કસ્ટમનાં
પક્ષીઓ
કસ્ટમ રોડ પર સૌથી વધારે ચાલવાનું બને. આ રોડ નું
નામ કસ્ટમ કેમ પડ્યું? લોકો
અને મારી પાસે યોગ્ય જવાબ આવવો મુશ્કેલ... એક દિવસ એક લેખ વાંચેલો એલન ઓક્ટોવિયન
હ્યુમ વિષે નો જેઓ ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં બ્રિટિશ ઈંડિયામાં કલેક્ટર તરીકે
આવેલા એમને નોકરી પૂરી કર્યા પછી પક્ષીઓ
અને એમની વર્તુણૂકો વિષે આખા ભારતમાં ફરીને સંશોધન કરેલાં. આ સમયે એમને પક્ષીઓ ના આવાગમન કે પ્રવાસ વિશે
ની જે નોધો કરેલી એમાં કેટલાક વિસ્તારો ને
એમને “કસ્ટમ’ નામ આપેલું. મારુ માનવુ છે કે ભારતના ઇશાન વિસ્તારમાંથી
પક્ષીઓનો આ આવાગમનાઓ વિસ્તાર હતો માટે એને કસ્ટમ નામ આપ્યું હોય એવી પૂરે પૂરી શક્યતા
રહેલી છે.
આજના સમયમાં અહીં ઘણા પક્ષીઓ કાયમી ધોરણે રહે છે , જેમના વિષે મને કે અહીના લોકોને
એટલે ખાસ માહિતી નથી એમ કહી એ તો ચાલે.હાલ આ
લેખ હું લખી રહ્યો છું ત્યારે
મને હોલા, કાબર, ચકલી, કાળી ચકલીના આવાજ સ્પષ્ટ પણે સંભળાઈ રહય્યા છે, કેટલાક એવા પણ આવાજ છે કે જે હું જાણતો નથી. મારુ ઘર હરીપુરા ગામમાં આવેલું છે . આજથી આઠ દસ વર્ષ પહેલાં એક વૃક્ષ ઉછેરવાનાં ફાંફા હતાં પણ નર્મદાનાં નીર આવવાના લીધે હવે ઘણા બધા વૃક્ષોનો ઉછેર થઈ રહ્યો છે જેના લીધે
પક્ષીઓને રહેવામાં અને માળા બંધવામાં સરળતા રહે છે.
આવતા
સારા સમયમાં કોઈ સારા પક્ષી વિદને અહીં બોલાવી ને રાખવા છે જેઓ થોડા સમય માં સારી
એવિ પક્ષીઓ વિષેની માહિતી આપી શકે જેના લીધે આવનારી પેઢીને આપણે એ જ્ઞાન થી અવગત
કરી શકીએ. અહી જ્ઞાન અને માહિતી સાથે બાળકોનો
કુદરત પ્રત્યેનો પ્રેમ પણ વધે એ પણ જોવામાં આવશે.
કસ્ટમ
રોડથી પશ્ચિમ દિશામાં પાકિસ્તાન આવેલું છે . ફેસબૂક પાકિસ્તાન
સમજવાનો સારો અવસર આપ્યો છે , ત્યાં એક “થાર” નામનું પેજ ચાલે હું એની નિયમિત મુલાકાત લઉં. એના ફોટા જોતાં મને લાગે કે
માવસરી ની ચાર કિમી દૂર જય ને જો હું ફોટા મૂકું તો એમાંની રહેણી કરાઇ અને ઉત્સવ
કે સંગીત માં કોઈ પણ પ્રકાર નો ફેર નથી. આતો રેડ કલીફ એક પેન્સિલથી લીટી દોરીને ચાલ્યો ગયો ને એને કેટલી દૂરીયાં કરી નાખી. આ થારના જે પક્ષીઓના
ફોટા આવે એતો જાણે મારે ટોડલે બેઠો મોર એમ જ લાગે.ત્રણ વર્ષ પહેલાં મારા નાના ભાઈ
કિરણભાઇ પોતાની શાળામાં વૃક્ષોના રોપા વાવવા માટે લાવેલા એ સમયે સાગર ઘર માટે
પંદરેક વૃક્ષો લાવેલો એના શીતળ છાંયડે
બેસી ને પક્ષીઓનો કલરવ નો સાથ લઈને હું આ લેખ લખી રહ્યો છુ.
મારા પરિવાર ના બધા સભ્યો પાલનપુર રહે જ્યારે હું શનિ રવિ
મારા ઘેર આવું તો ઘરનો વિડીયો ઉતારીને અહીથી લઈ જાઉં પછી બધા સાથે બેસીને મોટા tv માં જોઈએ. એમાં વાડા માં વાવેલા
વૃક્ષો અને એમાં તાજા બનેલા માળા અને હમણાં બેઠેલા મધ ખાસ જોઈને મારા બાળકો કિકિયારીઓ કરી બેસે.
આવા સુંદર
અને ઠંડા વાતાવરણ કઈ વાર બ્લેક કોબ્રા રાઉન્ડ લગાવી જાય. ખાસ કરી એ સમયે કે
જ્યારે અમે ઘેર ના હોય એ ત્યારે , હમણાં બે દિવસ પહેલાં તો રાત્રિના સમયે ખતથી બિલકુલ નજીક
થી પસાર થઈ ગયા. એ પણ પર્યાવરણ નો એ ભાગ...
પક્ષીઓનું મધૂર સંગીત અને એમાં જેમ જામતી વખતે એકદમ તીખી ડુંગળી આવી જાય એમ આવતો કાગડાનો
અવાજ પણ હવે તો પ્રિય થઈ ગયો છે.
આપનો પર્યાવરણ પ્રત્યે નો પ્રેમ વધતો રહે એવી શુભકામનાઓ
સાથે .... જાય હિન્દ
લેખન: કાંતિલાલ રૂપાભાઈ પરમાર
૨૦
મી મે ૨૦૧૮
સવારના ૯;૨૨

Comments
Post a Comment