આપના માટે માનવજીવનની શરૂઆત આપના જન્મ થી થાય છે. જીવનની શરૂઆતમાં પરિવારના સભ્યો આપના માટે સર્વસ્વ હોય છે,જેમ જેમ સમય વ્યતિતથતો જાય એમ-એમ આપના જીવનમાં નવા નવા માણસો યા તો મિત્રો ઉમેરાતા જાતા હોય છે. કેટલાકનો સાથ ઉમ્રભાર હોય છે તો કેટલાકનો સાથ તસુ ભાર હોય છે.
કેટલાક લોકો ક્યારે જીવનમાં આવે અને ક્યારે ચાલ્યા જાય એ ખબર જ પડતી નથી,જ્યારે કેટલાક લોકો બહુ સીમિત સમય માટે આપના વર્તુળમાં પ્રવેશ કરે પણ કાયમી માટે પોતાની છાપ છોડી જાતા હોય છે ....લસરકા કે ઘસરકા બહુ લાંબો સમય યાદ રહે છે,યા તો એવા લોકો બહુ યાદ રહે છે કે જીવનમાં આપણને કોઈ ખાસ સમયે આપણી જીવન રેખાને એ રીતે ક્રોસ કરી જાયછે જેના લીધે જે ખૂણાઓ રચાય છે એ પછી જીવનભર બદલાતા નથી. અને આવા યુગ્મ કોનો કે અનુ કોણો પાછા બીજાઓ ને જલ્દી થી દેખાઈ આવે છે.

Comments
Post a Comment