talav
મારા ગામનાં તળાવ
પાણી માનવ
જીવન માટે અતિ જરૂર છે. જૂની બધી જ સંસ્કૃતિઓનો ઉદ્ભવ નદીઓના કિનારે જ થયેલો.હવેની
નવી સંસ્કૃતિઓનો ઉદ્ભવ તો રોડ-ટચ જ થઈ રહ્યો
હોય એમ દેખાય છે.હમણાથી આપણે સમાચારો માં પણ વાંચીએ છીએ કે આફ્રિકાના એક શહેરમાં પાણીનું
ભયંકર સંકટ આવી ગયું છે.
પાણીનું
એવું છેકે જો વધી જાય તો પણ વિનાશ કરે અને
બહુ ઘટી જાય તો પણ માનવ જીવનનો નાશ કરે.એની
યોગ્ય માત્રા જળવાઈ રહે એવા પ્રયાસો આપણે સૌ એ સાથે મળીને કરવા જોઈએ.
મારુ ગામ રાજસ્થાની રણ ના કિનારે આવેલું હોવાથી
મે હર- હમેશાં પાણીનો ઉપયોગ કરકસર ભર્યો જ કર્યો છે.પાણી માટેનો પૂજ્ય મહાત્માનો ગાંધીજીનો
પાઠ કદાચ બાળકોને ભણાવ્યો હોય એની અસર પણ પડી હોય એવી શક્યતા રહેલી છે.એક પાણી બચાવવાની
જાહેરાત ટીવી પર સરસ આવતી , જેમાં એક દર્દી હોસ્પીટલમાં hoy છે ને
એને પાણી ટપકવાનો અવાજ સંભળાય છે , એ પછી એના જે પ્રયાસ હોય છે
એ જોઈને કોઈ પણ સુજ્ઞ નાગારિક ક્યારેય પાણીનો બગાડ ન કરી શકે.
અમે જ્યારે નાના હતા એ સમય માં મારા ગામથી
લગભગ ૧૦૦ કિમી દૂર ડીસાથી મીઠા પાણી ની પાઇપ-લાઇન નાખેલી છે.મીઠું પાણી શબ્દ ખાસ એટલા
માટે વાપરું છુ કે એ સમય લોકો મહતમ ખારું પાણી પીતા.ડીસાની નજીક બનાસ નદી વહે છે હવે
તો એ સુકાઈ ગઈ છે ,પણ એના પટ્ટ માં બોર બનાવીને , બે વિશાળ પાણીનાં ટાંકા ભરવા માં આવતા, અને પછી પાઇપલાઇન
થી પાણી છેક મારા ગામ આવતું.
આ પાઇપલાઇન પહેલા મારા ગામની આસપાસનાં જે તળાવ છે એમાં
વરસાદી પાણી ભરાતાં અને એ પાણી નો ઉપયોગ આખું ગામ આખું વર્ષ કરતું. પાણી સુકાઈ જાય
તો એજ તળાવમાં ‘વેરી’ ખોદવામાં
આવતી એનેએ પાણી નો ઉપયોગ કરવામાં આવતો . આ વેરીઓ નું પાણી પીવાના લીધે લોકો ને ‘વાળા’ નામનો ભયંકર રોગ થાતો. આ વાળાના રોગમાં દર્દીને
શરીરના કોઈ એકાદ ભાગમાંથી સફેદ તાંતણો સતત નીકળતો અને એ ભયંકર દર્દ સાથે નીકળતો.
સ્વતંત્રતાનાં મીઠાં ફળ મળવાના લીધે આવા અનેક રોગો
થી છૂટકારો મળ્યો છે. અત્યારે તો આપણો દેશ એટલો સક્ષમ થઈ ગયો છે કે દુષ્કાળ ની ગમે તેવી કપરી પરિસ્થિતિ
ને પણ પહોચી વળે છે , પહેલાં દુષ્કાળ પડતાએટલે તરત તળાવો અને રોડો નું માટી કામ ચાલુ થઈ જાતું.
મારા ગામની આસપાસ જે તળાવ આવેલાં છે એનાં નામ
એટલા સરસ છે કે જેમણે પણ એ નામ પાડ્યાં એમને ધન્યવાદ આપું છુ. જેમાંના કેટલાક નામ આપની જાણ
ખાતર જેમકે અંબાલા, દેવર્ષી, જગદીશ્વર
, મોર્યાં ,માદલા, ફૂટારિયું, પીપળિયું, ત્રિશુળ, સિમ તલાવડી,ઢોલી તળાવ વગેરે.....
મારા પૂર્વજો ને વારંવાર નમસ્કાર કરું છુ કે એમણે આવી દુર્ગમ પરિસ્થિતિઓ પણ જીવન જીવીને માનવ વિકાસની કડીને છેક અમારા સુધી પહોચતી કરી છે.
જય જગત
લેખક: કાંતિલાલ રૂપાભાઈ પરમાર
૧૯ મી જૂન , સાજે ૭ વાગ્યે

Comments
Post a Comment