અહેવાલ
તા.૧૮/૧૦/૨૦૧૯
જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુર ખાતે “ઇનોવેશન રાઈટ અપ વર્કશોપ” ના પ્રથમ
દિવસે થયેલ કાર્યની ઝલક અહી પ્રસ્તુત છે.આ
અઠવાડિયામાં નવતર પ્રયોગો કરનાર
શિક્ષક્મિત્રો ને સાથે મળવાનો આ બીજો મોકો અને ત્રીજો દિવસ હતો.ત્રણ દિવસ સતત
મળવાના લીધે જે મિત્રો નવતર પ્રયોગ તો કરતા હતા પણ એને શબ્દની દુનિયામાં ગોઠવવા
માટે વિશેષ ભાથું મળી રહ્યું.
આજના દિવસની શરૂઆત ધ્યાનથી થઇ એના પછી બધા જ મિત્રોનાં શરીર તાજાં રહે એ માટે
હિતેશભાઈ દવે હળવી કસરત કરાવી.કસરત થઇ ગયા
પછી ભાલચંદ્ર ભાઈ પ્રજાપતિ એ પોતાના મધુર સ્વરમાં એક ભજન લલકાર્યું.. ભજનના શબ્દો
હતા.. “તમે મન મુકીને વરસ્યા અમે જનમ જનમ
ના તરસ્યા...” આજનું આ ભજન નવતર પ્રયોગો કરનાર મિત્રોને પણ ખુબ બંધ બેસતું આવતું
હતું, શૈક્ષણિક ક્ષેત્રે એટલું બધું ખેડાણ
કરવાનું બાકી છે જાણે આ ક્ષેત્ર જનમ-જનમ નું તરસ્યું હોય એમ લાગે છે.ભજન પૂરું થયા
પછી ડીસા તાલુકાની વરનોડા શાળાના શિક્ષક
યોગેશ ભાઈ દરજીએ પોતાના કર્ણ પ્રિય
અવાજ માં ધૂન બોલાવી “ માળા ફેરો તો તમે...પ્રાર્થના સભાના અંતિમ ભાગમાં
જી.કે પટેલ તરફ એક સુંદર બાળગીત રજુ કરવામાં આવ્યું, આ બાલગીતમાં બધા જ તાલીમાર્થી
મિત્રોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.
આજે GCERT માંથી ટીમ આવી હોવાથી વર્ષા બહેનજી અને મહેન્દ્ર ભાઈને ત્યાં હાજર રહેવું પડ્યું , આ સમયનો સદ્પયોગ કરવા
માટે રામજીભાઈ ટોકરીયા શાળા વાળા એ પોતાની આપ સૂઝ થી તૈયાર કરેલાં TLM વિષે રસપ્રદ
વાતો કરી. એમની વાતોમાં એમણે હની બી અને સૃષ્ટી નામની સંસ્થાની પણ ઘણી બધી વાતો કરી, આ સંસ્થાઓ નવતર પ્રયોગ કરનાર
લોકોને કઈ રીતે ઉપયોગી થાય છે એનું સુંદર માર્ગદર્શન મિત્રોને આપ્યું.
આ સમયે સ્ટેજ ખાલી હતું એટલે મને પણ મારા અનુભવો શેર કરવાનો મોકો મળ્યો.હું પણ
પ્રોફેસર અનિલ ગુપ્તા સર સાથે આ સંસ્થામાં ઘણી વાર ગયો છું એટલે ગુપ્તા સર પોતાની
હરપળ આ સંસ્થા માટે ખર્ચી છે.મારા નાના પુત્ર નિલેશ હેમાણીને “એ.પી.જે. અબ્દુલ કલામ - ઇગનાઈટ” એવોર્ડ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ માનનીય
પ્રણવ મુખર્જી સર નાં હસ્તે મળેલો છે.નાના બાળકોને આવતા વિશિષ્ટ વિચારો અને આ
વિચારોને યોગ્ય દિશા આપવાનું કામ આપણે સૌએ કરવું જોઈએ એવી ઘણી બધી વાતો મિત્રો
સાથે શેર કરી.મારાં ચારેય બાળકો રાજ્ય લેવલ સુધી ચેસ રમે છે એમની વાતો અને મારા
અનુભવ શેર કર્યા મિત્રો એ આ બધી વાતો ને તાળીઓથી વધાવી.
