hira mama
ગઇકાલે આપણે પૂર્વજો અંગેના કેટલાક વિચારો અહીં રજૂ કર્યા હતા. એ જ કડીને આજે આપણે આગળ વધારીએ.કેવા હતા આપણા પૂર્વજ..! એના વિષે સો- બસો વર્ષ નો ચિતાર તો આપણ સૌને
મળી શકે પણ હજાર- પંદરસો વર્ષનો તો અંદાજ લગાવવાનો રહ્યો. ચાલો ત્યારે કેટલાક અંદાજ
લગાવવીએ એમાંથી ઘણા બધા સાચા પણ પડી શકે
હો...
એક સો વર્ષ પહેલાં ના ચિત્રો જોઈએ અને આજનાં ચિત્રો જોઈએ એટલે એમાં બદલાવ તો ખૂબ જ જોવા મળવા નો , મારા
હીરા મામા આજથી સાઇઠ વર્ષ પહેલા ચોટીલ- વાવ થી ઘી વેચવા માટે છેક અમદાવાદ જાતા , એમનાં
સંસ્મરણો ના આધારે હું મારા મન માં અમદાવાદ નું ચિત્ર મારા માનસપટ્ટ પરા દોરું અને
પછી જ્યારે હું હાજા પટેલ ની પોળ કે ધના
સુથાર ની પોળમાં ચાલતો હાઉ છુ ત્યારે એ બન્ને વચ્ચે તુલનાત્મક વિચારો તો સતત આવતા જ રહેતા હોય છે.
યુવાનીમાં મારા હીરા મામા એક ‘હીરા’ થી જરા
પણ કમ ન હતા. જાડા સુતરાઉ કાપડ નું લાંબી બાય નું કડિયું.એ કડિયાને
પાછી બે-ત્રણ વધારાની કાંસ હોય. એજ કાપડ માંથી તૈયાર થયેલો અઢી વટો .હાથમાં
કડિયાળી લાકડી.આ લાકડી દર પૂનમે ઢીમા મેળો ભરાય એ મેળા માંથી લાવેલી હોય. લાકડીની
પસંદગી કરતાં પહેલા એને ઘણા સ્ટેજ માંથી પસાર થાવાનું હોય. એ લાકડું શેહા[ સીસમને મળતું આવતું એક મજબૂત લાકડું ] નું
હોવું જોઈએ,એ મીડિયમ કાળો રંગ હોવો જોઈએ.એ લાકડીને લોખંડના ઝીણા વાયર
સમાંતર ડિઝાઈન પાડીને વીંટેલા હોય.આવી લાકડી, માથા
પર ગોળ ગટાક આછા લાલ કલરની પાઘડી....
આવા મારા હીરા મામા અમદાવાદ ની બજાર માં ફરતા હોય ,એ સમયને
યાદ કરાવું ત્યારે તેઓ ઘણી રસપ્રદ વાતો મને કરે એ ઘટનાઓના આધારે એક ચિત્ર મારા મગજ
માં ખડું થઈ જાય.આ દિવસોમાં લોકો મુસાફરી ભાગ્યેજ કરતાં, અથવા
ના છૂટકે કરતા. ચોટીલ કે હરિપુરાથી વાવ જાવું હોય તો વહેલી સવારે બળદ ગાડું લઈ ને
જાવાનું વાવ ની બજારમાં ખરીદી કરીને બીજા
દિવસે ઘેર અવાતું. વચ્ચે આવતા ગામડામાં રહેતા પોતાના સગા- સબંધી ને મળી ને આવતા.
એક માણસને કામ હોય તો તો એમને ચાલીને જ જાવું પડતું. વાવ શહેરમાં ખરીદી કરવા આસપાસનાગામ તો આવતાં પણ છેક
રાજસ્થાનના છેવાડા ના લોકો પણ આવતા.
બીજી વાતો આવતા અંકમાં ......
લેખન: કાંતિલાલ રૂપાભાઈ પરમાર
૧૦
મી જૂન ૨૦૧૮


Very nice l proud of you
ReplyDeleteસરસ
ReplyDelete