junagadh
junagadh હમણાં થોડા સમયથી આપણે પૂર્વજો વિષે વિચાર કરી રહ્યા
છીએ, એ કડી માં આગળ વધીએ.આગળ આપણે વાત કરી ગયા કે પરમ તત્વ એ
જ્યારે થી આ સંસારનું નિર્માણ કાર્ય શરૂ કર્યું ત્યારથી આપણો અંશ એ તત્વ સાથે જોડાયેલો હતો. પરમ તત્વે પૃથ્વીને એ સ્થાન પર ગોઠવી દીધી જેના લીધે આપણે આટલા સુધી આગળ વધી
શક્યા, હવે ક્યાં સુધી પહોચશુ એ તો પરમ તત્ત્વ જ જાણે.....!
હમણાં થોડા સમયથી બક્ષી સાહેબના ગામમાં
રહું છું , એટલે સ્વાભાવિક છે કે એમના વિચારો આવ્યા કરે. બક્ષી
સાહેબનું ગામ , વતન, જન્મ સ્થળ એટેલે “હીરા
નગરી” પાલનપુર. અત્તર નો
જ્યાં સતત મઘ-મઘાટ રહે છે એ પાલનપુર. આ પાલનપુરથી
જેમ રેલગાડીનો પાટો છેક ગિરનાર જાય છે
એમજ મારા વિચારો જઈ પહોચ્યા ‘ગિરનાર’
ગરવો ગઢ ગિરનાર અને પાલનપુરને સબંધ એ કે સધરા જેસંગ નો જન્મ
પાલનપુરમાં થયેલો એવી લોકવાયકા છે. હા.... ભાઈ સધરો જેસંગ બીજો કોઈ નહીં પણ
ગુજરાતનો નાથ “ સિધ્ધરાજ જયસિંહ ”. સિધ્ધરાજ નો જન્મ પાલનપુરમાં
આવેલા પાતાળેસ્વર મહાદેવના મંદિરમાં થયેલો. એ કુમારપાલના ભાઈ જયસિંહે ગઢ જૂનાણા ને
ઘેરો ઘાલેલોં , એ ખાડાઓ આજે પણ જૂનાગઢમાં પડેલા છે.
જુનાગઢ સાથે મારા સંસ્મરણો પણ ખૂબ જોડાયેલાં છે. મહાસાગર
ટ્રાવેલ્સ માં મારા વ્હાલા મિત્રો સાથે મુસાફરી કર્યાનું યાદ. આ એક જ લીટી જો હું મારા લેખક કે કવિ આત્મા ને સમજાવુને તો
ત્રણ-ત્રણ વાર્તાઓ રચાય, વાર્તાઓ તો રચાય પણ ..........
મહાન લડાયક યોદ્ધાને જૂનાગઢની
જનતાએ બહુ વ્હાલ કર્યું છે જેની સાબિતી કાળવા ચોક પર જઈએ ત્યારે થાય છે. નરસઈયાનાં ભજનો
તો આજેય જૂનાગઢની શેરીઓમાં ગુજતાં
હોય ને એવો અહેસાસ થયા જ કરે છે.
સવાર નો સમય હશે, સૂર્ય
નારાયણ હજી એમનો રથ લઈને પૂર્વદિશા થી
આવ્યા નહીં હોય એવા સમયે નરસિંહ
મહેતા ભજનોના ભાવવાહી વાતાવરણ સાથે દામોદર
કુંડ તરફ પ્રયાણ કર્યું હશે. કેવી હશે એ
સવાર ? એવી મનોહર સવારે પણ કેટલાક લોકો ગોદડું કાઠું ઓઢીને સૂઈ
રહ્યા હશે હો...!
જૂનાગઢમાં આજે પણ અડીખમ ઉભેલો
મહોબ્બત મકબરો ‘તાજમહાલ’ થી જરા પણ કમ નથી હો ..., એની
કોતરણી અદ્ભુત છે.એની જો પૂરતા પ્રમાણમાં જાળવણી થાય તો એ પશ્ચિમ ભારતનું સૌથી
શ્રેષ્ઠ જોવા લાયક સ્થળ બની શકે એવી
પુરેપુરી શક્યતા છે.
