મારુ વ્હાલું વતન  હરીપુરા , રાજસ્થાનથી નજીક છે.તાલુકો વાવ લાગે પણ રંગ બધો રાજસ્થાની....
        રાજસ્થાની રંગ એટેલે સંગીત પ્રિય , રંગ અને કુદરત ને ચાહવા વાળા.આપણી બધાની માતૃભાષા ભલે ગુજરાતી હોય પણ મારા ગામની ભાષા મારવાડી છે., એનું કારણ મારા ગામની સૌથી વધુ વસ્તી મારવાડી લોકો છે એમના ઘર ની ભાષા મારવાડી છે.આમ તો ભાષા એને કહી શકાય કે જેની લીપી હોય મારવાડી ને કોઈ પોતાની  સ્વતંત્ર લીપી નથી, એ હિંદીના જેમ યા તો ગુજરાતી માં પણ લખી શકાય.મારવાડી ભાષા બોલવામાં મીઠી અને કર્ણપ્રિય છે.
        અમારા ગામમાં મારવાડી લોકો આવવાનો ઇતિહાસ એટલો જ કહી શકાય કે રાજસ્થાન નજીક હોવાથી અહીં ના ઘણા બધા ગામડાઓમાં મારવાડી લોકો રહે છે. એમનો મુખ્ય વ્યવસાય ખેતી. મારી દ્રષ્ટિ એ એમના જેટલી કુશળ ખેતી કોઈ ન કરી શકે.
      આઝાદી પહેલાં વાવ એક  સ્વતંત્ર રજવાડું હતું ,  વાવના પ્રજા પ્રિય રાજવી હરિસિંહ જી બાપુના નામ થી મારા ગામનું નામ હરીપુરા રાખવામાં  આવ્યું છે.
  અમે નાના હતા ત્યારે અમારા ખેતરમાં મારવાડી  પ્રવાસી માલધારીઓ આવતા.પ્રવાસી એટલા માટે કહું છુ કે એલોકો અમુક સીજન પૂરતા અહી ગુજરાતમાં આવતા , વરસાદ વરસે એટેલે ..ભલી મારી મારવાડ... બેક તો હોમ . એમની ઘરવખરાઇ બધી ઊંટો પર સમાઈ જતી, ઘણી વાર તો નાના બકરીનાં બચ્ચાં પણ ઊંટ બેઠક પર મોટા ઊનના  કોથળા માં બેસાડી દેતા.

             આ  માલધારીઓ પાસે માલમાં ખાસ કરીને ઊંટ અને ઘેટાં બકરાં હોતાં. ઘેંટાની ઊન ખરીદવા માટે જ્યારે વેપારી આવતા ને ત્યારે એમની સાથે ખાસ જંકાર  મજૂર અને એક મોટી કાતર લઈને આવતા એ જાણકાર  મજૂર ત્રણ ફૂટ જેટલી લાંબી કાતર લઈને ઘેંટાને એના બે પગની વચ્ચે પકડીને ઊન કાપતો, અમે આ દ્રશ્ય જોવા ખાસ ખેતરે જાતા અને એકીટસે જોઈ રહેતા.
    ખુલ્લામાં ભોજન બનાવવું અને વિશાળ  ધરતી  અનંત આકાશ નીચે સૂઈ જાવું એ એમના માટે સામાન્ય બાબત હતી.
 પુરુષો માથા પર લાલચટાક પાઘડી બાંધતા,પ્યોર કોટન અને એમાં પણ જાડી પછેડી નું કડિયું  જેમાં બે-ચાર એક્સ્ટ્રા કાંસ* હોય.,અને એવું જ કાપડ અઢીવટોમાં વાપરતા. એમનો અઢીવટો વાવ-થરાદ ના લોકો કરતાં પહેરવાની સ્ટાઇલમાં અલગ પડતો.  
 આ માલધારી લોકોને જ્યારે લગ્ન પ્રસંગ હોય ત્યારે ખાસ ગવૈયો રાજસ્થાનથી આવતો અને દૂર મધૂર ગીતો ગાવતો આવતો  સાથે0સાથે એ ગીતોમાં જેમના ઘેર આવતો એમના ખાસ પ્રકારના વખાણ પણ કરતો. એને  યજમાન ખૂબ માનપાન ની સાથે ભેટ સોગાદ પણ આપતા.
 સમય વ્યતિત થઈ ગયો ને એ મધૂરો ગીતો કાનોમાં ગુંજતા રહી ગયાં.
  લેખન : કાંતિલાલ રૂપાભાઈ પરમાર
  20 મી મે 2018  
 રાત્રે 9;35 
     

Comments

  1. साहेब बस आटलु ज लखयु छे के हजु बीजो(2)भाग आवशे ?? मजा आवी वाचवानी। हजु लखो एवी शुभेरछा।।

    ReplyDelete
  2. વાહ, કે. લાલ... હજુ વધુ સંસ્મરણો લખતા રહેશો.... અનહદ આનંદ થયો વાંચીને.... સરસ લખો છો.

    ReplyDelete

Post a Comment