રણ નાં ફૂલ
         આમ તો જ્યાં જાઉં એનો ભરપૂર લગાવ રહે છે, પણ રણ સાથે હરહમેશાં વિશેષ લગાવ રહ્યો છે.રણ ની સોડમ અને સુગંધ મારા મન ને એક અનેરો આનંદ આપી જાય છે. સોમનાથના દરિયા કિનારે જાઉં તો પણ વિચાર તો મને રણ નાં આવ્યા કરતાં હોય છે.રણ મારા માટે વિચાર અને વાસ્તવિકતામાં એક અનેરો ઉત્સાહ લઈ ને આવે છે.
        ના લગાવ માટે નું એક કારણ એ છે કે મારો ઉછેર આ ખારી હવાએ કર્યો છે.એ હવા છેક કોણ જાણે ક્યાં થી આવતી હશે? કચ્છના રણમાં કેટલા ઘૂમરા મારતી હશે કે છેક   અફઘાનીસ્થાન ની બંદૂક ની અંદર થી ગળાઈ ને આવતી હશે? કે પાકિસ્તાનમાં આવેલી મારી વ્હાલી   યુનિવર્સિટી જ્યાં તક્ષશિલા ની પ્રાચીન ઇંટોને ચૂમીને આવતી હશે?
      મને લાગે છેકે આ હવા બિકાનેરની હવેલીઓના જરૂખાઓમાંથી આવતી હશેત્યારે તો મને એના વિષે લખવાના વિચાર આવી રહ્યા છે.બીજું કારણ એ પણ છે કે મારા ઘરથી માત્ર અઢીસો મીટર દૂર સ્મસાન આવેલું છે જ્યાં મારા પૂર્વજો  માટી ની પથારી માં આરામની નીંદ લઈ રહ્યા છે, પવિત્ર  ભૂમિને આગોસ કરીને આવતી હવા મને મોતનો ભય નહીં પણ અનંત યાત્રા માટેની પૂર્વ તૈયારી નો સંકેત આપતી હોય  પણ બની શકે , એ હવા મારા પૂર્વજોના આશીર્વાદ લઈને આવે છે એવો અહેસાસ તો હરઘડી થાય જ છે.
         મારા ઘરથી પંદરેક કિમી જાઉં એટેલે કુંડાળિયા ગામ આવે ઘણી વાર મારા મિત્રો સાથે ત્યાં જવાનું બને, પછી જઈએ  રાઘાનેસડા [બસના બોર્ડ પર અને ગુજરાતના નકશામાં રાધાનેસડા લખાયેલું છે વાસ્તવમાં આ ગામનું નામ રાઘાનેસડા જ છે ] ભારત ની છેલ્લી પ્રાથમિક શાળા નાં શિક્ષક મિત્રો સાથે જઈએ લીંડીયા બેટ ............ બેટ બે પ્રકારના  હોય છે એક એ કે જે દરિયામાં આવેલા હોય , ચારેય બાજુ પાણી વચ્ચે આવેલી જમીન  અહી રણમાં ચારેય બાજુ રણ ની વચ્ચે આવેલી મીઠી જમીન એટેલે બેટ.[ બેટ શબ્દ વાંચીને તમને સચિન તેંડુલકર યાદ આવે તો જેમ રણ ની હવાના સુસવાટા અલગ જ પ્રકારના અવાજ લઈને આવેછે એમ સચિનના બેટ થી નીકળેલા સિક્સ પછી સ્ટેડિયમના પ્રેક્ષકોના અવાજો સાથેપણ ટમેસરખાવી શકે ]
           લીંડીયા બેટના ઊંચા ધોરા પર ઊભા રહી ને પશ્ચિમ તરફ નજર કરી એ એટેલે એમ લાગે જાણે કોઈ કેરેમ બોર્ડ ગોઠવી ને ચાલ્યું  ગયું હોય એવું મજાનું રણ દેખાય. રણ નું સવારનું અને સાંજ નું સૌંદર્ય અદ્ભુત હોય છે.આ દ્રશ્ય જોયા મારા ચિત્રકાર અને ફોટોગ્રાફર મિત્રો અચૂક યાદ આવે.  
             રણ ગીતો તમને  મુબારક .... મુરાલાલા ફફલ રણ ની  સપાટ તર્જપર  કચ્છી ભાષામાં મધૂર ગીતો ગાતા ચાલ્યા આવતા હોય એવા ચિત્રો પણ દેખાય, મૃગ ને શું દેખાતું હશે...
      રણ તો   રણ
       રણ  તોરણ ................
                    લેખન : કાંતિલાલ રૂપાભાઈ પરમાર
                   લગ્ન જીવનનાં ૨૨ વર્ષ ની ઉજવણી 
19-05-2018 
  

Comments