બહાઉદિન કોલેજના વિશાળ પટ્ટ
આંગણ માં આજે પણ સરદાર વલ્લભભાઈ પટેલનો અવાજ ગુંજતો હોય ને એવો આભાસ થાય છે.
આજે તો મજેવડી દરવાજાના
ઢાળમાં હું સાઇકલ સડસડાટ દોડાવી મૂકું છુ
પણ એક જમાનો હતો, જ્યારે આ મજેવડી દરવાજામાંથી અંબાડી સાથેના હાથીઓ બડે રૂઆબ
કે સાથ ગુજરાતે થે....!
મહાન સમ્રાટ અશોકના ‘શિલાલેખ’ આગળ એક
અક્ષરજ્ઞાન ન આવડતા બાળકની જેમ ઊભો રહું
છુ, ત્યારે એ વાંચી ન
શકતા બાળકની વેદના સમજવાનો એક
બળૂકો પ્રયાસ અચૂક કરું છુ. આટલો મહાન
અશોક એક ઢંગ ધડા વગરનાં પથ્થરો પર લખીને
ચાલ્યો ગયો ...........!...ઈતિહાસકારો માટે તો આ શિલાલેખ ‘સુવર્ણલેખ’ છે
એનાથી એ સમય નાં કેટલાય રહસ્યો આપણે જાની શક્યા છીએ.
શિલાલેખ પાસે ઊભા રહીને
ગિરનારને જોઈએ ને એટેલે જાણે કોઈ જોગંદર સૂતો હોય એવો ગિરનાર દેખાય,ચોમાસાના
દિવસોમાં વાદળાં એને ચૂમીને ચાલ્યા જાતા હોય એ દ્રશ્ય તો અદ્ભુત.કહેવાય છે કે
ગિરનાર એ હિમાલય કરતાં પણ પ્રાચીન છે એટેલે એમ કહી શકાય કે આપણા પૂર્વજો પહેલા અહી
ગિરનાર માં વસ્યા હશે..!
ભવનાથનાં મેળામાં ભવોભવથી
માનવ દેહ ધારણ કરીને રહેતા માનવીઓને જોવા એ એક લ્હાવો છે.
હમણાં થોડા સમય પહેલા મારી
ચોથરનેસડા શાળાનાં બાળકો સાથે અમે શિક્ષક મિત્રો પ્રવાસમાં ગયેલા, એ
સમયે મે મારા સાથી મિત્ર મુકેશભાઇ ને કહ્યું ચાલો બાળકોને ભગવાન મહાવીર ની મુર્તિ બતાવીએ ...( મજાક માં )
ભગવાન મહાવીરની મુર્ત બહુ વિશાળ કદની છે અને એ ગિરનાર ચડવાના પગથિયાં બાજુ નજર
કરીને ઊભા રહીએ તો જમણી બાજુ ‘ બોરદેવી’ જાવા નો રસ્તો છે ત્યાં આવે. આ વિશાલ ધાતુની પ્રતિમા જોવા જેવી છે. પછી અમે વિચાર્યુ
કે બાળકો માટે આ પ્રતિમા નહીં બતાવીએ તો
ચાલશે એટલું વિચારતા હતા એટલા માં તો બે બિલકુલ નગ્ન સાધુ અમારી પાસેથી પસાર થયા અમે પણ નીરખ્યા અને બાળકોએ પણ જોયા , પછી
અમને યાદ આવ્યું કે આપણે મહાવીર જી ની મુર્તિ જોવા ન ગયા પણ સ્વામીજી અહી રૂબરૂ
મળી ગયા ....!
લાલ ગેબી આશ્રમ, ભારતી
બાપુનો આશ્રમ , કચ્છી ભવન અને રૂપાયતન સાથે પણ સંસ્મરણો જોડાયેલાં છે.
જય ગિરનારી
સાથે અહી મારી વાત ને વિરામ આપું છુ.
લેખક: કાંતિલાલ રૂપાભાઈ પરમાર
19મી જૂન 2018

Jay girnari
ReplyDeleteજય ગિરનારી
ReplyDelete