યો.
અભિનય પછી ફરી ભાલચંદ્રભાઈ એ"વો હોતે હે કિસ્મત વાલે જિનકી માં હોતી હે"ગીત ગાવીને ઘણા બધા મિત્રો ની આંખો માં આંસુ લાવી દીધા. લાલાભાઈ તો પોતાની માતાજીને યાદ કરીને આ દુનિયામાં મા ન હોવાના લીધે એમના અધૂરા રહી ગયેલા કોડની વાત ભીની આંખે કરી.
આ સમય દરમિયાન વર્ષો બહેનની વાત ચાલુ હતી એ સમયે આ સંસ્થાના મોભી અને પ્રાચાર્ય સાહેબ શ્રી એમ.જે. નોગસ સાહેબ વર્ગમાં આવ્યા હતા, સાહેબજી એ પોતાની આગવી શૈલીમાં શિક્ષણજગત ની ઘણી બધી વાતો કરી હતી.
મશરૂભાઈ રબારી પોતાની શાળામાં સજેશન બોક્સ મૂકીને કઈ રીતે આખા ગામની સકલ બદલી નાખી એની સરસ વાતો ઉદાહરણો સાથે કરી.
સાહેબ ની હાજરીમાં મેં થોડા મારા અનુભવો કહ્યા, જેમાં મારાં ચાર બાળકો રાજ્ય લેવલ સુધી ચેસ રમેં છે અને હાલની મારી શાળા કારેલી એના વાતાવરણ અને વૃક્ષારોપણ ની વાતો કરી.
અહીં વચ્ચે કોકિલાબેન પંચાલે પોતાની વાત કરી કે તેઓ સ્કાઉટ માં ગુજરાત રાજ્યના કમિશનર છે,એમણે સ્કાઉટ માં ઘણી તાલીમ લીધી છે, એમાં ભાગ લેતાં બાળકોનો તમામ ખર્ચ બહેનજીએ જાતે જ ઉપાડતા હતાં.
મારા પછી ખાટી ચિત્રા શાળા ના રાજેશભાઈ એ ત્યાં ના વાતાવરણ અને હાથે હાજરી પૂરતાં બાળકો ની વાતો કરી..
આ ઇનોવેશન શેરીગ વર્કશોપમાં ઘણા સારા અનુભવ અને મિત્રો મળ્યા, સૌની પ્રગતિ થાય
શિક્ષણજગતમાં હર હમેશાં કઈક નવું કરતા રહીએ એ વિચાર સાથે બધા મિત્રો રાષ્ટ્ર ગીત બોલીને છુટા પડ્યા... જય હિન્દ.. જય ભારત...
લેખન:કાંતિલાલ રૂપાભાઈ પરમાર
મુ.શિ.
કારેલી પ્રાથમિક શાળા
તા.વાવ

Comments
Post a Comment