તા.૧૯/૧૦/૨૦૧૯
અહેવાલ
જીલ્લા શિક્ષણ અને તાલીમ
ભવન પાલનપુર ખાતે નવતર પ્રયોગ
કરનાર મિત્રો માટે આ અઠવાડિયામાં મળવાનો આ ચોથો દિવસ હતો. ચાર દિવસના કાર્યની
ફલશ્રુતિ રૂપ આજનો દિવસ હતો.દરરોજની પ્રાર્થનાસભામાં શિક્ષક્મિત્રો રજૂઆત કરતા હતા
આજનો દિવસ એ બાબતમાં વિશિષ્ટ હતો. આજના સમગ્ર કાર્યક્રમ ની તમામ રજુઆતો ડાયટના તાલીમાર્થી મિત્રો તરફથી હતો. બી.એડ. ના
મિત્રોની રજુઆતો જોઈએને ઘણા બધા મિત્રોને પોતાની શાળામાં ચાલતા પ્રાર્થાનાસભાના
કાર્યક્રમમાં કેટલીક નવી વાતો ઉમેરવાની યાદી બની ગઈ હશે.કારણકે આ તો ગુરુજીઓ જ્યાં
જાય ત્યાંથી સારું હોય એ તો પોતાની શાળામાં લઇ જાય જ..! ક્યાંક સારું મેળવતા રહે છે માટે તો
જીલ્લાના ઇનોવેટીવ માં એમનાં નામ છે.
આજની પ્રાર્થના સભામાં સૌથી વધારે મને ગમેલી બાબત..અવકાશ વિજ્ઞાન
બાબતની હતી. એના માટે જે મિત્રે વિડીઓની
પસંદગી કરી હતી એ ખુબ રસપ્રદહતી.અવકાશ,વિમાન.સ્પીડ,ગુરુત્વાકાર્ષણ વગેરે બાબતો
જોવાની ,સમજવાની ખુબ મજા આવી.
પ્રાર્થનાસભા પછી ફિર સે રાઈટ અપ , મઠારવું, અલંકૃત ભાષા, યોગ્ય
ગોઠવણી, ચિત્રોની પસંદગી વગરે બાબતો કાયમી હતી એ સતત આવતી રહી.
આ બધી બાબતોની વચ્ચે ડાયટના મુખ્ય હોલમાં એન્ટ્રી થઇ , વિનોદભાઈ અધીયોલ[adhiyol]
સાહેબની આ સાહેબ મહેસાણા જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના મોભી હોવા છતાં ચુપચાપ
આવીને એમના પરિચિત મિત્રો સાથે ભારતીય બેઠકમાં બેસી ગયા, આ એમની શિક્ષક્મિત્રો
પ્રત્યેની લાગણી હતી.થોડીવાર પછી વર્ષા બહેનજી વર્ગમાં આવ્યા અને એમણે જ્યારે
વિનોદભાઈ સાહેબનો પરિચય કરાવ્યો ત્યારે બધાને ખ્યાલ આવ્યો કે સર અહી જ હતા.
આ પરિચય વિધિ પૂર્ણ થયા પછી એમણે
પોતાના અનુભવોની વાતો મિત્રો સમક્ષ કરી.કેવા-કેવા અનુભવો શિક્ષણ –જગતમાં થાતા
રહ્યા છે એ પણ વાતો કરી, આ વાતોની વચ્ચે મેં એક પ્રશ્ન કર્યો કે સર આપ પર્યાવરણને
લગતાં ઘણાં કામો કરી રહ્યા છો તો થોડા એ વિશેના અનુભવો પણ શેર કરો.એનો જવાબબ જી
મસ્ત આપ્યો, એ જવાબ સાંભળીને મારા જેવા ઘણા મિત્રોને પોતાના કાન પર વિશ્વાસ બેસતો
ન હતો કે આ જમાનામાં લોકો કોઈને મફતમાં માચીસના
આપે અમારી સામે ઉભેલા સાહબે પોતાની નોકરીના સમય દરમિયાનના પચ્ચીસ વર્ષનાં જી.પી.એફ. નાં નાણા સમાજ સેવા
અને પર્યાવરણ માટે દાનમાં આપી દીધાં હતાં.આ વાત સાંભળીને આખા હોલમાં તાળીઓનો
ગડગડ્ડાટ થઇ ગયો હતો.
ફરીથી આ સમય માં જ વર્ષા બહેનજીની સાથે એક પરિચિત અને એક
અપરિચિત મેહેમાને પ્રવેશ કર્યો.
પરિચિત મહેમાન હતા આપણા ડાયટના પ્રાચાર્ય
સાહેબશ્રી એમ.જે. નોગસ સર , એમની સાથે આવેલા સાહેબનો પરિચય આપ્યો નોગસ સાહેબે તેઓ
શ્રી GCERTમાંથી આવતા હતા અને ક્લાસ વન હતા , થોડા સમય પહેલા ડાંગ જીલ્લામાં DPEO
સર ની પોસ્ટ પરથી GCERT માં આવ્યા હતા. ડાયટ પાલનપુરમાં પેનલ ઇન્સ્પેકશન કરવા માટે
આવ્યા હતા.
શ્રીમાન પવાર સાહેબે એમનાં અઠ્યાવીસ વર્ષના જે અનુભવો નું વર્ણન
કર્યું એ ખુબ હળવી શૈલીમાં અને વાસ્તવિકતાથી ખુબ નજીક રહીને કર્યું એમ કહું તો કઈ
ખોટું નથી.શિક્ષક્મિત્રોને કેટલીક ગ્રાઉન્ડ લેવલની સોનેરી સલાહો પણ આપી.ડાંગ જીલ્લામાં
બનેલા કેટલાક શિક્ષણ જગત ણે લાંછન રૂપ બનાવોની પણ વિસ્તરિત વાતો
કરી,આવા બનાવો રોકી પણ શકાય એના ઉપાય પણ કહ્યા, પોતે ત્યાં હોત તો કેવી રીતે
શિક્ષક્મિત્રો ની બદલી કરી દીધી હોત એ વાતો પણ કરી.
સાહેબના વક્ત્વની વચ્ચે લક્ષ્મીપુરા શાળાનાં આચાર્ય બહેન પોતાના
અનુભવો કહેતાં-કહેતાં રડી પડ્યાં.શિક્ષણ જગત વાસ્તવિકતા કેટલી કરુણ છે એ વાત આ
બનાવથી છતી થતી હતી.
પવાર સાહેબે ડાંગ, જુનાગઢ,સંતરામપુર ગાંધીનગર વગેરે સ્થળોના પોતાના
અનુભવોની વાતો કરી.
આભાર વિધિ હિતેશભાઈ દવે એ કરી.
સારી રીતે નવતર પ્રયોગો વેબસાઈટ ફિલ અપ કરવા એવી સૂચનાઓ સાથે બધા
મિત્રો ફોટા- પાડતાં-પાડતાં છુટા પડયા... જય જય ગરવી ગુજરાત...જય ભારત ..જય
હિન્દ..
લેખન:કાન્તિલાલ રૂપાભાઈ પરમાર ,મુ.શિ. કારેલી પ્રાથમિક શાળા

Very nice sir
ReplyDeleteઆભાર રાજેશભાઈ
DeleteMyself.. Rajesh Banawali..
ReplyDeleteખૂબ સરસ સાહેબ
ReplyDeleteSaras
ReplyDeleteવાચક મિત્રોનો આભાર
ReplyDelete