મારી વાત પૂરી થઇ એવા જ સમયે વર્ષા બહેન જી GCERT માંથી આવેલા મહેમાનો સાથે હોલમાં પ્રવેશ
કર્યો.બહેનજી એ એમનો પરિચય કરાવ્યો અને તાલીમનો દોર એમના હાથમાં આપ્યો. “ I TO WE”
સંસ્થામાંથી આવેલા પાર્થ તેરૈયા જી અને અમૃતાબેન બધેકાએ વિસ્તુત છણાવટ સાથે અમારી
સાથે ત્રણ કલાક ગાળ્યા.
સૌપ્રથમ અમૃતાબેન બધેકાએ ઇનોવેશન ને
લાગતું કામ કરતી સંસ્થાઓવીશે ટુકમાં પરિચય આપ્યો.જેમાં GCERT અને એના સહયોગમાં
NAYARA અને હવે જે સંસ્થામાંથી આ બન્ને મિત્રો આવ્યા હતા એ આઈ ટુ વી ની પણ વાતો
કરી.અગાઉના રાજ્ય કક્ષાના વિજ્ઞાન મેળામાં
રજુ થયેલી કૃતિઓની પુસ્તિકા બતાવી આ ત્રણ
પુસ્તકોને દરેક સુધી પહોચાડવાનો રસ્તો પણ બતાવતાં ગયાં.
હવે સમય હતો પાર્થ તેરૈયા જીને બોલવાનો.
પાર્થ ભાઈએ એ સમજાવ્યું કે શા માટે જરૂર છે ઇનોવેશનને ઓનલાઈન કરવાની.!એના
ફાયદા વિષે ચીવટપૂર્વક વાતો કરી. એના પછી પાર્થ ભાઈએ બધાને મોબાઇલ માં બ્રાઉઝર ખોલીને એમાં નવતર સાઈટ પર જઈને એમાં દરેક મિત્રો એ
પોતાનું રાજીસ્ત્રેશ્ન કરવાનું
કહ્યું.મોટાભાગના બધા જ મિત્રો પોતાના
યુઝર અને પાસવર્ડ મળી ગયા આટલી
પ્રક્રિયા એ આજના વર્કશોપ નાં માઈલસ્ટોન સમાન હતી.આ પછી પાર્થ ભાઈ નવતર ને ઓનલાઈન કરવા
માટેનાં દરેક મુદ્દાની ધીરજપૂર્વક સમજ
આપી.આટલી સમજ પછી દરેક મિત્રો ને ખ્યાલ આવી ગયો કે આપણે કઈ રીતે કામ કરવાનું છે.આટલું
કામ કરીને આઈ ટુ વિ ની ટીમે અમારી વચ્ચેથી વિદાય લીધી.
આજના દિવસના છેલ્લા બે કલાકમાં વર્ષા બહેનજી એ દરેક મિત્રોએ રાઈટ અપ કરેલ હાર્ડ
કોપી જેતે મિત્રની સાથે ચર્ચા કરીને એની વિસ્તૃત સમજ આપી.એમાં રહી ગયેલી ભૂલો
સુધારાવી.
રાષ્ટ્રગીત બોલીને બધા મિત્રો છુટા
પડયા.
જય હિન્દ ..જય ભારત.. જય જય ગરવી ગુજરાત.
અહેવાલ લેખન :કાંતિલાલ રૂપાભાઈ પરમાર
મુ. શી.
કારેલી પ્રાથમિક શાળા તા. વાવ

Comments
Post a Comment