આવાસ –
જીવનનો સૌથી વધારે સમય વ્યક્તિ જ્યાં વ્યત્તિત કરતી હોય છે
એ છે એનું નિવાસ સ્થાન.આ સોનેરી સુવાક્ય કેટલાક દુર્ભાગી લોકોને લાગુ નહિ પડે.મારી
દ્રષ્ટ્રી એ દુર્ભાગી એ છે કે જે પોતાના વાણી અને વિચારની વિષમતા અને અયોગ્ય વર્તન
નાં લીધે બંદી ગૃહમાં પોતાનું જીવન પસાર
કર્યું હોય.બાકી મહત્તમ સદગૃહસ્થ લોકો દિવસ આથમતાં પહેલાં ઘેરના ઉંબરાની અંદર આવી
જાતા હોય છે.આજના આધુનિક યુગમાં લોકો નિશાચર ઘણા બની ગયા છે, ગુજરાતી જોડણીકોશ પ્રમાણે
નિશાચર નો કોઈ અયોગ્ય મતલબ ના નીકળતા હો..!!!
કેટલાક લોકો ઘરના ઘરની શોધમાં “બેઘર” થઇ જાતા હોય છે.કેટલાક
લોકો પોતાનું ઘર સજાવવા માટે કેટલાય લોકોના ઘર ઉજાડી નાખતા હોય છે.કેટલાક લોકો
પોતાના ઘરનું છાપરું સરખું કરતા નથી પણ જીવનભર બીજાઓનાં ધાબાં ભરતા રહે છે.કેટલાક
લોકો ઘરમાં પણ પોલીસ સ્ટેશનની જેમ વર્તે છે. કેટલાક લોકો ઓફિસની આખી જવાબદારીઓ
ઘરમાં લઈને આવતા રહે છે,અને આખા ઘરને ઓફીસ બનાવી દે છે.કેટલાક નસીબવાળા એવા પણ હોય
છે કે જે ઓફિસને ઘર બનાવી દે છે.ગામડામાં ઘણા લોકો ઘરથી ઓળખાયા, કેટલીક વેળા ઘર
નાનું હોય પણ ખોરડું મોટું હોય.શહેરમાં લોકો ઘર નંબરથી ઓળખાય અને મામાના ઘેર લોકો
મમ્મીના નામે ઓળખાય.કેટલાક લોકો રોબ જમાવવા માટે વોટ્સ એપ પર સ્ટેટ્સ મુકે “આના
કભી હવેલી પે”
રાજાશાહીના જમાનામાં સૌથી સુંદર અને બેસ્ટ ઘર ફક્ત રાજાનો મહેલ
જ હોઈ શકતો,ભાવનગર પાસેના વલભી માં જે લોકો કરોડપતિ હોતા એમના ઘર ઉપર ખાસ પ્રકારની
ધજા ફરકતી, જેટલા કરોડનો માલિક હોય એ મુજબની ધજાઓ ફરકતી.જેસલમેરની હવેલીઓ ત્યાંનાં
રાજાની ઉદારતા બતાવે છે.પાંચસો બાસઠ માંથી જેટલા રાજાઓએ સારા મહેલ બાંધ્યા એ રહી
ગયા , એ મહેલોમાં પણ આજકાલ તો પૈસાદાર લોકો આવીને રાત રહે છે... નસીબ વગર ભોગવી પણ
નથી શકાતું એ આનું નામ..!
હમણાં થોડા સમય પહેલાં પોરબંદર ગયો હતો, પૂજય મહાત્મા
ગાંધીજી નું જન્મ સ્થાન જોઇને રોમાંચિત થઇ ગયો.કિર્તીમંદિરની કીર્તિ આજે આખા
વિશ્વમાં ફેલાઈ રહી છે.જોધાપુરનો ‘મહેરાનગઢ’ કિલ્લો પણ જોયો છે એના પાયામાં “ રાજારામ મેઘવાલ” નું બલિદાન આપવામાં આવ્યું હતું.પાટણના
સહસ્રલિંગ તળાવમાં પણ માયા મેઘવાલનું
બલિદાન આપવામાં આવ્યું હતું.એક જ વંશના લોકોનું બલિદાન આવી ભવ્ય ઈમારતો
બાંધતા અને તળાવના નિર્માણમાં આપેલ છે એનાથી એ વાત તો નક્કી થાય છે કે આ લોકોમાં
કોઈ ખાસ વિશિષ્ટતા હતી કે જેના લીધે શાસકો એ એમણે શોધી-શોધીને એમનાં બલિદાન લીધાં.
પથ્થર રોટી : જેને પોતાના
ઘરમાં શાંતિ નથી મળતી એને દુનિયામાં ક્યાંય મળવાની પણ નથી.
લેખન: કાંતિલાલ રૂપાભાઇ
પરમાર પાલનપુર

Comments
Post a Comment