AAKADO

હમણાંથી મારા વિસ્તારની વાતો ચાલે , મારો વિસ્તાર એટલે વટ  નો કટકો વાવ એમ આપને સમજવું.આ વટ નો કટકો વાવ એ મારો લેખક તરીકેનો શરૂઆતી આર્ટીકલ હતો ,અત્યારે પણ મારા બ્લોગનો સૌથી વધુ વંચાતો લેખ આ જ છે.  મને એનો ગર્વ છે કે આ આર્ટીકલ માં મે મારા વાવના  મધૂર રંગ પૂરવાની ભરપૂર કોશિશ કરી છે. એના પછીના દરેક લેખનાં  શીર્ષક બદલાતાં રહે છે પણ હરી-ફરીને પાઘડીનો આંટો તો  વટના કટકા વાવ પાસે જ પુરાઓ થાય છે.
       આજે સવારે વાવની કેટલીક વનસ્પતિઓ ની વાતો આપણે  માણી. આજે કેટલીક વાતો કરવાનો છુ , આકડા ની.
        આકડો અહીં મોટા પ્રમાણમાં થાય છે.એની ઊંચાઈ એક મીટરથી પાંચ મીટર સુધી ની હોઈ શકે છે. એનાં પાન સાગના પાન  જેટલાં મોટાં થાય છે. જ્યારે અહીના માણસોને માથું દુખાવા આવે ત્યારે આછાં પીળાં પડી ગયેલાં ચારેક પાન લાવીને  એને ભાઠા માં ગરમ કરવા માં આવે પછી એ પણ માથા પર બાંધવામાં આવે તો એકાદ કલાક માં વ્યક્તિનું માથું ઉતારી જાય છે, અને દર્દ માંથી સંપૂર્ણ રાહત મળે છે.    
        અમે નાના હતા ત્યારે એક રમત રમતા કે બોલો  હું બોલું એમ આકડાના થડ માં અધમણ ગદરપ જે  માણસ બોલવામાં ચબરાક હોય એજ આ શબ્દો બોલી શકતો બીજા નહીં . આ શબ્દો નું જેટલું ઝડપી પુનરાવર્તન  કરી શકે એટલો એ હોશિયાર.
       ઘણી વાર એક બીજા લોકો વાતો કરતાં હોય અને એમાં કહેવત વાપરે કે પેલા એ તો આકડો ખાધો છે એનો અર્થ એ થયો કે એની વાણી નો વિવેક રહ્યો નથી. કડવી કે ખરાબ ભાષા બોલનાર માટે  ઉપરોક્ત કહેવત મારા વિસ્તારમાં વપરાય છે.
         બીજી પણ એક મજાની કહેવત છે કે  આકડે મધ હોવું આ કહેવત  અર્થ એ કે કોઈ સારી વસ્તુ  ઓછી મહેનતે મળી જાય એવી જગ્યા.
        આકડાના મૂળ માંથી ગણપતિ જી ની મૂર્તિઓ બનાવવામાં આવે છે.કહેવાય છેકે સફેદ આકડાના થડમાં ધન હોય છે.[ મ્ંડો  ખોદવા..]
    આ આકડો જ્યારે લીલો હોય ત્યારે એનું વજન બહુ વધારે હોય છે જ્યારે સુકાઈ જાય ત્યારે  બળતણ તરીકે કામ આવે છે એટલે અહીના લોકો નવરાશના સમયે એને કાપવાનું કામ કરે છે અને શિયાળામાં એનાં તાપણાં કરે છે. ખેતર કે  વાડા ણે કામ ચલાઉ ઝાંપા બનાવવા માટે આકડા નો ઉપયોગ થાય છે.
     આકડાના ફૂલો માંથી  હનુમાનજી  મહારાજને માળા બનાવવામાં આવે છે. આ ફૂલો પર સવારના  સમયે રસ ચૂસવા માટે નાના-નાના પક્ષીઓ અને ભમરીઓ  મધૂર ગાન સાથે એમનું  કામ કરતાં જોવા મળે છે.
       આકડાનાં ફળ દેખાવમાં  કાચી કેરી  જેવાં હોય છે. એ સુકાઈ જાય એટેલે એમાંથી રેશમી રેશાઓના જેવાં અને બલૂન આકારનાં બીજ સાથેના ફૂદાન બહાર પડે છે. પવનના રૂખ સાથે એ પ્રવાસ કરે છે; એ રીતે આકડા એમાંનો વંશ-વેલો  વધારે છે.રાજસ્થાન માંથી ઊડેલ આકડાનું બીજ છેક મહારાષ્ટ્ર માં જઈને પણ ઊગી શકે..... વાહ કુદરત તારી કળા.....
                                                  જય જગત
                                    લેખક: કાંતિલાલ રૂપાભાઈ પરમાર
                                        21મી જૂન 2018   

Comments

  1. આપના લેખ વાંચીને લાગે છે ‘ આંકડે મધ મળ્યું ‘ very nice description of your area . Good writing in our mother tongue Gujarati. Keep it up ..

    ReplyDelete
  2. જી આભાર, વિશિષ્ટઓ ભરપૂર પડી છે, મને તો થોડી જ નજર માં આવી છે...

    ReplyDelete

Post a Comment