purvaj

આપણાં માતા-પિતા


                જીવન એક મધૂર માર્ગ છે. આ માર્ગ પર આપણે વિહરતાં વિહરતાં   અનંત સમય લાગી ગયો છે. તમને અને મને એમ લાગે છે કે આપની જન્મ તારીખ એ આપણું પૃથ્વી પર નું પ્રથમ અવતરણ છે, ના મિત્રો એવું નથી ..... આપણું  અવતરણ પૃથ્વીની સાથે- સાથે જ થયેલું છે. નાશ તો ક્યારેય થવા નો  જ નથી, કારણકે આપણે એ  મહાવિશ્વ નો અંશ છીએ કે જેનો નાશ થવો અશક્ય છે. આપણાં સ્વરૂપ બદલાઈ શકે પણ  નાશ તો  ન જ  થઈ શકે.
               આ લિન્ક ને સમજવા માટે થોડા આગળ જઈએ!!!  વિચારીએ કે પૃથ્વી જ્યારે સૂર્યના બિંબ માંથી છૂટી પડીને ગરમ અગનગોળો  થઈને ફરતી હશે ત્યારે પણ આપણો અંશ તો એ અગનગોળામાં હતો જ , એ તત્વ હતું ત્યારે તો આજે આપણે અહી છીએ, તમે આ વાંચો છો અને હું આ લખું છુ
          પૃથ્વી  પર સતત બદલાતા હવામાન ની પ્રક્રિયા હજારો-લાખો વર્ષો સુધી ચાલી હશે.વરસાદ વરસતો રહ્યો હશે, ગરમી પડી હશે, વરાળ થઈ હશે, એ રીતે ઋતુ ચક્ર નું નિર્માણ  થયું હશે અને કોઈ શુભ ઘડીએ સૌ પ્રથમ કોઈ એક કોષી સજીવ ઉત્પન્ન થયો હશે. એની કોઈ ચોક્કસ તારીખ આપણને મળી શકી  નથી, નહિતર આપણે  પ્રજાસ્તાક અને સ્વાતંત્ર્ય દિન ની  જેમ એની  ભવ્ય ઉજવણી કરોત    .....!!  ખરેખર ઉજવણી માટે નો મહાન દિવસ તો એ જ છે.
        પૃથ્વી પર સજીવ બન્યા પછી સૌથી પ્રથમ ઘટના  એ જ બની હશે કે આ પૃથ્વી પર જીવતા ટકી રહેવું. એ સંઘર્ષ આજ સુધી ચાલી રહ્યો છે..... જીવતા રહેવું... આપણી ભાષામાં એક સુંદર કહેવત છે કે જીવતો નર ભદ્રા પામે આ કહેવતે મને પણ ઘણીવાર જીવન જીવવાનું બળ પૂરું પડ્યું . સર સલામત તો પાઘડીયા હજાર એ સ્ટેટસ બહુ લાંબો સમય રહ્યું. હવે આપણે બધા એ લેવલ પર છીએ કે જીવીએ છીએ પણ હર-હમેશાં કઈક નવીન અને બીજા થી વિશેષ મેળવવા  માટેની  આપણી દોડધામ રહે છે.
      આપણે એ પણ વિચારીએ એ પૃથ્વી પર જે સૌ પ્રથમ  સ્ટેજ માં સ્ત્રી- પુરુષનું સરજન થયું એ આપણાં  પ્રથમ માતા પિતા.( આજની ઘડીએ હું એ પરમ તત્વ ને શત શત નમન કરું છું .) છેક ત્યાંથી ચાલ્યાં  આવતાં રંગસૂત્રો .....ઓહહ , અદ્ભુત દુનિયાની સૌથી લાંબી સાંકળ. આ સાંકળ બંને બાજુ અનંત છે અને રહેશે. તમારી અને મારી જવાબદારી એ છે જેટલી બને એટલી આ સાંકળ ને સંવારી એ, એનું સંવર્ધન અને જાળવણી કરીએ.કુદરત એનું કામ કર્યેજ રાખે છે પણ કુદરતે આપણને કેટલીક વિશેષ શક્તિઓ આપી છે જેનો યોગ્ય ઉપયોગ કરવાથી આપણે આ સંસાર ને એક સારી દીવાદાંડી આપી શકીએ એમ છીએ. એવી  દીવાદાંડી કે આવતાં હજારો વર્ષો સુધી એ માનવ જાતને  રસ્તો બતાવતી રહે.વૈજ્ઞાનિક શોધો એ દીવાદાંડી થી કમ નથી.[બીજો  ભાગ થોડા સમય પછી ]
                                                     જય  જગત
                                                    લેખન: કાંતિલાલ રૂપાભાઈ પરમાર
                                                    સ્થળ : પાલનપુર
                                                    9મી જૂન 2018

Comments